આજની ચેલેન્જ ગેમ : આ પથ્થરોની વચ્ચે છુપાયેલું છે એક સસલું, શોધવામાં નિષ્ફ્ળ થયા છે લાખો લોકો.

0
2324

આપણી નજર મોટાભાગે એ વસ્તુઓ પર જાય છે, જે ઉપસેલી દેખાય છે કે મોટી મોટી દેખાય છે. પરંતુ જો કોઈ વસ્તુ નાની હોય તો આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. કેટલીકવાર આપણે નાનામાં નાની વસ્તુને પણ શોધવામાં નિષ્ફળ જઈએ છીએ. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેમની આંખો ખૂબ જ તેજ હોય છે અને છુપાયેલી વસ્તુઓને થોડીક સેકન્ડમાં શોધી લે છે. હાલના દિવસોમાં, ઓપ્ટિકલ ઇલ્યુઝનના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેને લોકો સૌથી વધુ જોવા માંગે છે અને તેના કોયડા ઉકેલવાનો પ્રયત્ન કરે છે.

આ ઓપ્ટિકલ ઇલ્યુઝનના ફોટામાં તમને સસલું દેખાય છે?

આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સસલું પથ્થરોની વચ્ચે છુપાયેલું છે, પરંતુ કોઈ તેને સરળતાથી શોધી શકતું નથી. લોકોની નજર સેંકડો વખત આ ફોટા પર ગઈ અને કેટલીકવાર કેટલાક લોકોએ ધ્યાનથી આ ફોટાને જોયો, છતાં મોટાભાગના લોકો સસલાને શોધી શકયા નથી. માત્ર માસ્ટરમાઇન્ડ અને પ્રતિભાશાળી લોકો જ ફોટામાં સસલાને શોધી શકે છે. પથ્થરોનો રંગ અને સસલાનો રંગ સમાન દેખાય છે આથી કોયડો મુશ્કેલ બની જાય છે.

સસલું પથ્થરોની વચ્ચે સંતાઈને બેઠું છે :

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા ફોટામાં તમે પથ્થરોથી ભરેલી ટેકરી જોઈ શકો છો. તેમાં ઘાસ પણ ઉગી ગયું છે, પરંતુ ખૂબ ધ્યાન આપ્યા પછી પણ સસલું દેખાતું નથી. આમ તો સસલાને શોધવું કોઈ મોટી વાત નથી. સસલાને શોધવા માટે તેજ નજર અને સતર્કતાની જરૂર પડે છે. જ્યારે તમે નજીકથી જોશો, ત્યારે તે સસલું તમને ફોટાની મધ્યમાં દેખાશે.

જો તમને હજી પણ સસલું નથી મળ્યું, તો સૌ પ્રથમ તમારું ધ્યાન ફોટાની બરાબર મધ્યમાં કેન્દ્રિત કરો. તમે પથ્થરો વચ્ચે એક મોટું છિદ્ર જોશો. આ છિદ્ર પાસે એક નાનું સસલું છુપાયેલું છે.