મજેદાર જોક્સ : છગન જમીન પર માથું રાખીને અને પગ ઉપર રાખીને ઊભો હતો. મગન : અરે આમ ઊંધો કેમ…

0
6203

જોક્સ :

એક દિવસ પતિએ તેની પત્નીને દા-રૂ ચખા ડ્યો.

પત્ની : છી… આ તો કેટલો કડવો છે.

પતિ : તો તને શું લાગ્યું કે હું જલસા કરું છું…. હું ઝે-રના કડવા ઘૂંટ પીઉં છું.

જોક્સ :

જો તમારું પેટ બહાર આવી રહ્યું છે, તો ગભરાશો નહીં…

કારણ કે એર બેગ હંમેશા લક્ઝરી કારમાં જ હોય છે.

જોક્સ :

એક પ્રદર્શનમાં પ્રવેશદ્વાર ઉપર બોર્ડ લાગેલું હતું ‘પ્રવેશ મફત’.

કંજૂસ બકો પ્રદર્શનમાં ધૂસી ગયો. તેણે ફરી ફરીને પ્રદર્શન જોયુ, તેને ખૂબ મજા પડી, નવુ નવુ જાણવા મળ્યુ.

જ્યારે તે બહાર નીકળવાના ગેટ પર આવ્યો ત્યારે ત્યાં બોર્ડ લાગેલું હતું,

બહાર નીકળવાના 100 રૂપિયા.

પછી બકો કચરા પોટા કરીને નીકળ્યો પણ 100 રૂપિયા તો આપ્યા જ નહિ.

જોક્સ :

મોન્ટુ દા-રૂ પી-ને ગાડી ચલાવતો હતો.

અચાનક કાર થાંભલા સાથે અથડાઈ હતી

પોલીસ : બહાર નીકળ.

મોન્ટુ : માફ કરજો સર.

પોલીસ : હવે પછી દા-રૂ પી-ને ગાડી ચલાવશે?

મોન્ટુ : અરે ના સર, મેં તો પહેલાથી ઘણું દા-રૂ-પી-ધું છે, હજી કેટલું પીવડાવશો….

જોક્સ :

બેંક લૂંટ્યા બાદ…

લૂંટારો : તમે મને જોયો?

કારકુન : હા.

લૂંટારાએ કારકુનને ગો-ળી મા-રી-ને તેની બાજુમાં ઉભેલા છગનને પૂછ્યું,

તમે કંઈક જોયું?

છગન : ના, પણ મારી પત્નીએ જોયું છે, અને તે કહી રહી હતી કે પોલીસને પણ જણાવશે.

જોક્સ :

મધરાતે રમેશે તેની ગર્લફ્રેન્ડ પિંકીના ઘરનો દરવાજો ખખડાવ્યો.

પિંકી : કોણ છે?

રમેશ : હું?

પિંકી : હું કોણ છું?

રમેશ : અરે મૂર્ખ, તું પિંકી બીજું કોણ.

જોક્સ :

દિનેશ : યાર, હું આખી રાત ટ્રેનમાં સૂઈ શક્યો નહીં, મને ઉપરની સીટ મળી ગઈ, સાથે જ ગરમ પણ ખુબ હતી.

જયેશ : તો સીટ બદલવી જોઈતી હતી ને.

દિનેશ : તે કેવી રીતે બદલતે? નીચેની સીટ પર કોઈ આવ્યું જ ન હતું.

જોક્સ :

એકવાર એક છોકરીએ ભગવાન પાસે માંગ્યું,

હે ભગવાન એક સ્માર્ટ છોકરાને મારો બોયફ્રેન્ડ બનાવો.

ભગવાને કહ્યું : જો તે સ્માર્ટ હશે તો આ બધામાં નહીં પડે, દીકરી તું ઘરે જા અને ભણવામાં ધ્યાન આપ.

જોક્સ :

છગન જમીન પર માથું રાખીને અને પગ ઉપર રાખીને ઊભો હતો.

મગન : અરે આમ ઊંધો કેમ ઉભો છે?

છગન : મેં હમણાં જ માથાના દુ:ખાવાની દવા લીધી છે, તે પેટમાં ન જાય એટલા માટે ઊંધો ઉભો છું.

જોક્સ :

મગન અને તેની પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો.

મગન ગુસસામાં બોલ્યો : તારા જેવી તો 50 મળશે.

મગનની પત્ની હસી પડી ને બોલી : હજુ પણ મારા જેવી જ જોઈએ છે?

જોક્સ :

જયેશ : સાહેબ ખૂબ વરસાદ પડી રહ્યો છે, હું ઓફિસ નહિ આવું તો ચાલશે?

બોસ : તું જ વિચારી લે ભાઈ કે તારે આખો દિવસ કોની પાસે અપમાન કરાવવું છે… મારી પાસે કે તારી પત્ની પાસે?

જયેશ : ઓકે સર… હું ઓફિસે આવી રહ્યો છું.

જોક્સ :

પત્ની : આ શું લાવ્યા છો?

પતિ : હું ફિલ્મની ટિકિટ લાવ્યો છું.

પત્ની : અરે વાહ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.

પતિ : હા, એ બરાબર. તું અત્યારથી તૈયાર થા તો જ તૈયાર થઈ રહીશ. કારણકે ટિકિટો આવતીકાલની છે.