એવું કયું ઝાડ છે જેના પર ચઢી શકાતું નથી, યુપીએસસી ઈન્ટરવ્યુના આવા સવાલથી ચકરાઈ જશે મગજ.
દર વર્ષે લેવામાં આવતી UPSC પરીક્ષા માટે લાખો ઉમેદવારો તૈયારી કરે છે, પરંતુ આ પરીક્ષામાં માત્ર થોડા ઉમેદવારોને જ સફળતા મળે છે. ઘણા ઉમેદવારો પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પાસ કરે છે, પરંતુ તેમણે ઇન્ટરવ્યૂમાં નિરાશાનો સામનો કરવો પડે છે. તેથી ઇન્ટરવ્યૂમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તે જાણવું મહત્વનું બની જાય છે. UPSC ઈન્ટરવ્યુમાં એવા કેટલાક સવાલ પૂછવામાં આવે છે કે જેનાથી ઉમેદવારનું માથું ચકરાઈ જાય છે. તેથી તમારે ખૂબ જ કાળજીપૂર્વક સમજી વિચારીને જવાબ આપવો જોઈએ.
UPSC ઇન્ટરવ્યુમાં પૂછાયેલા પ્રશ્નો :
1. પ્રશ્ન : પેટ્રોલને ગુજરાતીમાં શું કહેવાય છે?
જવાબ : પેટ્રોલને ગુજરાતીમાં શીલાતેલ કહેવાય છે.
2. પ્રશ્ન : એક ટ્રક ચાલક રોંગ સાઇડમાં આવી રહ્યો હતો છતાં પણ પોલીસે તેને અટકાવ્યો નહિ. પોલીસકર્મીએ આવું કેમ કર્યું હશે?
જવાબ : ટ્રક ચાલક ચાલીને આવી રહ્યો હશે.
3. પ્રશ્ન : યુપીના મેરઠમાં શેરડી કેમ વધુ થાય છે?
જવાબ : ત્યાં શેરડીના ઉત્પાદન માટે ભૌગોલિક સ્થિતિ સારી છે.
4. પ્રશ્ન : આપણે દેશને દસ રાજ્યોમાં કેવી રીતે વહેંચીશું?
જવાબ : દેશના મેદાની પ્રદેશો, હિમાલયના રાજ્યો, ઉત્તર પૂર્વના રાજ્યોને એક ભેગા કરીને 10 રાજ્યો બનાવી શકાય છે.

5. પ્રશ્ન : ખાટું મધ ક્યાં મળે છે?
જવાબ : બ્રાઝિલમાં.
6. પ્રશ્ન : મૂડીવાદ શા માટે ખતમ નથી થઈ રહ્યો?
જવાબ : કાલ માર્ક્સે આપેલી થિયરી લોકોને કંટ્રોલ કરવાની હતી. પરંતુ લોકો આ થિયરીમાંથી બહાર આવીને માત્ર પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેથી જ મૂડીવાદ હાવી થઈ ગયો છે.
7. પ્રશ્ન : રાજકારણ શું છે?
જવાબ : નેતૃત્વ કરવા માટે જે જૂથો બનાવવામાં આવે છે, તેને રાજકારણ કહેવામાં આવે છે.
8. પ્રશ્ન : કયા ઝાડ પર ચઢી શકાતું નથી?
જવાબ : કેળાના.
9. પ્રશ્ન : સૌથી મોટા ફળનું નામ જણાવો જે ઝાડ પર ઉગે છે?
જવાબ: ફણસ.
10. પ્રશ્ન : કાપેલા સફરજનનો રંગ કેમ બદલાય છે?
જવાબ : સફરજનને જ્યારે કાપવામાં આવે છે ત્યારે તેમાં હાજર ફિનોલેજ એસિડ હવાના સંપર્કમાં આવે છે. આ કારણે તેનો રંગ બદલાય છે.
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.