જોક્સ :
પત્ની : મારા જમણા હાથમાં ખંજવાળ આવે છે.
પતિ : અરે વાહ… લક્ષ્મી આવવાની છે.
પત્ની : મારા જમણા પગમાં પણ ખંજવાળ આવે છે.
પતિ : તો તો યાત્રાનો યોગ બની રહ્યો છે.
પત્ની : પેટ પર પણ ખંજવાળ આવે છે.
પતિ : એટલે આજે સારું ભોજન મળશે.
પત્ની : ગરદન પર પણ ખંજવાળ આવે છે.
પતિ : તું આઘી જા અહીંથી, તને ખંજવાળનો રોગ થયો છે.
જોક્સ :
પતિ : ડાર્લિંગ મારા સમ ખાઈને કહે કે તને બિલકુલ ભૂખ નથી લાગી.
પત્ની : સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લીધી હોત?

જોક્સ :
રાજુ (રિક્ષાવાળાને) : કાકા અંબાજી જશો?
રિક્ષાવાળો : હા.
રાજુ : ઠીક છે, તો મારા માટે પ્રસાદ લેતા આવજો, અને સામે પેલી દુકાનમાં મને આપી જજો.
જોક્સ :
આજે એક મિત્ર દૂરથી મને મળવા માટે આવ્યો હતો.
તે વારંવાર કહી રહ્યો હતો, હું 100 રૂપિયાનું પેટ્રોલ બળાવીને આવ્યો છું.
પછી મેં એને 2-4 લીંબુનું લીંબુ શરબત બનાવીને પીવડાવ્યું ત્યારે જઈને તે શાંત થયો.
જોક્સ :
પત્ની : ઘરની બધી બેકાર વસ્તુઓ બહાર કાઢી દો.
પતિ : અરે ગાંડી તો પછી તું રહેશે ક્યાં?
જોક્સ :
શોપિંગ મોલમાં એક મહિલા સતત એક યુવકને જોઈ રહી હતી.
પછી તે યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ મહિલા તેની પાસે આવીને બોલી,
દીકરા, તું મારા પુત્ર જેવો દેખાય છે.
યુવક લાગણીશીલ થઈને તેમને પગે લાગ્યો અને કહ્યું, તમે મારા માટે મારી મમ્મી જેવા જ છો.
મહિલા તેને ‘સુખી રહે…’ એવા આશીર્વાદ આપીને પોતાનો સામાન લઈને નીકળી ગઈ.
પછી યુવકે બિલ કાઉંટર પર બિલ માંગ્યું તો તેણે 2 બિલ આપતા કહ્યું,
આ તમારું 500 રૂપિયાનું બિલ, અને તમારા મમ્મી ગયા તેમનું 3200 રૂપિયાનું બિલ.
જોક્સ :
બે મિત્રો પરસ્પર વાતો કરી રહ્યા હતા.
બબલુ : જો તમારું પેટ વધી રહ્યું હોય તો ગભરાવું નહિ.
ડબલુ : કેમ?
બબલુ : કેમ કે એરબેગ હંમેશા મોંઘી ગાડીઓમાં જ હોય છે.
જોક્સ :
ડોક્ટર (બેભાન થયેલા દર્દીને જોઈને) : આ તો મરી ગયો છે.
દર્દી (અચાનક ઉઠીને) : અરે હું તો જીવી રહ્યો છું.
દર્દીની પત્ની દર્દીને : તમે જરા તો સમજી-વિચારીને બોલો.
આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટું બોલતા હશે?
જોક્સ :
ટીચર : આજે પહેલી વાર તું ક્લાસમાં વાતો કરી રહી છે.
નહિ તો રોજ તું માથું નમાવીને હું ભણાવું તે શાંતિથી સાંભળતી હોય છે.
પિંકી : એ તો આજે મારું નેટ પેક પહેલી વાર ખતમ થયું છે એટલે.
જોક્સ :
માલિક : હું તને ડ્રાઈવરની નોકરી પર રાખી લઉં છું,
તારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ત્રણ હજાર રૂપિયા. બોલ મંજૂર છે?
ડ્રાઈવર : હા, મને મંજૂર છે. સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પણ ગાડી ચલાવવાના કેટલા મળશે એ પણ બતાવી દો.
જોક્સ :
છોકરો (છોકરીને) : હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું.
છોકરી : પણ આપણી દુશ્મની ક્યારે થઈ હતી ભાઈ.