એકદમ ક્રિસ્પી કુરકુરી ને હેલ્ધી ઘણા સમય સુધી તાજી રહેતી ઘઉંના લોટની ચકરીની રેસીપી.

0
773

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં બનાવીશું ઘઉં ના લોટ ની ચકરી. ઘઉં ના લોટ ની ચકરી બહુ ટેસ્ટ અને ક્રિસ્પી બને છે. તેને બનાવવાનું બહુ જ સરળ છે તો ચાલો આજે જોઈએ કે ઘઉં ના લોટ ની ચકરી કેવી રીતે બનાવવી.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

3/4 કપ છાસ

પાણી જરૂર મુજબ

મીઠું સ્વાદ અનુસાર

1 નાની ચમચી હળદળ

1/2 મોટી ચમચી લાલ મરચાનું પાઉડર

1/2 મોટી ચમચી તલ

2 મોટી ચમચી મરચા (વાટેલા)

રીત

ઘઉંના લોટ લો અને તેને એક કોટનના કપડામાં બાંધી દેવાનું. હવે એક ઈડલી કુકર માં પાણી ગરમ કરવા મુકીશુ, જયારે પાણી ગરમ થાય ત્યારબાદ તેને કૂકરના અંદર જે પ્લેટ આવે તેની ઉપર આ લોટને મુકશુ અને તેને 20 મિનિટ સુધી સ્ટીમ કરવા માટે મૂકી દો, અને તેને ફુલ ગેસે સ્ટીમ કરવા મૂકી દેવાનું. 20 મિનિટ વીત્યા બાદ તેને નીકાળી ઠંડુ કરવા મૂકી દો. ઠંડા થયા બાદ તે કપડાને ખોલી દેઈશું. સ્ટીમ થવાના કારણે લોટ થોડો કઠણ થઇ જાય તેના માટે તેને મીક્ષર વડે પાછું પાઉડર જેવું કરી નાખવું.

લોટ બાંધવા માટે બધા મસાલા નાખી દેઇશુ ખાલી છાસ અને પાણી નહિ નાખવાનો, લોટ બનાવવા માટે તેમાં છાસ નાખી તેનો લોટ બાંધવો જયારે છાસ પતિ જાય તો જ પાણીનો ઉપયોગ કરવાનો નહિ તો તેનો ઉપયોગ કરવો નહિ અને તેનો લોટ બાંધી દેવાનું છે.

ત્યાર બાદ જે ચકરી વણવાનો સંચો અથવા વાસણ આવે અને જે ચકરી બનાવવાની જાણી ને તેલ લગાવી દેવાનું છે અને તેની સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. એક પ્લેટ લઇ તેના ઉપર ચકરી બનાવી દેવાની છે અને ધ્યાન માં રાખવાનું કે ચકરી નો પહેલો અને છેલ્લા છેડા ને જોઈન્ટ કરી દેવાનો છે.

બધી ચકરી બનવ્યા બાદ તેને ધીમા ગેસે ફ્રાઈ કરી લેવાનું, જયારે ફ્રાઈ કરતા હોય ત્યારે તે એક બાજુ બ્રાઉન થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી નાખવાનું છે. જયારે ચકરી બંને સાઇડથી બ્રોઉન થઇ ગયા પછી તેને નીકાળી લઈશું. તમારી ઘઉં ના લોટ ની ચકરી તૈયાર છે અને તેને ઠંડી થઇ ગયા બાદ તેને એક નાના ડબામાં મૂકી 15 થી 20 દિવસ ઉપયોગ કરી શકો છો.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here