હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઇલ્યુઝન પિક્ચર્સની ઘણી માંગ છે, કારણ કે લોકો વિચિત્ર અને મૂંઝવણભર્યા ચિત્રો જોયા પછી તેના કોયડા ઉકેલવામાં આનંદ લેવા લાગ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અમે તમને એવા જ ફોટાથી પરિચિત કરાવી રહ્યા છીએ.
જેમ કે તમે જાણો છો કે, જંગલમાં ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, પણ ગીચ વિસ્તારોમાં તેમને સરળતાથી શોધવા દરેક માટે સરળ નથી હોતા. ઘણા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો જંગલોમાં ફરતા હોય છે અને એવા ફોટા ક્લિક કરવા માટે સજાગ હોય છે. સોશિયલ મીડિયા પર એવો જ વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

શું તમે આ ફોટામાં ગરોળી જોઈ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ ફોટામાં છુપાયેલી ગરોળીને માત્ર પાંચ ટકા લોકો જ જોઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં એક ભૂરા રંગના ઝાડની ડાળી દેખાઈ રહી છે, જેના પર તમારી આંખોની સામે એક નાની ગરોળી હાજર છે, પરંતુ કોઈ સરળતાથી તેને જોઈ શકતું નથી.
યુઝર્સ આ મૂંઝવણ ભર્યા ફોટાને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, કારણ કે તેમાંના મોટાભાગના યુઝર્સ ગરોળી શોધી શક્યા ન નથી. તેમણે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો, પરંતુ ગરોળી શોધવામાં નિષ્ફળ રહ્યા.
ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા :
જો તમે પણ હજુ સુધી ફોટામાં ગરોળી જોઈ નથી, તો અમે તમને હિન્ટ આપીએ છીએ જે તમને મદદ કરી શકે છે. ડાળી પર રહેલા ગ્રે કલરના ભાગને ધ્યાનથી જુઓ. ત્યાં તમે ગરોળીની આંખો જોવાનો પ્રયાસ કરો. એક વાર તેની આંખો મળી ગઈ તો તે તમને તેના માથા અને પગને ઓળખવામાં પણ મદદ કરશે.
ઘણા લોકો ટીપ્સ આપવા છતાં પણ તેને શોધી શક્યા નથી. ઓપ્ટિકલ ઈલ્યુઝનના આ ફોટાને જોઈને બધા માથું ખંજવાળતા રહ્યા. આ મૂંઝવણ ભર્યો ફોટો એ સૌથી મુશ્કેલ કોયડાઓમાંનો એક છે જેનો આપણે સામનો કર્યો છે. કારણ કે ગરોળી તમારી આંખોની સામે હોવા છતાં, તમે તેને સરળતાથી શોધી શકતા નથી.