જોક્સ :
પત્ની બદામ ખાતી હતી ત્યારે પતિ બોલ્યો,
મને પણ ટેસ્ટ કરાવ.
પત્નીએ એક બદામ આપી.
પતિ : માત્ર એક?
પત્ની : હા, બીજી બઘીનો ટેસ્ટ પણ સેમ જ છે
જોક્સ :
એક કવીઝ શો માં મને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે,
તમારી નજરમાં સૌથી ખતરનાક મહિલા કોણ છે?
કસમથી મેં 5 કરોડને ઠોકર મારી દીધી પણ તેનું નામ નહિ જણાવ્યું.
કારણ કે સાંજે મારે ઘરે પણ જવાનું હતું.
જોક્સ :
ચિંકી તેના પતિને કહે છે, જુઓ પેલો માણસ જે દા-રૂ પીને ડાન્સ કરી રહ્યો છે, તેને મેં 6 વર્ષ પહેલા રિજેક્ટ કર્યો હતો.
ચિંકીનો પતિ : કેટલો ખુશ છે જે આટલા વર્ષો પછી પણ ઉજવણી કરી રહ્યો છે.

જોક્સ :
પત્ની : મને સમજાતું નથી કે ઘણા વર્ષોથી હું કરવા ચોથનું વ્રત નથી રાખતી.
છતાં પણ તમે એકદમ સ્વસ્થ કેવી રીતે રહો છો?
પતિ : તેના માટે હું ઘણા નિયમો પાળું છું.
પત્ની : મને મૂર્ખ સમજો છો કે શું?
સાચું કહો, તે કોણ છે જે તમારા માટે કરવા ચોથનું વ્રત રાખે છે?
જોક્સ :
ચા માં પડેલા બિસ્કિટને બીજા બિસ્કિટથી કાઢવાનો પ્રયાસ કરશો નહીં.
નહીંતર, હાથમાં જે છે તેનાથી પણ હાથ ધોઈ નાખશો.
તેવી જ રીતે, તમારી પાસે એક પત્ની છે તેનાથી ખુશ રહો.
બીજીના ચક્કરમાં પડશો નહિ,
નહિંતર, તમારે પહેલીથી પણ હાથ ધોવો પડશે.
જોક્સ :
એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ નજીકમાં ઉભેલા ચોકીદારને પૂછ્યું,
આ કોલેજ કેવી છે?
ચોકીદાર : બહુ સરસ છે. મેં પણ અહીંથી જ એન્જિનિયરિંગ કર્યું છે.
જોક્સ :
પુત્ર : પાંચસો રૂપિયા આપો.
પપ્પા : તેનું શું કરીશ?
પુત્ર : જ્યાં મારા બધા મિત્રોના ખાતા છે, ત્યાં હું પણ ખાતું ખોલીશ.
પપ્પા : ક્યાં?
પુત્ર : પાનના ગલ્લા પર.
પછી પપ્પાએ ચપ્પલવાળી કરી.
જોક્સ :
જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય
ત્યારે બહાર નીકળી વખતે એવો અનુભવ થાય છે જાણે કે પીઓકે પાર કરી રહ્યાં છીએ.
જોક્સ :
દીકરો : પપ્પા, તમે ડોક્ટર કેવી રીતે બન્યા?
પપ્પા : અરે દીકરા આ કામ ઘણું મુશ્કેલ છે, એના માટે સારું મગજ જોઈએ અને ખુબ મહેનત કરવી પડે છે.
દીકરો : હા, મને ખબર છે એટલે જ તો પૂછું છું કે તમે ડોક્ટર કેવી રીતે બન્યા?
જોક્સ :
એક મહિલા વકીલ પાસે જઈને બોલી,
મારે મારા પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે.
વકીલ : હમણાં 8 મહિના પહેલા તો તમે છૂટાછેડા લીધા હતા. હવે ફરી તેમની સાથે જ લગ્ન કેમ કરવા છે?
મહિલા : હકીકતમાં છૂટાછેડા પછી તે ઘણા વધુ ખુશ દેખાઈ રહ્યા છે,
અને હું તે સહન કરી શકતી નથી.
વકીલ બેભાન.