પોતાની મરજી પ્રમાણે કોઈપણ ‘રત્ન’ પહેરી ન લેવું, તેની ખરાબ અસરથી થઈ શકે છે મોટું નુકસાન

0
569

સલાહ વિના ક્યારેય કોઈ રત્ન ધારણ ન કરવું જોઈએ, નફાને બદલે નુકસાન પણ થઈ શકે છે, રાશિ પ્રમાણે જાણો કયું રત્ન ધારણ ના કરવું.

રત્ન શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ સલાહ લીધા વિના રત્ન ધારણ કરવું જોઈએ નહીં. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રહોની અસર ઓછી કરવા અને જીવનમાં આવતી સમસ્યાઓને ઓછી કરવા માટે રત્નો પહેરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, રત્નો હંમેશા નિષ્ણાતોની સલાહ લઈને જ પહેરવા જોઈએ. આવો જાણીએ કઈ રાશિના લોકોએ કયો રત્ન ધારણ કરવા જોઈએ નહીં.

મેષ : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ રાશિના લોકોએ પન્ના અને પુખરાજ ન પહેરવા જોઈએ. આ રત્નથી લોકોને જીવનમાં નુકસાન જ થાય છે અને પરિવારના સભ્યો પણ દુઃખી રહે છે.

વૃષભ : રત્ન શાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આ રાશિના લોકોએ મુંગા અને પુખરાજ ન પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રત્નો આ રાશિના લોકોની સફળતામાં અવરોધ ઉભો કરે છે. આ રત્નો ધારણ કરવાથી જીવનની ખુશીઓ જતી રહે છે.

મિથુન : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેમણે હીરા અને નીલમ રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. આ રત્નો તેમના માટે અશુભ માનવામાં આવે છે.

કર્ક : કર્ક રાશિના લોકોને પણ નીલમ પહેરવાની મનાઈ છે. તમને જણાવી દઈએ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ કારણોસર, તેઓએ નીલમ પણ ન પહેરવા જોઈએ.

સિંહ : સિંહ રાશિના લોકોએ શનિનું નીલમ રત્ન ન ધારણ કરવું જોઈએ. સૂર્ય આ રાશિના લોકોનો સ્વામી ગ્રહ છે. અને શનિદેવ સૂર્યદેવના પુત્ર છે, તેથી આ રાશિના લોકોએ ભૂલીને પણ નીલમ રત્ન ન ધારણ કરવું જોઈએ.

કન્યા : કન્યા રાશિના લોકોએ ભૂલથી પણ નીલમ, માણેક અને મૂંગા રત્ન ન પહેરવા જોઈએ. બુધ આ રાશિનો સ્વામી છે અને બુધ માટે આ રત્ન ધારણ કરવા યોગ્ય નથી.

તુલા : તુલા રાશિના લોકોએ પન્ના અને પુખરાજ પહેરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ હોવાથી મૂંગા અને હીરાના રત્નો ભૂલથી પણ તેમણે ન પહેરવા જોઈએ.

ધનુ : ધનુ રાશિના લોકોએ મોતી રત્નોથી દૂર રહેવું જોઈએ.

મકર : આ રાશિના લોકોએ પુખરાજ રત્નથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ રાશિનો સ્વામી શનિ છે.

કુંભ : કુંભ રાશિના લોકોને પન્ના ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. શનિ કુંભ રાશિનો સ્વામી છે.

મીન : મીન રાશિના લોકો માટે નીલમ અને રૂબી નુકસાનકારક છે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.