મજેદાર જોક્સ : દીકરો : પપ્પા કારની ચાવી આપો, કોલેજના ફંક્શનમાં જવું છે. પપ્પા : કાર કેમ? દીકરો : 10 લાખ  …

0
356

જોક્સ :

માલિકે નોકરને કહ્યું : મેં તને કહ્યું હતું કે આ પેકેટ હરિશભાઈના ઘરે જઈને આપી આવજે,

આપ્યું કેમ નહિ?

નોકર : હું ગયો તો હતો, પણ આપું કોને?

કારણકે એમના ઘરની બહાર એવું બોર્ડ માર્યું હતું કે “સાવધાન! અહીં કુતરાઓ રહે છે.”

જોક્સ :

છગન સ્કૂલના માસ્ટરને : મારા દીકરાનું ભણતર કેવું ચાલી રહ્યું છે?

માસ્ટર : છગન ભાઈ એવું સમજી લો કે આર્યભટ્ટે શૂન્યની શોધ તમારા દીકરા માટે જ કરી હતી.

પ્રતીકાત્મક ફોટો

જોક્સ :

અંજૂએ પોતાના પતિને પૂછ્યું : મારા વાળનો રંગ સફેદ થઈ જાય, ત્યારે પણ શું તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો?

પતિએ હસીને જવાબ આપ્યો : કેમ, તને શંકા કેમ થઈ? અત્યાર સુધી તું કેટલીવાર રંગ બદલી ચૂકી છે,

શું મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછું કર્યુ છે.

જોક્સ :

ટપુ : પપ્પા તમે અંધારાથી ડરો છો?

જેઠાલાલ : નહિ દીકરા.

ટપુ : વાદળ, વીજળી અને અવાજથી?

જેઠાલાલ : જરાય નહિ.

ટપુ : તેનો અર્થ છે પપ્પા તમે ફક્ત મમ્મીથી ડરો છો.

જોક્સ :

ગટ્ટુ : પિતાજી, ગળામાં શું બાંઘ્યું છે?

પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય?

ગટ્ટુ : અરે હા સમજી ગયો પિતાજી, તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો રૂમાલ બાંઘ્યો છે. હેં ને!

જોક્સ :

ચિન્ટુ ઘરે પહોંચ્યો તો તેના નોકરે કહ્યું,

થોડા સમય પહેલા તમારા ખાસ મિત્રનો ફોન આવ્યો હતો.

ચિન્ટુ : તને કેવી રીતે ખબર પડી કે તે મારો ખાસ મિત્ર હતો?

નોકર : તેમણે કહ્યું હતું કે તે ગધેડાને કહેજેને મને ફોન કરે છે.

જોક્સ :

સ્ત્રી : આ પુરૂષ ખરેખર ગાંડો છે, તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.

પુરૂષ : આ તો તોય સારો છે. મારી પત્નીને તો કશું પણ કહેશો તો એ બંને કાનેથી સાંભળશે અને મોઢા વડે કાઢી નાખશે.

જોક્સ :

દીકરો : પપ્પા કારની ચાવી આપો, કોલેજના ફંક્શનમાં જવું છે.

પપ્પા : કાર કેમ?

દીકરો : 10 લાખ રૂપિયાની ગાડીમાં જઈશ તો વટ પડશે.

પપ્પા : આ લે 10 રૂપિયા, 30 લાખની બસમાં જઈશ તો વધારે વટ પડશે.

જોક્સ :

ચિત્રકાર (ગ્રાહકને) : સાહેબ, હું બેગમ સાહિબાનું એવું ચિત્ર બનાવીશ કે તે બોલવા લાગશે.

ગ્રાહકે ચિત્રકારને ગુસ્સામાં કહ્યું : માફ કરજે ભાઇ, એણે તો આમ પણ મારા નાકમાં દમ કરી નાખ્યો છે.

જો એનું ચિત્ર પણ બોલવા લાગશે તો મારું જીવવું મુશ્કેલ થઇ જશે.

જોક્સ :

મોહન : જો પ્રિન્સિપલ પોતાના શબ્દ પાછા નહિ લે તો હું સ્કૂલ છોડી દઈશ.

સોહન : શું કહ્યું પ્રિન્સિપલે?

મોહન : તેમણે કહ્યું, સ્કૂલ છોડી દે.

જોક્સ :

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો?

પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.

પત્ની : એમ? ખરેખર! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે?

પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ!

જોક્સ :

ગોલુ મોબાઈલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો.

પહેલા સવાલ પર જ તેને ભગાડી દેવામાં આવ્યો.

સવાલ હતો : સૌથી પ્રખ્યાત નેટવર્ક કર્યું છે?

ગોલુનો જવાબ હતો : કાર્ટૂન નેટવર્ક.