કેમ પૂજા કરતી વખતે સ્ત્રી અને પુરુષ ઢાંકી લે છે પોતાના માથા? ધાર્મિક માન્યતા સાથે છે વૈજ્ઞાનિક કારણ પણ.

0
790

જાણો કેમ પૂજા કરવાના સમયે સ્ત્રી અને પુરુષ બંને ઢાંકી દે છે પોતાનું માથું.

આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠની ઘણું મહત્વ છે. ઘણા લોકો પોતાની બાધા પુરી કરવા માટે પૂજા-પાઠ કરે છે, તો ઘણા લોકો એવા પણ હોય છે. જે પોતાના મનને શાંતિ પહોંચાડવા પૂજા-પાઠ કરે છે. એના સિવાય હિન્દૂ માન્યતા પ્રમાણે જયારે વ્યક્તિ પૂજા-પાઠ કરે છે અને ઈશ્વરનું ધ્યાન ધારે છે, તો એને ઘણા દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. એ જ કારણે હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પૂજા-પાઠ કરવું ઘણું જરૂરી છે, કેમકે એના વગર કોઈ પણ શુભ અવસર કે નવું કામ અધૂરું માનવામાં આવે છે. પૂજા-પાઠ કરવાથી વ્યક્તિના ઘણા પાપ પણ નાશ પામે છે.

એટલે જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો લોકો પોતાના પાપોથી મુક્તિ મેળવવા માટે પૂજા પાઠ કરે છે. પૂજા-પાઠ કરવાથી વ્યક્તિની ઘણી બધી ઈચ્છઓ પણ પુરી થઇ જાય છે. એટલા માટે હિન્દૂ ધર્મમાં દરેક દેવી-દેવતાઓની પૂજા જરૂર કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર અલગ અલગ દેવી-દેવતાઓની પૂજા કરે છે, પરંતુ બધાના મનમાં શ્રદ્ધા તો એક જેવી જ હોય છે. હા, ત્યારે જ તો વ્યક્તિ ભલે કોઈ પણ દેવી-દેવતાની પૂજા કેમ ન કરે પરંતુ પૂજા કરવાથી વ્યક્તિને લાભ જરૂર થાય છે. તમે પણ ઘણી વખત લોકોને ઘરમાં કે મંદિરમાં પૂજા કરતા જોયા હશે.

તમે જો ધ્યાન આપ્યું હોય, તો પૂજા દરમ્યાન દરેક વ્યક્તિ પોતાનું માથું કોઈ ને કોઈ કપડાથી જરૂર ઢાંકી કે છે. હા, એવામાં ભલે છોકરો હોય કે છોકરી, પરંતુ દરેક વ્યક્તિ પોતાનું માથું ઢાંકીને જ પૂજા કરે છે. પણ શું તમે વિચાર્યું છે? કે પૂજાના સમયે લોકો પોતાનું માથું કેમ ઢાંકે છે? ચોક્કસપણે એની પાછળ કોઈ કારણ તો છુપાયેલું જ છે. હવે પૂજાના સમયે મોટાભાગે સ્ત્રીઓ જ માથું ઢાંકે છે, પુરુષો ક્યારેક કયારેક જ પોતાનું માથું ઢાંકે છે. પરંતુ ઘણા બધા પુરુષો એવા પણ છે. જે પોતાનું માથું ઢાંકીને પૂજા કરે છે, કદાચ એમને ખબર હશે કે પૂજા કરવાની સાચી રીત કઈ છે.

વિચારવા જેવી વાત છે કે મહિલાની સામે કોઈ વડીલ આવે તો તે એમને સમ્માન આપવા માટે પોતાનું માથું ઢાંકી દે છે. એનો અર્થ છે કે ભગવાન સામે માથું ઢાંકીને આપણે એમને સમ્માન આપીએ છીએ. એના સિવાય એની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે. હા, એના વિષે પુજારીજીનું કહેવું છે કે સ્ત્રી હોય કે પુરુષ પરંતુ પૂજા સમયે માથું ઢાંકવાથી બંનેને લાભ મળે છે. તો ચાલો જાણીએ એનાથી મળતા લાભ વિશે.

૧) એવું માનવામાં આવે છે, કે પૂજાના સમયે માથું ઢાંકવાથી વ્યક્તિના મનની શાંતિ જળવાઈ છે અને વ્યક્તિના મનમાં ક્રોધ નથી આવતો. એનાથી માથાનો દુઃખાવો પણ ઓછો રહે છે અને આંખોની શક્તિ પણ વધે છે. આ કારણ છે કે માથું ઢાંકવાની પરંપરા ઘણા પહેલાના સમયથી ચાલી આવી રહી છે. ત્યાં સુધી કે ઘણી જગ્યાએ પુરુષો પૂજાના સમયે પોતાના માથા પર પાઘડી પણ બાંધી દે છે.

૨) એના સિવાય હવામાં ઘણા પ્રકારના સુક્ષ્મ જંતુઓ હોય છે, જે આપણા વાળોમાં ચોંટી શકે છે. આ જંતુઓ આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે માથું ઢાંકવું આપણા સ્વાથ્ય માટે સારું હોય છે.

3. તમને જાણીને નવાઈ લાગશે કે માથું ઢાંકવાથી તમને વાળોની ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે.

અમને વિશ્વાસ છે કે આ વાંચ્યા પછી હવે તમે પણ પૂજાના સમયે પોતાનું માથું જરૂર ઢાંકી રાખશો.