મજેદાર જોક્સ : પપ્પા : હું તને સો રૂપિયા આપું છું. મોટો થઈને તું પણ મને રૂપિયા આપીશ ને. મોહને તરત કહ્યું …

0
2402

જોક્સ :

જેલર (કેદીને) : આવતી કાલે તને ફાં-સી આપવામાં આવશે. તારી અંતિમ ઈચ્છા શી છે?

કેદી : કેરી ખાવાની.

જેલર : અરે કેરીની મોસમને હજી બહુ વાર છે.

કેદી : કંઈ નહીં. હું ત્યાં સુધી રાહ જોઈશ.

જોક્સ :

પ્રવાસીઓને બધું બતાવવાનું કાર્ય પૂરું કરીને ભોમિયો બોલ્યો :

સન્નારીઓ અને સજ્જનો, હવે આ ભવ્ય પૂતળા તરફ જુઓ, એનું ભરાવદાર સ્નાયુબદ્ધ શરીર જુઓ,

અને સન્નારીઓ અને સજ્જનો, જુઓ કેવી સાહજકિતાથી એ જાણે હાથ લંબાવીને કહી રહ્યું છે,

જોજો ભોમિયાને ટીપ આપવાનું ભૂલી ન જવાય.

જોક્સ :

મનુ : કનુ, તું અંગ્રેજી સમજી શકે છે?

કનુ : હિંદીમાં બોલવામાં આવે તો જરૂર હું સમજી શકું.

જોક્સ :

એક દિવસ મોહને એના પપ્પા પાસે એક સો રૂપિયા માંગ્યા.

મોહનના પપ્પાએ મોહનને એક સો રૂપિયા આપતા કહ્યું :

મોહન હું તને સો રૂપિયા આપું છું. મોટો થઈને તું પણ મને રૂપિયા આપીશ ને?

મોહને તરત કહ્યું : પપ્પા અત્યારે તમે જેવી રીતે તમારા પુત્રને આપો છો તેમ હું પણ મારા પુત્રને જરૂર આપીશ.

જોક્સ :

પોતાના મકાનનો આગનો વીમો-ઊતરાવ્યા બાદ જ વખતચંદે વીમા એજન્ટને પૂછ્યું :

જો આજે રાતના જ આ મકાન સળગી જવા પામે તો મને શું મળી શકે?

વીમા એજન્ટ : દસ વરસની સજા.

જોક્સ :

કમલા અને રમેશ વચ્ચે મૈત્રી હતી. પણ રમેશ એવો ઠંડો યુવક હતો કે કોઈ દિવસ તે કમલાને આલિંગન આપવા ઉત્તજિત થાય જ નહીં.

આથી કમલાએ એક યુકિત કરી.

તેણે રમેશને કહ્યું : મને પીઠ પર ગાંઠનું ઓપરેશન જે જગાએ કર્યું હતું તે તને હું બતાવું?

રમેશે કહ્યું : ના રે ના, હોસ્પિટલ તરફ મને ભારે નફરત છે.

જોક્સ :

એક મોટર કંપનીના એક સેલ્સમેને એક માણસને કહ્યું :

સાહેબ, અમારી કાર એવી તો અજોડ છે કે, તે કોઈ ટેકરી પર પણ ચાલી શકે.

ગ્રાહક : એથી મને કંઈ આશ્ચર્ય થતું નથી.

ગયા વરસે હું એક કાર લાવ્યો હતો તે એટલી બધી મહત્ત્વાકાંક્ષી હતી કે એણે એક ઝાડ પર ચઢવાની કોશિશ કરી હતી.

જોક્સ :

રમેશ : તે મારી પાસેથી ઉછીના લીધેલા પૈસા હજી પણ પાછા આપ્યા નહીં.

મેં તારી પાસે પચીસ વાર પૈસા માગ્યા છતાં તું પૈસા પરત કરતો નથી.

સુરેશ : તે એમાં શું થઈ ગયું? તારી પાસેથી પૈસા લેતાં પહેલાં મેં પચાસવાર તને વિનંતીઓ કરી હતી,

પછી જ તેં મને પૈસા ઘર્યા હતા એ ભૂલી ગયો?

જોક્સ :

વકીલની પત્ની એમના એક દાકતર મિત્રને ફરિયાદ કરી રહી હતી :

મારી સાથે મારા પતિ કોઈ પાર્ટીમાં આવતા નથી કેમકે પાર્ટીમાં અનેક લોકો એમની સલાહ લઈને એમને માટે પાર્ટીનો આનંદ રહેવા દેતા નથી.

તમારે શું આવું જ બને છે?

દાકતર : લગભગ એવું જ.

વકીલની પત્ની : તો તમે એ લોકોથી છુટકારો કેવી રીતે મેળવો છો?

દાકતરે કહ્યું : મારી પાસે તેનો એક સુંદર ઈલાજ છે. કોઈ પણ વ્યકિત એના રોગની કે દર્દની વાત મને કરવા લાગે કે તરત જ એને હું કહું,

કપડાં ઉતારી નાખો તમને તપાસવા પડશે.