મજેદાર જોક્સ : નોકરાણી : શેઠાણી, જલ્દી આવો તમારા બાળકે મચ્છર ખાઈ લીધું છે, શેઠાણી : અરે જલ્દી…

0
3316

જોક્સ :

છોકરો (ફોન પર) : શું તું વોટ્સએપ પર છે?

છોકરી : ના, હું મારા ઘરે છું.

છોકરો : એટલે શું તું વોટ્સએપ વાપરે છે?

છોકરી : ના હું ગોરી થવા માટે ક્રીમ વાપરું છું.

છોકરો : અરે પાગલ! તું વોટ્સએપ ચલાવે છે?

છોકરી : ના! મારી પાસે સાઈકલ છે તે જ ચલાવું છું.

છોકરો : અરે મારી માં! તને વોટ્સએપ ચલાવતા આવડે છે?

છોકરી : તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ?

જોક્સ :

કેટલાક લોકો વોટ્સએપ માત્ર બે જ સ્ટેટસ પોસ્ટ કરો.

પહેલું – શુભ સવાર.

બીજું – શુભ રાત્રિ.

તેમને જોઇને એવું લાગે છે કે વોટ્સએપની દુકાનનું શટર ખોલવા અને બંધ કરવાની જવાબદારી તેમની છે,

અને સામાન ખરીદવા અને વેચવાની જવાબદારી આપણી.

જોક્સ :

પત્ની : પહેલા મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.

પતિ : હજી પણ એવું જ છે.

પત્ની (ખુશ થઈને) : સાચે…

પતિ : હા, પહેલા 300 ML ની હતી, હવે 2 લીટરની છે.

જોક્સ :

એક માણસ 12 વર્ષ બાદ જેલમાંથી છૂટ્યો.

તે મેલા કપડાં પહેરીને ખૂબ થાકીને ઘરે પહોંચ્યો.

ઘરે પહોંચતા જ પત્ની બુમો પાડવા લાગી,

તમે આટલા સમય ક્યાં ફરી રહ્યા હતા?

તમને તો 2 કલાક પહેલા જ છોડી દેવામાં આવ્યા હતા.

તે માણસ પાછો જેલમાં જતો રહ્યો.

જોક્સ :

પતિ (મ-ર-તા સમયે પોતાની પત્નીને) : મેં કબાટમાંથી તારા સોનાના દાગીના ચોરી લીધા હતા.

પત્ની રડતા રડતા : વાંધો નહીં.

પતિ : તારા ભાઈએ આપેલા એક લાખ રૂપિયા પણ મેં ગાયબ કરી દીધા હતા.

પત્ની : વાંધો નહિ, મેં તમને માફ કરી દીધા.

પતિ : મેં તારી કિંમતી સાડીઓ ચોરીને મારી ગર્લફ્રેન્ડને આપી હતી.

પત્ની : વાંધો નહિ. તમને ઝે-ર પણ મેં જ આપ્યું હતું. એટલે હિસાબ બરાબર થઈ ગયો.

જોક્સ :

શિક્ષક : જણાવો સ્વર અને વ્યંજનમાં શું તફાવત છે?

વિદ્યાર્થી : સ્વર મોં માંથી બહાર નીકળે છે અને જમવા બેસીએ ત્યારે વ્યંજનો મોં માં જ રહી જાય છે.

જોક્સ :

દિયર ને માથામાં ઈજા થઈ હતી.

ભાભી : આ કેવી રીતે થયું?

દિયર : અરે ભાભી, હું ઈંટ વડે પથ્થર તોડી રહ્યો હતો.

ભાભી : તો તેમાં માથામાં ઈજા કેવી રીતે થઈ?

દિયર : ભાભી, એ દરમિયાન એક પાડોશીએ મને કહ્યું ક્યારેક મગજનો ઉપયોગ કરવો જોઈએ.

મેં તેમની સલાહ માની તો આવી હાલત થઈ.

જોક્સ :

શિક્ષક : ભણવાનું શરૂ કરો, પરીક્ષાઓ આવવાની છે.

સોનુ : સર, હું દિવસ-રાત અભ્યાસ કરું છું, તમે ઈચ્છો તો કંઈપણ પૂછી શકો છો.

શિક્ષક : સારું તો જણાવ, લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો?

સોનુ : મજૂરોએ.

શિક્ષક : અરે પાગલ, મારો મતલબ કોણે બનાવડાવ્યો હતો?

સોનુ : સર, તે સમયના કોન્ટ્રાક્ટરે બનાવડાવ્યો હશે, દરજી કે મોચી તો આ કામ કરી ન શકે ને.

જોક્સ :

નોકરાણી : શેઠાણી, જલ્દી આવો તમારા બાળકે મચ્છર ખાઈ લીધું છે.

શેઠાણી : અરે જલ્દી ડોક્ટરને બોલાવ.

નોકરાણી : તમારે ગભરાવાની જરૂર નથી,

મેં તેને ઓલ આઉટ પીવડાવી પીધું છે.

જોક્સ :

ડોક્ટર : તમારા પતિને આરામની ખૂબ જરૂર છે.

આ ઊંઘની ગોળીઓ મેડીકલમાંથી લઇ લેજો.

પત્ની : ડોક્ટર સાહેબ આ એમને ક્યારે આપવાની છે.

ડોક્ટર : આ તેમના માટે નથી, આ તો તમારા માટે છે.

જોક્સ :

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.

બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતી હતી, પણ હવે નથી કરતી.

પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું? મને પણ જણાવ.

બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતી ત્યારે મેં કહ્યું કે,

વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે. ત્યારથી તે ગુસ્સો નથી કરતી.