નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો એ તો તમે બધા સારી રીતે જાણો છો કે, ‘ૐ’ વગર દરેક મંત્ર અધૂરા છે. અને ‘ૐ’ ના ઉચ્ચારણ વગર દરેક પૂજા નકામી છે. જણાવી દઈએ કે, હિંદુ માન્યતાઓ અનુસાર આ નાના એવા શબ્દમાં સંપૂર્ણ સંસાર, સંપૂર્ણ બ્રહ્માંડ સમાયેલા છે. અને આ શબ્દમાં એટલી શક્તિ છે કે, તમે વિચારી પણ નહિ શકો. માત્ર આ એક શબ્દના કોઈ મંત્ર આગળ જોડાઈ જવાથી તેની અસર અનેક ગણી વધી જાય છે.
તમારામાંથી ઘણા લોકો ૐ નો જાપ કરતા હશે. અને જ્યારે પણ લોકો કોઈ મંત્રનો જાપ કરે છે ત્યારે ૐ શબ્દ સિવાય બાકીના બધા શબ્દોના સાચા ઉચ્ચારણ ઉપર વિશેષ ધ્યાન આપે છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યુ છે કે, બીજા શબ્દોની જેમ ૐ શબ્દનું સાચું ઉચ્ચારણ શું છે? જે શબ્દને કારણે દરેક મંત્રનું મહત્વ વધી જાય છે, શું તમે તેને સાચા રૂપમાં ઉચ્ચારો છો?

મંત્રનું સાચું ઉચ્ચારણ :
જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા શાસ્ત્રો અનુસાર ૐ નો નિયમિત જાપ કરતા રહેવાથી વ્યક્તિ બ્રહ્માંડની શક્તિઓ પ્રાપ્ત કરે છે. અને એટલું જ નહીં, તેના જીવનમાં બધા દુઃખ, રોગ દુર થઇ જાય છે. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે, ૐ ના જાપ કરવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે. તેથી આગળ જાણો ૐ ના જાપ કરવાના નિયમો, જેથી તમે મેળવી શકો એનો ફાયદો.
શાંત સ્થળ જરૂરી છે :
નિષ્ણાંતો અનુસાર ૐ એક શબ્દ ન રહેતા એક અવાજનું કામ કરે છે. અને એનો જાપ કરાતા સમયે, જે અવાજ ઉત્પન્ન થાય છે, તેને કારણે આપણને જુદા જુદા ફાયદા મળે છે. તેથી જ્યારે પણ ૐ ના જાપ કરીએ તો એક શાંત સ્થળની જ પસંદગી કરો.
એના માટે કોઈ એવી જગ્યા પસંદ કરો જ્યાં દૂર સુધી કોઈ ન હોય, ખુલ્લી હવા આવતી હોય, શાંત વાતાવરણ હોય અને તમે કુદરતને નજીક અનુભવી શકો. ૐ ના જાપ માટે કોઈ ગાર્ડન, મેદાન અથવા ખુલ્લા ધાબા જેવી જગ્યા શ્રેષ્ઠ છે.
યોગ્ય સમય પણ જરૂરી :
જણાવી દઈએ કે, શાસ્ત્રો અનુસાર દિવસના ચોવીસ કલાકમાં કેટલાક કલાકનો સમય એવો હોય છે, જ્યારે ઈશ્વરીય શક્તિ પોતાની ચરમ ઉપર હોય છે. એ સમયમાં કરવામાં આવેલા જાપ, પાઠ, આરાધના વધુ ફળદાયક હોય છે. તો સવારે વહેલા અને રાત્રે ઊંઘતા પહેલા ૐ ના જાપ કરવા વધુ ફળદાયી રહેશે.
આ એક સાધના છે :
મિત્રો, ૐ શબ્દને ફક્ત ધર્મ સાથે ન જોડતા, એને એક સાધના તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, ૐ નો જાપ કરવો એ એક પ્રકારનું ધ્યાન છે. એના કારણે માનસિક શાંતિ મળે છે, અને વ્યક્તિની એકાગ્રતા વધે છે. ધર્મથી દૂર આ શબ્દનો ઉપયોગ દરેક કરી શકે છે.
અવાજ :
જણાવી દઈએ કે, ૐ નો ઉચ્ચારણ કરતી વખતે તમારો અવાજ કેટલો ઝડપી અને ધીમો છે, તેનાથી પણ ફાયદો થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ૐ ને જેટલા ઊંચા અવાજમાં અને ઊંડાણથી બોલવામાં આવે છે તેટલો જ વધુ તે ફલિત થાય છે.
તમે જમીન ઉપર એક આસન પાથરીને એના પર પદ્માસનમાં બેસો અને આંખ બંધ કરી લો. જે સ્થળ ઉપર તમે બેઠા છો ત્યાં આસપાસ કોઈ દેકારો કે અવાજ ન હોવા જોઈએ. હવે જેટલું શક્ય હોય એટલો શ્વાસ ખેંચો અને પછી પેટ માંથી ૐ ના ધ્વનિને કાઢતા શ્વાસ છોડતા જાવ. આ રીતે એનું ઉચ્ચારણ કરો.
ૐ નો જાપ કરવાના ફાયદા :
કહેવાય છે કે આ પ્રક્રિયાને જો રોજ 2 મિનિટ પણ કરવામાં આવે તો તમારો માનસિક તણાવ દુર થઇ જશે.
આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.