જોક્સ :
મોનુ : તું આટલા લાંબા સમયથી શું વિચારી રહ્યો છે?
સોનુ : ગઈ કાલે રાતના તોફાનમાં મારા ઘરે કોઈનું ટી-શર્ટ ઉડીને આવ્યું હતું.
મોનુ : તો એમાં શું થયું?
સોનુ : હું વિચારું છું કે મારે તેની સાથે મેચિંગ પેન્ટ લેવું જોઈએ કે બીજા તોફાનની રાહ જોવી જોઈએ.
જોક્સ :
છગન સાયકલ પર બજારમાં જઈ રહ્યો હતો.
એક વિદેશી માણસે તેને રોક્યો.
વિદેશી : મારે તાજમહેલ જવું છે.
ચિન્ટુ : તો જા ને ભાઈ… આ રીતે બધાને કહેતો ફરીશ તો પહોંચીશ ક્યારે?
જોક્સ :
રમેશ તેના મિત્રને : આજે ત્યાં સુધી પોટલી પીશું જ્યાં સુધી સામે રહેલા ત્રણ ઝાડ છ ન દેખાય.
ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેમને કહ્યું : બસ કરો.
સામે એક જ ઝાડ છે. હવે તમે જંગલ બનાવશો કે શું?

જોક્સ :
પત્ની : હું જીવીશ નહિ.
પતિ : હું પણ નહિ જીવું.
પત્ની : હું તો બીમાર છું એટલે નહિ જીવીશ પણ તમે કેમ આવું બોલો છો?
પતિ : હું આટલું સુખ સહન નહિ કરી શકું.
જોક્સ :
છોકરીનું અ-પ-હ-ર-ણ થયું પણ તેને એક જ ટેન્શન હતું કે…
તેના પપ્પા પોલીસ અને મીડિયાને તેનો મેકઅપ વગરનો ફોટો ન આપી દે.
જોક્સ :
ડોક્ટર : તમારી એક કિડની ફેલ થઈ ગઈ છે.
ટીટુ પહેલા ખૂબ રડ્યો, પછી આંસુ લૂછતાં લૂછતાં બોલ્યો,
સાહેબ મને કહો કે તે કેટલા માર્ક્સથી ફેલ થઈ છે?
જોક્સ :
ભારતીય સિરિયલોમાં બધું પહેલાથી જ ફિક્સ હોય છે,
જો દીવો ઓલવાઈ ગયો તો તેનો અર્થ એ છે કે કોઈની ટિકિટ કપાઈ ગઈ.
અને પૂજાની થાળી પડી ગઈ એટલે કે અકસ્માત થયું.
જોક્સ :
છોકરી શાલ ઓઢીને ડોક્ટર પાસે ગઈ.
છોકરી : સવારથી ચક્કર આવી રહ્યા છે.
ડોક્ટર : તમારી નાડી તો બરાબર ચાલે છે, એકદમ ઘડિયાળ જેવી.
છોકરી : અરે ના, તમે ભૂલથી મારી ઘડિયાળ પર હાથ મૂકી દીધો છે.
જોક્સ :
બસમાં એક છોકરો ઊભો હતો. ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી તો તે એક છોકરી પર પડી ગયો.
છોકરી : નાલાયક, શું કરે છે?
છોકરો : પાણીપુરી વેચુ છું, અને તું?
જોક્સ :
પપ્પુને ઘણું દેવું થઈ ગયું હતું. માંડ માંડ દેવામુક્ત થયા પછી…
પપ્પુ : થેન્ક ગોડ! આપણે હવે દેવામાંથી બહાર આવી ગયા.
ટીના : વન્ડરફૂલ. હવે આપણને ફરીથી બધું ઉધાર મળવા માંડશે.
પપ્પુ બેહોશ થઈ ગયો.
જોક્સ :
શિક્ષક : બાળકો, મહાન વ્યક્તિ એ હોય છે જે હંમેશા બીજાને મદદ કરે છે.
પપ્પુ : તો પછી સાહેબ તમે પરીક્ષામાં પોતાની મહાનતા કેમ નથી દેખાડતા,
અને બીજા વિદ્યાર્થીઓને તેમની મહાનતા કેમ દેખાડવા નથી દેતા.
જોક્સ :
શનિના વર્ગમાં વર્તન વિષે તેના ટીચર તેની મમ્મી ટીનાને વાત કરતા કરતા,
ટીચર : તમારો દીકરો હોશિયાર છે, પણ વર્ગમાં છોકરીઓને ખૂબ પરે શાન કરે છે. શું કરીશું?
ટીના : તમારે જે કરવું હોય તે કરો. મારો વર પણ આવું જ કરતો રહે છે.
જોક્સ :
વહુ : મમ્મી, તમારા દીકરા હજી સુધી આવ્યા નથી.
ક્યાંક બીજી છોકરી સાથે તો નહિ હોય ને?
સાસુ : અરે, તું હંમેશા ઊંધું કેમ વિચારે છે?
એવું પણ બની શકે છે કે તે ટ્રક નીચે આવી ગયો હોય.