મજેદાર જોક્સ : ગ્રાહક : આ કપડાં પર લખ્યું છે 70 ટકા કોટન, 35 ટકા ટેરેલિન. આ તો 105 ટકા થયા. દુકાનદાર …

0
4757

જોક્સ :

ચિન્ટુ તેની પત્નીને પૂછે છે,

ચિન્ટુ : ગરમ શું ​​છે?

પત્ની : ચાઉમીન.

ચિન્ટુ : એનાથી ગરમ?

પત્ની : સૂપ.

ચિન્ટુ : અને એનાથી ગરમ?

પત્ની : ઉકળતુ પાણી.

ચિન્ટુ : અને એનાથી પણ ગરમ?

પત્ની : આગનો ગોળો છે.

ચિન્ટુ : જા એ હાથમાં પકડીને લઇ આવ, મારે સિગારેટ સળગાવવાની છે.

જોક્સ :

ગ્રાહક : આ કપડાં પર લખ્યું છે – 70 ટકા કોટન, 35 ટકા ટેરેલિન. આ તો 105 ટકા થયા.

દુકાનદાર : એ તો કાપડ ધોવાયા પછી પાંચ ટકા ચઢશે ને.

જોક્સ :

પત્ની અંતિમ શ્વાસ લઇ રહી હતી. તેણે પતિને પાસે બોલાવીને ગળગળા અવાજે કહ્યું :

ડાર્લિંગ, હું જઈ રહી છું. જતાં પહેલા હું મારા બધા ગુન્હા તમારી સામે કબૂલ કરવા માંગુ છું.

મેં જ તમારી સૂટકેસમાંથી દસ હજાર રૂપિયા લીધા હતા.

હું તમારા મિત્રને ચોરી છૂપે મળતી હતી.

મેં જ તમારા કાળા ઘનની સૂચના ઈંકમ ટેક્ષ વિભાગને આપી હતી.

મેં જ…

પતિ વચ્ચે જ બોલ્યો : છોડ ડાર્લિંગ હવે વીતી વાતોને ભૂલી જા.

જે થઈ ગયુ તે થઈ ગયુ. આમ તો મેં જ ત-નેઝે-ર આપ્યુ છે, જેને કારણે તું ઉપર જઈ રહી છે.

જોક્સ :

ડોક્ટરે પોતાનું નવું ક્લિનિક ખોલ્યું અને થોડી વાર પછી એક માણસ આવ્યો.

ડોક્ટરે પોતાને વ્યસ્ત બતાવવા માટે ફોન ઉપાડ્યો અને એપોઇન્ટમેન્ટની વાત શરૂ કરી.

બે ત્રણ મિનિટ પછી ડોક્ટર પેલા માણસને પૂછે છે : હા, બોલો, શું થયું છે તમને?

માણસ : હું BSNL માંથી આવ્યો છું, વાત પુરી થઈ ગઈ હોય તો હું ટેલિફોન એક્ટિવેટ કરી દઉં.

જોક્સ :

છગન : હું નાળિયેરના ઝાડ પર ચડીશ તો એન્જીનીયરીંગ કોલેજની છોકરીઓ દેખાશે?

મગન : હા. અને ઉપર જઈને હાથ છોડી દેશે તો મેડીકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે.

જોક્સ :

શિક્ષક વ્યાકરણ શીખવી રહ્યા હતા.

તેમણે પૂછ્યું : “શ્યામ ડા-રૂ પીતો નથી” આ વાક્યમાં શ્યામ શું છે તે કહો.

સંજુ : શ્યામ ભક્ત છે અને હાલ વ્રત ચાલી રહ્યા છે.

શિક્ષકે સંજુનો મરઘો બનાવીને કહ્યું : મૂર્ખ આ વાક્યમાં શ્યામ એ વિષય છે.

જોક્સ :

શિક્ષક : 1869 માં શું થયું હતું?

ટપ્પુ : સર ગાંધીજીનો જન્મ થયો હતો.

શિક્ષક : સાચો જવાબ. તું બેસી જા.

હવે મને એ કહે પપ્પુ, 1872 માં શું થયું હતું?

પપ્પુ : સર ગાંધીજી ત્રણ વર્ષના થયા હતા. હવે હું પણ બેસી જાઉં.

શિક્ષક : હા જરૂર, પણ પ્રિન્સિપાલની ઓફિસની બહાર.

જોક્સ :

એક છોકરીની તેના બોયફ્રેન્ડ સાથે લાંબા સમયથી વાત થઈ રહી ન હતી.

તે છોકરીએ ફેસબુક પર રોમેન્ટિક પોસ્ટ મૂકી,

‘ધીરે ધીરે સે મેરી જિંદગીમેં આના…’

થોડી વાર પછી છોકરાની કોમેન્ટ આવી :

ધીમે ધીમે જ આવી રહ્યો હતો,

પણ તારા મહોલ્લાના લોકોએ મને ચોર સમજીને ધોઈ નાખ્યો.

જોક્સ :

સાંજે ઓફેસેથી પાછા આવી પતિએ જોયુ કે પત્ની અરીસાની સામે પોતાનું શરીર નિહાળી રહી હતી.

પતિને જોઈને તે બોલી : આજે હું ડોક્ટર પાસે ગઈ હતી, તેમણે મારુ શરીર જોઈને મારી ઘણી પ્રશંસા કરી.

તે કહી રહ્યા હતા કે આટલુ સુંદર શરીર તેમણે કદી નથી જોયુ.

પતિ ગુસ્સે થઈ બોલ્યો : શું તેણે એ ગઘેડાની ચર્ચા નહી કરી જે દરેક સમયે તારા મગજમાં છવાય રહે છે.

પત્ની : નહીં તમારા વિશે તો એમણે કંઈ જ ન કહ્યું.