દિવાળીના આ સરળ ઉપાય આર્થિક સમસ્યાઓથી આપશે છુટકારો, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ.

0
1122

જેમ કે તમે બધા લોકો જાણો છો કે, દિવાળીનું પર્વ ધનની દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે. બધા લોકો દિવાળીથી થોડા દિવસો પહેલા જ ઘરની સાફ સફાઈ કરે છે. અને એવું ઈચ્છે છે કે તેમના ઘરમાં માતા લક્ષ્મીજીનું આગમન થાય, અને તેમના ઘરમાં માતા લક્ષ્મી આવીને તેમને આશીર્વાદ આપે.

જો તમારી ઉપર માતા લક્ષ્મીજીના આશીર્વાદ જળવાઈ રહે, તો તમને પોતાના જીવનમાં પૈસા સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી નહિ થાય. તે ઉપરાંત જો તમે દિવાળીના દિવસે થોડા ઉપાય કરો છો, તો તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તકલીફોમાંથી છુટકારો મળી શકે છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી દિવાળીના દિવસે કરવામાં આવતા થોડા સરળ ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ. જેની મદદથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો, અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે. આ ઉપાયો કરવાથી આર્થિક તકલીફોમાંથી વહેલી તકે છુટકારો મળી શકે છે.

દિવાળીના દિવસે કરો આ સરળ ઉપાય :

માતા લક્ષ્મીજીની સવારી ઘુવડ છે. જો તમે દિવાળીની રાત્રે ઘુવડનો ફોટો તિજોરી ઉપર મુકો છો, તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે. એવું કહેવામાં આવે છે કે, ઘુવડ દર પુનમે પીપળાના ચક્કર લગાવે છે અને ત્યાં લક્ષ્મીજી બિરાજમાન થાય છે. જો તમે ઘુવડનો ફોટો મુકો છો તો તેનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા દરમિયાન કાળી હળદર અર્પણ કરો અને પૂજા કર્યા પછી હળદરને લાલ કપડામાં બાંધીને ધન રાખવાની જગ્યાએ મુકો. તેનાથી તમારા જીવનમાં ધનની કમી દુર થશે.

જો તમે આર્થિક તકલીફોમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો તેવામાં પીપળાના પાંદડા ઉપર દીવડો પ્રગટાવીને જળ પ્રવાહિત કરો.

જો કુટુંબમાં કોઈને કોઈ કારણે ધનના નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેવામાં તમે દિવાળીની પૂજા કર્યા પછી કાળા તલ હાથમાં લઈને ઘરના તમામ સભ્યના માથા ઉપર સાત વાત ઉતારીને ફેંકી દો, તેનાથી ધનની નુકશાની દુર થાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી પૈસાથી ભરાયેલી રહે, તો તમે શેરડીના મૂળને લાલ કપડામાં લપેટીને એના પર સિંદુર અને લાલ ચંદન લગાવો અને એને તમારી તિજોરીમાં મુકી દો.

જો તમે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવાં માંગો છો અને ઘનમાં સતત વધારો કરવાં માંગો છો, તો એવામાં તમે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરતા સમયે ગોમતી ચક્રને પૂજાની થાળીમાં મુકીને લક્ષ્મી માતાની પૂજા કરો.

તમે દિવાળીના દિવસે તુલસીના છોડની પૂજા કરો અને તુલસીના છોડ ઉપર લાલ કે પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો. એટલું કર્યા પછી તમે તુલસીના છોડના પાસે એક દીવડો જરૂર પ્રગટાવો.

જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દુર થાય, તો એવામાં તમે દિવાળીની સાંજે કોઈ વડના ઝાડની વડવાઈ (જટા) માં ગાંઠ મારી દો, અને ઘન લાભ મળ્યા પછી તમે એ ગાંઠને ખોલી દો.

જો તમે ઈચ્છો છો કે તમારી આવકમાં વધારો થાય તો તે સ્થિતિમાં તમે દિવાળીના દિવસે આખી અડદ, દહીં અને સિંદુર લઈને પીપળાના થડ પાસે મુકો અને એક દીવડો જરૂર પ્રગટાવો.

દિવાળીના દિવસે બધા લોકો પોત પોતાની શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરે છે, અને ઘણા બધા લોકો જાત જાતના ઉપાય પણ અજમાવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસાની તકલીફ ન રહે અને તમે તમારું જીવન આનંદમય રીતે પસાર કરો, તો ઉપર જણાવેલા ઉપાયો તમે દિવાળીના દિવસે અજમાવી શકો છો. આ ઉપાયો કરવાથી તમારો આર્થિક પક્ષ મજબુત બનશે અને આવકના રસ્તા ખુલશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.