જોક્સ :
પપ્પુની ટીચર : તારામાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે, કાલે તારી મમ્મી લઈ આવજે.
બીજા દિવસે ટીચર પપ્પુની મમ્મીને : તમારા બાળકને નવડાવીને મોકલો.
પપ્પુની મમ્મી : તમે બાળકોને ભણાવવા પર ધ્યાન આપો, તેમને સુંઘવામાં નહીં.
જોક્સ :
પપ્પા : દીકરા, તારી માં આજે આટલી ચુપચાપ કેમ બેઠી છે?
પપ્પુ : તેમણે મારી લિપસ્ટિક માંગી હતી,
પણ મેં ભૂલથી ફેવિસ્ટિક આપી દીધી.
પપ્પા : જુગ-જુગ જીવ મારા લાલ, ભગવાન બધાને આવો દીકરો આપે.
જોક્સ :
પત્નીએ ખાવાનું ખાતા ખાતા પતિને કહ્યું,
સાંભળો છો, મીઠાનો ડબ્બો લઇ આવો ને.
પતિ રસોડામાં ગયો, ઘણી વાર સુધી શોધ્યા પછી કહ્યું,
અહીં તો મીઠાનો ડબ્બો નથી મળી રહ્યો.
પત્ની : એક નંબરના કામચોર છો, એક કામ સારી રીતે નથી કરી શકતા.
આખો દિવસ ગપ્પા મારતા રહો છો, મોબાઈલ સિવાય બીજું કાંઈ દેખાતું નથી,
આ સોશિયલ મીડિયા કોઈ દિવસ આપણા છૂટાછેડા કરાવી દેશે,
મિત્રો સાથે ગપાટા મારવા, આખો દિવસ નકામા કામ કરવા, બસ આ બધું જ કરો છો.
મને ખબર હતી કે તમને નહિ મળે, એટલે હું પહેલાથી જ લઇ આવી હતી.
આવી જાવ અને ચુપચાપ ખાઈ લો.
જોક્સ :
ગપ્પુ : અરે વાહ, તેં આ નવો મોબાઈલ ક્યારે લીધો?
પપ્પુ : ગર્લફ્રેન્ડનો છે.
ગપ્પુ : તેનો મોબાઈલ તારી પાસે કેમ છે?
પપ્પુ : અરે એ ગાંડી રોજ કહેતી હતી કે, તું મારો ફોન કેમ નથી ઉપાડતો?
તો આજે તક મળી તો ઉપાડી લીધો.
જોક્સ :
પપ્પુ એક દુકાનમાં ગયો અને પૂછ્યું,
પપ્પુ : 2 BHK નો ભાવ શું છે?
દુકાનદાર : આ રેડીમેડ કપડાની દુકાન છે.
પપ્પુ : પણ બહાર તો લખ્યું છે ફ્લેટ 70% ઑફ.
દુકાનદાર હજુ બેભાન છે.
જોક્સ :
પત્ની પોતાની બહેનપણીને : મને શંકા છે કે મારા પતિનું કોઈ બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે.
બહેનપણી : હવે તું શું કરીશ?
પત્ની : મારા બોયફ્રેન્ડને તેની જાસૂસી કરવા લગાવી દઈશ.
જોક્સ :
ચેલો : બાબાજી, ડાબા હાથમાં ખંજવાળ આવે છે.
બાબા : વત્સ, લક્ષ્મી આવવાની છે.
ચેલો : બાબાજી, ડાબા પગમાં પણ ખંજવાળ આવે છે.
બાબાજી : વત્સ, યાત્રાના યોગ બની રહ્યા છે.
ચેલો : બાબાજી, પેટ પર પણ ખંજવાળ આવે છે.
બાબાજી : ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.
ચેલો : બાબાજી, ગળા પર પણ ખંજવાળ આવે છે.
બાબાજી : અહીંથી દૂર જતો રહે, તને ખંજવાળની બીમારી છે.
જોક્સ :
ચંપક : પપ્પા, મને એક છોકરી ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.
પપ્પા : એક વાત જણાવ, શું તે પણ તને પસંદ કરે છે?
ચંપક (શરમાઈને) : હા….
પપ્પા : જેની પસંદગી આવી હોય એવી છોકરીને હું મારા ઘરની વહુ નહીં બનાવી શકું.
જોક્સ :
પત્ની (ગુસ્સામાં) : હું ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી રહી છું.
પતિ : કેમ?
પત્ની : આજે હું મ-ર-તા મ-ર-તા બચી છું.
પતિ : પ્લીઝ ડાર્લિંગ, તેને એક તક તો આપ.
પતિ હજી સુધી કોમામાં છે.