રસોઈ બનાવવી એ ઘણા લોકોને પસંદ હોય છે, પરંતુ કેટલાક શિખાઉ લોકો એવા પણ હોય છે જે પહેલીવાર ભોજન બનાવતી વખતે એવી ભૂલો કરે છે કે લોકો હસી પડે છે. જો કે રસોઈ બનાવતી વખતે કોઈ ભૂલ થવી સામાન્ય વાત છે, પરંતુ તેઓએ જે કર્યું તે જોઈને આખી દુનિયા તેમના પર હસશે.
ચાલો સાથે મળીને કુકિંગ ફેઈલના આ ફની ફોટાનો આનંદ લઈએ. સાથે તેમની પાસેથી કંઈક શીખીશું જેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય.

(1) બાફેલું ઈંડું બચ્ચા જેવું દેખાવા લાગ્યું. (2) આ બળેલા ટોસ્ટની પણ આંખ છે.
(3) જ્યારે બ્રાઉની કાળી થઈ જાય તો લોકો આવી રીતે તેનો ઉપયોગ કરે છે. (4) પીઝાની હાલત આવી ના થાય એટલા માટે ઓવનમાં યોગ્ય ટાઈમર સેટ કરવું મહત્વપૂર્ણ છે.
(5) સેન્ડવીચમાં ચીઝ તો છે અને તે ઉપરથી એવું બળી ગયું છે કે કોઈ ખાય જ નહીં. (6) ગાર્લિક બ્રેડની કેવી હાલત કરી નાખી છે, તે તો ઓળખાતું પણ નથી.
(7) અહીં તો ચીઝ છરી કરતા મજબૂત નીકળ્યું.
(8) આ પેનમાં પેનકેક પણ છે, ધ્યાનથી જોશો તો દેખાશે.
(9) આ નાનકડી છોકરી એકલી કેક બનાવવા નીકળી હતી, પણ રસોડાની આવી હાલત કરી દીધી. (10) પેનકેકને હવામાં પલટાવાનો નિષ્ફળ પ્રયત્ન. પેન કેક ઉછાળી તો ખરી પણ પેનમાં પડવાની જગ્યાએ ચીમની પર પડી ગઈ.
(11) આ પિઝાની સ્લાઈસ તો જાતે જ બની ગઈ. (12) આ કાળી સેન્ડવીચ કોઈ ખાવા નહિ માંગે.
(13) બ્રાઉન રાઇસ સાથે ઇંડા બાફવા મૂકે તો આવું ફળ મળે.
(14) આ બેદરકારીનું પરિણામ છે. ઓવન જ ઓગળી ગયું.
(15) ઓવનનો કાળજી પૂર્વક ઉપયોગ કરવો.
(16) બિલાડીના ચહેરાના આકારના પીઝા બનાવવા પ્રયત્ન કર્યો, પણ તે લોકોને ડરાવે એવા બની ગયા.
(17) આમણે ચોખાને બદલે મીઠું રાંધ્યું. (18) કૂતરાને રસોડાથી દૂર જ રાખજો નહિ તો આવી હાલત થશે.
(19) મિટિંગ પહેલા ચોખા બાફવા મુક્યા હતા, પણ હવે ચોખા નથી બચ્યા.
(20) આમાં એવું તે શું ગરમ કરવા મૂક્યું હતું કે આવી હાલત થઈ ગઈ.
આમના જેવી ભૂલનું તમે પુનરાવર્તન ન કરતા.