વાસ્તુ નિષ્ણાંત પાસે જાણો તમારે કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ, આ દિશામાં સુવાથી મળી શકે છે સુખ સમૃદ્ધી

0
722

જાણો કઈ દિશામાં માથું રાખીને સુવું તમારા માટે શુભ છે, અને કઈ દિશામાં ભૂલથી પણ સુવું નહીં.

કહેવામાં આવે છે કે સાચી દિશામાં અને યોગ્ય રીતે સુવું કોઈ પણ વ્યક્તિના આરોગ્ય અને શરીર બંને માટે લાભદાયક હોય છે. તેથી હંમેશા લોકો તેમના સુવાના રૂમ અને દિશાનું નિર્ધારણ સમજી વિચારીને કરે છે. ઘણા લોકો સુવાની યોગ્ય દિશા માટે વાસ્તુ શાસ્ત્રની સલાહ લે છે, તો ઘણા લોકો જ્યોતિષની વાતોને ધ્યાનમાં રાખીને સુવાની દિશા નક્કી કરે છે. એટલું જ નહિ, એવું માનવામાં આવે છે કે સુવા માટે એ વાત પણ ઘણું મહત્વ ધરાવે છે કે સુતી વખતે માથું અને પગ કઈ તરફ હોવા જોઈએ? જેથી શરીર અને મન ઉપર કોઈ પણ પ્રકારના દુષ્પ્રભાવ ન પડે.

ખાસ કરીને યોગ્ય દિશામાં માથું રાખીને સુવું ઘણી રીતે લોકોના મન મગજને અસર કરી શકે છે. હકીકતમાં સુતી વખતે કઈ તરફ માથું હોવું જોઈએ અને કઈ તરફ પગ? એ વાત જાણવા માટે લાઈફ કોચ અને એસ્ટ્રોલોજર, શીતલ શાપરીયા (Sheetal Shaparia) સાથે વાત કરવા પર તેમણે વાસ્તુ મુજબ સુવાની યોગ્ય દિશા વિષે જણાવ્યું. જે તમારે પણ જાણી લેવું જોઈએ.

સુવા માટે સૌથી સારી દિશા : શીતલબેન જણાવે છે કે વાસ્તુ સિદ્ધાંતો મુજબ સુવા માટે સૌથી સારી દિશા પૂર્વ અને દક્ષીણ દિશા છે. એવું માનવામાં આવે છે કે સુતી વખતે તમારું માથું પૂર્વ કે દક્ષીણ દિશા તરફ હોવું જોઈએ, જયારે પગ પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર આ દિશાઓને સુવા માટેની સૌથી સારી દિશા માને છે અને આ દિશા તરફ માથું અને પગ રાખીને સુવાથી સારી ઊંઘ તો આવે જ છે, અને શરીર પણ સ્વસ્થ રહે છે. તે વાસ્તુ ઉપરાંત સુવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે.

પૂર્વ દિશા કેમ છે સુવાની સૌથી સારી દિશા? એવું માનવામાં આવે છે કે, પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા હોય છે અને તેને ધ્યાન અને બીજી આધ્યાત્મિક ગતિવિધીઓ માટે પણ સારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ માથું રાખીને અને પશ્ચિમ તરફ પગ કરીને સુવે છે તો તેને સૌથી સારી ઊંઘ આવે છે. એવા વ્યક્તિને શારીરિક પીડામાંથી મુક્તિ મળે છે.

સુવા માટે પૂર્વ દિશા સૌથી સારી દિશા છે, કેમ કે તેનાથી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો થાય છે. જે લોકો આ નિર્ધારિત દિશામાં સુવે છે તેમને યાદશક્તિ તેજ કરવામાં મદદ મળે છે. વાસ્તુ મુજબ જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઇ રહ્યા છે કે અભ્યાસમાં આગળ વધવા માંગે છે તેમણે આ દિશા તરફ માથું રાખીને સુવું જોઈએ જેથી તેમની સારી ઊંઘમાં કોઈ અડચણ ન રહે અને તેમની એકાગ્રતા વધે.

