નમસ્કાર મિત્રો તમારા બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો દેવતાઓમાં મહાબલી હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતા માનવામાં આવે છે. જે ભક્ત પોતાની સાચી ભક્તિથી મહાબલી હનુમાનજીની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે તેમની બધી ઈચ્છાઓ બજરંગબલીજી પૂરી કરે છે, અને બધી સમસ્યાઓનું સમાધાન થાય છે.
મહાબલી પવન પુત્ર હનુમાનજીની પૂજા-આરાધના મંગળવારે કરવામાં આવે છે. ઘણા લોકો એવા પણ છે જે મંગળવારે મહાબલી હનુમાનજીનું વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજી બધાના સંકટોનો નાશ કરે છે આ બધા કારણોથી જ મહાબલી હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. આવી માન્યતા છે કે જો તમે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો આવા કઈક કામ છે જેને કરવાથી બચવું જોઈએ ભૂલથી પણ મંગળવારે ન કરવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારે મંગલ ગ્રહને કારક મનાય છે, જે કારણે આ દિવસે કોઈ પણ વિશેષ કાર્યને નથી કરવામાં આવતું. આજે અમે તમને આ લેખના માધ્યમથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ દઈશું જેને તમે પોતાના ધ્યાનમાં જરૂર રાખી.
આવો જાણીએ મંગળવારે કયા કામ ન કરવા જોઈએ.
કોઈ પણ વ્યક્તિએ મંગળવારે ભૂલથી પણ પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેણ-દેણ ન કરવી જોઈએ. તમે મંગળવારે કોઈની જોડેથી પૈસા લો પણ નહી અને કોઈને પૈસા આપો પણ નહી. આવું માનવામાં આવે છે કે જો મંગળવારે આ કાર્ય કરવામાં આવ્યું તો આનાથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
તમે બધા લોકોને તો ખબર જ છે કે મંગળવારે મહાબલી હનુમાનજીની પૂજા આરાધના કરવામાં આવે છે તેથી મંગળવારે દા-રુ અથવા માંસ મચ્છી જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ બધી વસ્તુઓથી દુર રહો છો તો તમારાથી મહાબલી હનુમાન પણ પ્રસન્ન થાય છે.
કોઈ પણ વ્યક્તિએ મંગળવારે પોતાના શરીરના વાળ ન કાપવા જોઈએ આ શુભ નથી મનાતું, માટે તમે ભૂલથી પણ મંગળવારે પોતાની દાઢી અથવા પોતાના માથાના વાળ ન કાપો અને કપાવો પણ નહી. જો તમે આવું કરશો તો તમારો મંગળ દોષ લાગે છે.
તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે તમે મંગળવારે પોતાના નખ બિલકુલ કાપો નહી, કારણ કે આ ખુબ જ અશુભ મનાય છે. તેથી તમારે મંગળવારે પોતાના નખ કાપવાથી બચવું જોઈએ.
મંગળવારે બજારમાંથી કોઈ પણ પ્રકારની ધાર વાળી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. જો મંગળવારે ધારદાર વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો આ અશુભ મનાય છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.