જોક્સ :
પપ્પુ : સર તમારી દીકરીએ મારી પત્ની બનવાની હા પાડી છે.
છગન કાકા : બીજું શું થાય? આંટાફેરા ઓછા કર્યા હોત આ નોબત આવતે નહિ. હવે આખી જિંદગી દુઃખી રહેજે.
જોક્સ :
એક બહેન દુકાનદાર સાથે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હતા.
દુકાનદાર : તમે વકીલના વાઈફ છો એટલે આર્ગ્યુમેન્ટ તો કરવાના જ છો.
તે બહેન : મારા આર્ગ્યુમેન્ટને મારા લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. મારી પાસે બે વિકલ્પ હતા,
ચોર અથવા વકીલ, મેં વકીલ પસંદ કર્યો.
જોક્સ :
સરિતા : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.
કેનીલ : પણ સરિતા, તું મને ફક્ત બે દિવસથી ઓળખે છે અને લગ્નની વાત કરે છે?
સરિતા : તારા પપ્પાનું જે બેંકમાં એકાઉન્ટ છે ત્યાં હું નોકરી કરું છું.

જોક્સ :
છોકરી : ચિંતામાં છે?
છોકરો : હા.
છોકરી : શાની ચિંતા છે?
છોકરો : તું મને લગ્ન કરવા કહેશે અને હું હા પાડીશ તો મારી અમ્મી એકલી થઇ જશે એની ચિંતા છે.
જોક્સ :
ટીના : તું કિરીટને પરણવાની છે?
મીના : હા, સાચી વાત છે કે હું કિરીટને પરણવાની છું.
ટીના : પણ એ ડબલ જિંદગી જીવે છે એની તને ખબર છે?
મીના : ખબર છે. પણ મારી ઉંમર વધતી જાય છે અને મારે સિંગલ જિંદગી જીવવી નથી.
જોક્સ :
વિનય : મારી સાથે લગ્ન કરી લે ને.
સવિતા : ના.
વિનય : મારા પપ્પાએ યુવાનીમાં જ લાખો બનાવેલા એ તને ખબર છે?
સવિતા : હા, પણ ડાર્લિંગ એ તો કહે છે કે હજી એ એમની પાસે છે.
જોક્સ :
મમ્મી : દીકરી તું છગન સાથે લગ્ન કરવાની જીદ્દ કેમ કરે છે?
દીકરી : એ ખુબ પૈસાદાર છે એટલે.
મમ્મી : દીકરી પૈસા જ સર્વસ્વ નથી હોતા.
દીકરી : મને ખબર છે મમ્મી. પણ મને એવો વર જોઈએ છે જે હસતો, બોલતો, ખુશાલ હોય.
અને જે કડકો હોય તે એવો હોઈ શકે જ નહિ.
જોક્સ :
હિના : તું પરેશ સાથે લગ્ન કેમ કરવાની છે?
ટીના : પરેશ બીજાઓથી ખુબ જુદો છે એટલે.
હિના : કઈ રીતે?
ટીના : હું આજ સુધી 8 જણાની ગર્લફ્રેન્ડ રહી પણ પરેશ સિવાય કોઈએ મને લગ્ન માટે પ્રસ્તાવ કર્યો નથી.
જોક્સ :
રમેશ : તું પ્રીતિ સાથે પરણી કેમ જતો નથી?
સુરેશ : એને બોલવામાં તકલીફ છે. એને હા બોલતા આવડતું જ નથી.
જોક્સ :
ગર્લફ્રેન્ડ : મેં પપ્પાને કહ્યું કે તું લેખક છે તો તે ખુબ ખુશ થયા.
બોયફ્રેન્ડ : તેમને વાંચવું ખુબ ગમે છે?
ગર્લફ્રેન્ડ : ના, તારી પહેલાના બોયફ્રેન્ડને ફેંકી દેવામાં એમને ખુબ તકલીફ થયેલી.
બોયફ્રેન્ડ : કેમ?
ગર્લફ્રેન્ડ : એ કરાટેનો ચેમ્પિયન હતો. પણ તું લેખક છે એટલે એમને બહુ તકલીફ નહિ થાય.
બોયફ્રેન્ડ શહેર છોડીને જતો રહ્યો.
જોક્સ :
પત્ની : ખુબ વિચારમાં છો?
પતિ : હા. જે છોકરીને હું ભૂલી જવા માંગુ છું એનું નામ યાદ નથી આવ્યું.
આ સાંભળી પત્નીએ એવી ધોલાઈ કરી કે હવે પતિને પોતાનું નામ પણ યાદ નથી આવતું.