દક્ષીણ દિશા સૌથી સારી ઊંઘની દિશા : વાસ્તુ શાસ્ત્રમાં જયારે પણ સુવાની સાચી દિશાનું વર્ણન થાય છે, ત્યારે માથું દક્ષીણ તરફ અને પગ ઉત્તર તરફ કરીને સુવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દક્ષીણ દિશા મ-રુ ત્યુના દેવતા ભગવાન યમની દિશા છે.

વાસ્તુ મુજબ આ દિશામાં સુવાથી સારી ઊંઘ આવે છે જેનાથી ઘણા આરોગ્યના લાભ થાય છે. જેમાં લો-હી-નું દબાણ ઓછું કરવા અને અપૂરતી ઊંઘ અને ચિંતાની સમસ્યાઓ દુર કરવાનું જોડાયેલું છે. જે લોકો આ દિશા મુજબ માથું અને પગ રાખીને સુવે છે તેમની ઊંઘમાં અડચણ નથી આવતી અને ધન અને સમૃદ્ધી તેમની તરફ આકર્ષિત થાય છે.

દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવાનું મહત્વ : વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો વ્યક્તિ દક્ષીણ દિશામાં માથું રાખીને સુવે છે તો તેમનું આરોગ્ય હંમેશા સારું રહે છે. એટલું જ નહિ તે ઘણા પ્રકારની બીમારીઓથી પણ દુર રહે છે. જો વાસ્તુમાં ન માનો તો વિજ્ઞાન સાથે જોડાયેલા પણ કેટલાક કારણો છે જે આને માથું રાખીને સુવા માટે સૌથી સારી દિશા ગણાવે છે.

વિજ્ઞાન મુજબ એવું માનવામાં આવે છે કે, દક્ષીણ દિશામાં પગ કરીને સુવાથી ચુંબકીય ધારા પગથી પ્રવેશ કરીને માથા તરફ નીકળે છે જે માનસિક તણાવને વધારે છે અને એવા વ્યક્તિને ડી-પ્રે-શ-ન જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવો છો તો તમારા પગ ઉત્તર દિશા તરફ હોય છે જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

ભૂલથી પણ આ દિશા તરફ ન રાખો પગ : જયારે પણ તમે સુવો છો તો તમારે ભૂલથી પણ પૂર્વ અને દક્ષીણ દિશા તરફ પગ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, જો વ્યક્તિ પૂર્વ તરફ પગ રાખીને સુવે છે તો તે સૂર્યની દિશા તરફ પગ રાખે છે જે સૂર્ય સહીત ઘણા દેવતાઓનું અપમાન કરવા સમાન છે. તેથી પૂર્વ તરફ પગ રાખવાથી તણાવ વધવાની સાથે શરીર પણ રોગી થવા લાગે છે.

તેમજ દક્ષીણ દિશાને પિતૃની દિશા પણ માનવામાં આવે છે. તેથી ભૂલથી પણ આ દિશામાં પગ રાખીને ન સુવું જોઈએ, નહિ તો પિતૃ દોષ લાગે છે અને પિતૃના શ્રાપથી ઘરમાં કષ્ટોનું આગમન થવા લાગે છે.

સુતી વખતે આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન :

ક્યારે પણ સંધ્યાકાળ એટલે સુર્યાસ્ત વખતે ન સુવું જોઈએ.

પ્રયત્ન કરો કે રાત્રે વહેલા સુઈ જાવ અને સવારે વહેલા ઉઠો જેથી શરીર નીરોગી રહી શકે.

સુવાના રૂમમાં ક્યારે પણ પૂજા સ્થાન ન બનાવો.

ક્યારેય પણ પથારી ઉપર બેસીને ખાવાનું ન ખાવ, એમ કરવાથી ખરાબ સપના આવે છે. ઉપરની બાબતોને ધ્યાનમાં રાખીને તમે સુવાની યોગ્ય દિશા નક્કી કરો છો તો તે અનેક રીતે તમારા માટે લાભદાયક રહેશે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.