ઘરમાં ઈચ્છોછો માતા લક્ષ્મીનો અખંડ વાસ, તો જરૂર કરો દૂધનો આ ઉપાય

0
622

દૂધનો આ ચમત્કારી ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા માટે રહશે માં લક્ષ્મી, જાણો ઉપાય

માં લક્ષ્મીની કૃપા મેળવવા અને ઘરમાં તેમનો વાસ જળવાઈ રહે તે માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. નિયમિત રીતે વિધિ-વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરે છે. એટલું જ નહીં વ્રત વગેરે રાખીને માતાને પ્રસન્ન કરે છે. જેથી તેમની કૃપા પ્રાપ્ત થાય. પરંતુ કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના દિવસો પલટાઈ જાય છે. ઘરમાં માં લક્ષ્મીનો અખંડ વાસ હોય છે. લાલ કિતાબમાં દેવી લક્ષ્મીના વાસ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. દૂધના આ ઉપાયો કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. સાથે જ અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

ખુબ ધન કમાવા માટેઃ પુષ્કળ ધન કમાવવા અને માં લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માટે એક લોખંડનું વાસણ લો. અને તેમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી મિક્ષ કરો. ત્યારબાદ તેને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. તેનાથી માં લક્ષ્મીની કૃપા બની રહેશે.

વેપારમાં પ્રગતિ માટેઃ સોમવારે શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ-મિશ્રિત જળ ચઢાવો. તેની સાથે રુદ્રાક્ષની માળાથી 108 વાર ૐ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. અને દરેક પૂર્ણિમાએ જળમાં દૂધ ભેળવીને ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાથી વ્યક્તિની કમાણીનો માર્ગ ખુલે છે અને ધનની વૃદ્ધિ થાય છે.

અસાધ્ય રોગથી છુટકારો મેળવવા માટે : સોમવારે રાત્રે 9 વાગ્યે શિવલિંગ પર કાચું દૂધ મિશ્રિત જળ ચઢાવો અને સાથે ‘ૐ જૂં સ:’ મંત્રનો 108 વાર જાપ કરો. આ નિયમિત રીતે કરવાથી કોઈપણ વ્યક્તિને રોગમાંથી રાહત મળે છે. જો કોઈ બીમાર વ્યક્તિ આ ઉપાયો ન કરી શકે તો તેનો પરિવારનો કોઈપણ સભ્ય પણ આ ઉપાયો કરી શકે છે.

કામમાં અવરોધ દૂર કરવા : જો કોઈ કામમાં અડચણ આવતી હોય અથવા કામમાં વારંવાર વિક્ષેપ આવતો હોય તો રવિવારે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ માથા પાસે રાખો. બીજા દિવસે બાવળના ઝાડના મૂળમાં દૂધ ચઢાવો. દર રવિવારે આમ કરવાથી રોકાયેલ કામ થોડા જ દિવસોમાં થવા લાગે છે.

ભાગ્ય વધારવા માટે : જો તમને મહેનત કરવા છતાં પણ ફળ ન મળી રહ્યું હોય તો દૂધમાં સાકર અને કેસર અથવા હળદર મિક્સ કરીને સાંજે શિવલિંગ પર ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આમ કરવાથી થોડા જ દિવસોમાં શુભ ફળ મળવા લાગે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)