આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણીની તારીખને લઈને છે મૂંઝવણ, આજે જ નોંધી લો કઈ તારીખે ઉજવવી જન્માષ્ટમી.

0
309

જન્માષ્ટમી ક્યારે ઉજવવી 18 કે 19 ઓગસ્ટે, જાણો મુખ્ય કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી ક્યારે ઉજવાશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કે આઠમ તિથીએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી જ આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવારને લઈને જ્યોતિષીઓમાં મતભેદ જોવા મળી રહ્યા છે. કેટલાક જ્યોતિષીઓ કહે છે કે જન્માષ્ટમીનો તહેવાર 18 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવો જોઈએ, જ્યારે કેટલાક કહે છે કે આ તહેવાર 19 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવો શાસ્ત્ર અનુસાર યોગ્ય છે.

જો કે, મોટાભાગના પંચાંગોમાં 19 ઓગસ્ટે જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું સમર્થન કર્યું છે. તો આવી જાણીએ કે શ્રી કૃષ્ણના જન્મ સ્થળ સહિતના અન્ય મુખ્ય મંદિરોમાં આ તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.

જન્માષ્ટમીને લઈને મતભેદ કેમ છે?

પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 18 ઓગસ્ટ, ગુરુવારના રોજ રાત્રે 09:21 થી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 19 ઓગસ્ટ, શુક્રવારની રાત્રે લગભગ 11 વાગ્યા સુધી રહેશે. ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથીએ રાત્રે 12 વાગ્યે થયો હોવાથી કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ યોગ 18 ઓગસ્ટના રોજ બની રહ્યો છે. જ્યારે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, 19 ઓગસ્ટના રોજ આખો દિવસ અષ્ટમી તિથિ હશે અને આ તિથિએ સૂર્યોદય પણ થશે, જેના કારણે 19 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવો શ્રેષ્ઠ રહેશે.

આ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી 19 તારીખે જ ઉજવવામાં આવશે :

આ મતભેદને દુર કરી મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના અધિકારીઓએ 19 ઓગસ્ટની રાત્રે જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાનું કહ્યું છે. બીજી તરફ દ્વારકાધીશ મંદિરમાં 19 ઓગસ્ટે જ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. બાંકે બિહારી મંદિરમાં પણ 19 તારીખે જ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. બાંકે બિહારીમાં જન્માષ્ટમી પર યોજાનારી મંગળા આરતી 19-20 ઓગસ્ટની રાત્રે 2 વાગ્યે થશે. જો કે, સ્થાનિક પરંપરાઓ અનુસાર, કેટલીક જગ્યાએ જન્માષ્ટમી 18 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.

આ વખતે બંને દિવસ રોહિણી નક્ષત્ર રહેશે નહીં :

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની રાત્રે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે રોહિણી નક્ષત્રનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ આ વખતે 18 અને 19 તારીખે રોહિણી નક્ષત્રનો સંયોગ નથી બની રહ્યો. પંચાંગ અનુસાર 19 ઓગસ્ટે કૃતિકા નક્ષત્ર રાત્રે લગભગ 1:53 વાગ્યે રહેશે. આ પછી રોહિણી નક્ષત્ર શરૂ થશે. એટલે કે આ વખતે જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્રનો સંયોગ નહીં બને.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.