આ જગ્યા પર ક્યારેય ન ખરીદો ઘર, થઇ શકે છે તકલીફ, જાણો તે જગ્યાઓ વિષે.

0
753

દરેકનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય. એક ઘરને મેળવવા માટે જ માણસ દરેક પ્રકારની મહેનત કરે છે. ઘર બનાવવા માટે લોકો પોતાની જમા પુંજી પણ લગાવી દે છે. તે ઘર સાથે તેની યાદો અને સપના જોડાયેલા રહે છે. ઘર ખરીદવું કે ઘર બનાવવું એક ખુબ જ મોટું કામ હોય છે. એવામાં તેને લઈને ઘણા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. ઘણી વાર વિચાર્યા વગર માત્ર સુંદર ઘર લઇ લેવું જ સાચું નથી. ઘરની આસ પાસનું વાતાવરણ કેવું છે અન્ય ઘણી બધી વસ્તુઓ છે. જે ઘર ખરીદતી અથવા બનાવતી વખતે ધ્યાન રાખવી જોઈએ.

ચાર રસ્તા :-

ઘરને ક્યારેય પણ કોઈ ચાર રસ્તા પાસે ન લેવું. જો તમે ઘર બનાવી રહ્યા છો, તો આ વાતમાં તમે વધુ કાઈ કરી નથી શકતા કારણ કે ભવિષ્યમાં કેવી ગલી અથવા ચાર રસ્તા બની જાય તમને ખબર નથી હોતી. માન્યું કે જો તમે પોતે ઘર ખરીદી રહ્યા હોય, તો જોઇ લો કે વધુ ભીડ વાળી જગ્યા પર ન લો. વધુ અવાજથી ઘરની શાંતિ ખરાબ થાય છે અને મગજ અશાંત થાય છે. તેની નકારાત્મક અસર ઘર માટે ખરાબ મનાય છે.

કબ્રિસ્તાન :-

ક્યારેય કોઈ શમશાન અથવા કબ્રિસ્તાન પાસે ઘર ન બનાવવું જોઈએ અને ઘર લેવું પણ ન જોઈએ. હંમેશા આવી જગ્યાઓ પર ઘર સસ્તા ભાવમાં મળી જાય છે અને લોકો ઓછા પૈસાના ચક્કરમાં ઘર લઇ લે છે. આ જગ્યાઓ પર નકારાત્મક ઉર્જાનો સંચાર ઘરમાં થાય છે. તમે ભૂત અથવા પ્રેત માનો કે નહી, પરંતુ આવી જગ્યાઓ પર ઘર લેવું ખરાબ હોય છે. એવામાં ઘરમાં રહેતા લોકો હંમેશા બીમાર પડે છે અને ઘરમાં લડાઈ થાય છે.

ક-ત-લ-ખા-નું :-

કોઈ પણ ઘર કોઈ સ્લો-ટ-ર-હા-ઉ-સ અને ક-ત-લ-ખા-ના પાસે ન હોવું જોઈએ. આવી જગ્યાઓથી નકારાત્મક ઉર્જા ખુબ નીકળે છે. સાથે જ આસ પાસનું વાતાવરણ પણ ખુબ ખરાબ થાય છે. ઘરના વાસ્તુ માટે પણ આસ પાસ સ્લો-ટ-ર-હા-ઉ-સ પાસે ન હોવું જોઈએ.

ખંડેર :-

કોઈ તૂટેલા ફૂટેલા ખંડેર અથવા જર્જર મકાનની આસ પાસ પણ ઘર ન લેવું જોઈએ. આવી જગ્યાઓથી પણ ખુબ વધુ નકારાત્મક ઉર્જા નીકળે છે. જર્જિત મકાનોમાં પૂજા પાઠ અથવા પ્રકાશ ન હોવાના કારણે ત્યાં નકારાત્મક ઉર્જા વસે છે. એવા ઘરની આસ પાસ રહેવાથી માનસિક સ્થિતિ નબળી થવા લાગે છે.

ડા-રૂ-ખા-નું :-

ડા-રૂ-ખા-ના અથવા જુ-વા-ના ઘર આસપાસ પણ ઘર ન લેવું જોઈએ. ત્યાં લોકોની ભીડ રહે છે. આવી જગ્યાઓ પર હંમેશા ઝગડા થતા રહે છે. તેને સુરક્ષાની દ્રષ્ટીએ પણ સાચું નથી મનાતું. આ જગ્યા પર ઘર લેવું કોઈના માટે પણ ખતરનાક થઇ શકે છે. સાથે જ ઘણી વાર પોલીસની અવર જવર પણ રહે છે. જે તમારા ઘરની શાંતિને ખરાબ કરે છે.

દવાખાનું :-

ઘર લેતા પહેલા આ વાત પર પણ ધ્યાન આપો કે તે કોઈ દવાખાના અથવા નર્સિંગ હોમની પાસે ન હોય. આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ કારખાના પાસે પણ ન હોય. આવી જગ્યાઓ પર પ્રદુષણ હોય છે. સાથે જ દવાખાના વાળી જગ્યાઓ પર હંમેશા મડદા નીકળે છે. જે ઘર માટે સારું નથી હોતું. ઘર બનાવ્યા પછી આસ પાસ શું બની જાય તેમાં તમે કઈ નથી કરી શકતા, પરંતુ જો ઘર ખરીદી રહ્યા છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.