શું કીડીઓ પણ બીમાર પડે છે, જો બીમાર થાય તો કેવી રીતે કરે છે પોતાની સારવાર.

0
500

શું તમે જાણો છો કે નાનકડી કિડીઓ પણ થાય છે બીમાર, જાણો તેમની બીમારી વિષે

જ્યારે કોઈ વ્યક્તિને શરદી-ખાંસી વગેરે થાય છે, ત્યારે આપણી આસપાસના લોકોને પણ આ રોગ થવાની સંભાવના ઘણી વધારે હોય છે. કારણ કે, તે ચેપી રોગ છે. પરંતુ આ ધરતી પર માત્ર માણસ જ એવું પ્રાણી નથી, જે ચેપી રોગોનો શિકાર છે. કીડીઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

ખરેખર, કીડીઓ સામાજિક પ્રાણી છે. તેઓ મોટા સમૂહ બનાવીને રહે છે, એકબીજા સાથે સતત કમ્યુનિકેટ કરે છે. જેથી દરેક કામગીરી યોગ્ય રીતે ચાલુ રહે. આ દરમિયાન તેઓ એકબીજાના ખુબ નજીકથી સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, જો એક કીડીને ચેપ લાગે છે, તો બીજી કીડીઓને પણ તેનો ચેપ લાગી શકે છે.

પરંતુ પ્રશ્ન એ છે કે કીડીઓને કેવી રીતે ચેપ લાગી શકે છે અને બીમાર પડ્યા પછી તેઓ કેવી રીતે પોતાનો સારવાર કરે છે?

કીડીઓ બીમાર કેવી રીતે થાય છે? : એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે કીડીઓ પણ બીમાર પડે છે. તેની પાછળનું કારણ હોય છે બેવેરિયા બેસિયાના (Beauveria bassiana) નામની ફંગસ. તેને સ્પર્શ કરવાથી કીડીઓને ચેપ લાગી શકે છે. એટલું જ નહીં આ ફંગસ તેમના શરીરની અંદર પહોંચી જાય છે. જે પછી કીડીઓ સુસ્ત અને બીમાર થઈ જાય છે.

બીમાર પાડવા પર કેવી રીતે કરે છે સારવાર?

સૌ પ્રથમ, કીડીઓ સામાજિક અંતર અપનાવે છે. આ આશ્ચર્યજનક છે, પરંતુ સાચું છે. વાસ્તવમાં, ફંગસના સંપર્કમાં આવ્યા પછી કીડીઓનું વર્તન બદલાઈ જાય છે. બીમાર કીડીઓ તેમના સાથીઓથી દૂર રહેવા લાગે છે, જેથી અન્ય કીડીઓને ચેપ ન લાગે. પછી તે તેના ચેપને દૂર કરવા માટે કેમિકલ શોધે છે.

તે કેમિકલનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ (Hydrogen Peroxide). કીડીઓ આ કેમિકલ પીવાથી પોતાનો ઈલાજ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કીડીઓને આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ફૂલોના રસમાંથી અથવા હની ડ્યુંમાંથી મળે છે. કીડીઓ આ ખોરાક ખાવાનું પસંદ કરે છે.

વૈજ્ઞાનિકોએ પણ પોતાના સંશોધનમાં આ વાતને સાબિત કરી છે. હકીકતમાં, જ્યારે વૈજ્ઞાનિકોએ બીમાર અને સ્વસ્થ કીડીઓને મધ પીવા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ મિશ્રિત મધના પાણી વચ્ચે વિકલ્પ આપ્યો તો તેઓએ જોયું કે બીમાર કીડીઓએ કેમિકલ વાળું મધ પીધું, જ્યારે તંદુરસ્ત કીડીઓ સાદું મધ પીધું. કેમિકલ પીનાર કીડીઓ જલ્દી સારી પણ થઇ ગયી.