ચાર રસ્તા ઓળંગતી વખતે સતર્ક રહો, આ નાની વસ્તુ સાબિત થઈ શકે છે મોટા ટોટકા, કરી શકે છે નુકશાન.

0
443

આ ગ્રહની ખરાબ અસરથી બચવા ચાર રસ્તા ઓળંગતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું, જાણો કેમ.

ઘરના વડીલો કહે છે કે ચાર રસ્તાની વચ્ચેથી નહિ પસાર થવું જોઈએ નહિ. સામાન્ય રીતે આજના ભણેલા-ગણેલા લોકો તેની પાછળનું કારણ નથી જાણતા. આ અણસમજને કારણ જ તેઓ પોતાના વડીલોની આ વૈજ્ઞાનિક વાતોને પણ નજર અંદાજ કરી દે છે. જે યોગ્ય નથી. હકીકતમાં ચાર રસ્તા રાહુનું પ્રતિનિધિત્વ કરે છે અને બધા લોકો જાણે છે કે કેટલાક પરિણામને છોડીને બાકી બધામાં રાહુ નકારાત્મક ભૂમિકા ભજવે છે.

રાહુ બુદ્ધિને તાળા મારી દે છે :

હકીકતમાં રાહુ ભ્રમ છે, માયા છે અને તે મૂંઝવણ ઉભી કરવામાં નિષ્ણાંત હોય છે. તે મનને મૂંઝવે છે. મનને શાંત રાખવું ખુબ જરૂરી છે. એટલે કહેવામાં પણ આવ્યું છે કે વિનાશ કાળે, વિપરીત બુદ્ધિ એટલે કે જયારે ખરાબ સમય આવે છે ત્યારે બુદ્ધિ ઉંધી દિશામાં વિચારવા લાગે છે એટલે મનને હંમેશા શાંત અને સ્થિર રાખવું જોઈએ. વિષ્ણુ પુરાણમાં જીવન જીવવાના કેટલાક નિયમો બતાવ્યા છે, જેનું પાલન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને પ્રભુ પ્રસન્ન થાય છે.

ચાર રસ્તાની વચ્ચે પડેલી વસ્તુથી બચીને નીકળો :

જયારે આપણે ક્યાંક જઈએ છીએ ત્યારે રસ્તામાં ઘણી બધી નકારાત્મક વસ્તુઓ જોવા મળે છે, એને ક્યારેય પણ ઓળંગાવી જોઈએ નહિ. કેટલીક વસ્તુમાં નકારાત્મક ઉર્જા હોય છે અને તેની અસર પણ નકારાત્મક હોય છે. જેવા કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે છે કે તેની સકારાત્મક ઉર્જા ઓછી થઈ જાય છે. તેમાં નકારાત્મકતા વધી જાય છે એટલે વડીલો ચાર રસ્તાથી નીકળતા સમય સાવચેત રહેવાનું કહે છે.

એટલા માટે કરવામાં આવે છે લા-શ-ને સ્પર્શ કર્યા પછી સ્નાન :

શાસ્ત્રો પ્રમાણે મ-રૂ-ત વ્યક્તિને સ્પર્શ કરવાથી વ્યક્તિ અપવિત્ર થઈ જાય છે. અપવિત્રનો મતલબ છે કે નકારાત્મક શક્તિ આવી જાય છે. એટલે નિયમ બનાવામાં આવેલાં છે કે અંતિમયાત્રામાંથી આવ્યા પછી સ્નાન કરવું જોઈએ. તેથી ત્યાંની નકારાત્મકથી છુટકારો મળી જાય અને તમે પાછા પહેલા જેવા થઇ જાવ. તેમજ અંતિમયાત્રામાં કેટલાય પ્રકારના શ-બ-માં ઘણા પ્રકારના બેક્ટેરિયા થઈ જાય છે, એવામાં ચેપ લાગવાનો ભય રહે છે. સ્નાન કરવાથી તે ચેપથી બચી શકાય છે.

મ-રૂ-ત જાનવરના ઉપરથી ન નીકાળો વાહન :

જો રસ્તામાં મ-રૂ-ત જાનવર પડેલું હોય તો ક્યારેય પણ તેના ઉપરથી પોતાનું વાહન ન નીકાળવું જોઈએ. મ-રૂ-ત જાનવર નકારાત્મક શક્તિ છોડી રહ્યું હોય છે, એવામાં આ નકારાત્મક ઉર્જાની તમારી પર ખોટી અસર પડી શકે છે.

ખુબ અપવિત્ર માનવામાં આવે છે વાળના ગુચ્છા :

શાસ્ત્રોમાં શુભ સમય અને સકારાત્મકના વિશે કેટલીય વાતો કહેવામાં આવી છે. રસ્તામાં નીકળતી વખતે કેટલીયવાર વાળના ગુચ્છા જોવા મળે છે, એ પણ ખુબ અપવિત્ર હોય છે. તેને ક્યારેય પણ ઓળંગવું ન જોઈએ અને તેનાથી બચીને નીકળવું જોઈએ, ક્યારેય પણ તેની ઉપર ન નીકળો. વાળ નકારાત્મક શક્તિ કાઢે છે અને એના પર રાહુનો સીધો પ્રભાવ હોય છે. પ્રયત્ન કરો કે તમારી લંબાઈ જેટલું અંતર બનાવીને જ નીકળો.

તેવી જ રીતે ઘણીવાર તમને રસ્તા અને ચાર રસ્તા પર વિવિધ પ્રકારના કાંટાઓ જોવા મળે છે. તાંત્રિક ઉપાયોમાં કાંટાનો પ્રયોગ કરવામાં આવે છે. જીવનમાં કાંટા રૂપી બાધાઓને દુર કરવા માટે તંત્ર સાધના કરીને રસ્તા અથવા ચાર રસ્તા પર કાંટા મુકવામાં આવે છે. તેને ઓળંગવું સારું નથી. એ કાંટાથી અંતર બનાવીને જ રહો.

પૂજન સામગ્રી અથવા ભોજન રાખ્યું હોય તો પણ રાખો ધ્યાન :

ઘણીવાર જોવા મળે છે કે ચાર રસ્તા પર પૂજન સામગ્રી અથવા ભોજન રાખેલું હોય છે. હકીકતમાં પૂર્વજો માટે ખોરાક રાખવાનો કાયદો છે. ચાર રસ્તા રાહુનું પ્રતિનિધિત્વ કરે છે અને પૂર્વજો પણ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી દુર જ રહેવું જોઈએ. ક્યાંક રાખ અથવા સળગેલું લાકડુ રાખેલું હોય તો તેને પણ ઓળંગવું ન જોઈએ. ત્યાંથી નકારાત્મક શક્તિ નીકળે છે જે તેને ઓળંગવાવાળા વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.

કેટલાક લોકો બાળકો અથવા મોટાની નજર ઉતારીને લીંબુ ચાર રસ્તા પર રાખી દે છે, તેને પણ ઓળંગવું સારું નથી. જો તમે એવી કોઈ નકારાત્મક વસ્તુની ઉપરથી ભૂલથી નીકળી જાઓ તો પોતાના ઇષ્ટદેવનું 11 વાર નામ લઈને આગળ વાંધો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરતા કરતા નીકળી જાઓ. તેનાથી નકારાત્મક શક્તિની અસર ઓછી થઈ જાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.