ચેલેન્જ ગેમ : આ ફોટામાં છુપાયેલું છે એક જંતુ, 10 સેકન્ડમાં શોધી કાઢો તો જીનીયસ કહેવાશો.

0
1276

પાંદડાઓની વચ્ચે છુપાયેલું છે લીલા રંગનું જંતુ, તેને શોધવા માટે તમારી પાસે હોવી જોઈએ બાજ જેવી નજર.

સોશિયલ મીડિયા પર દરરોજ લાખો ફોટા વાયરલ થાય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ ઓપ્ટિકલ ઈલ્યુઝનની વાત કંઈક અલગ જ હોય છે. તે ખૂબ જ મૂંઝવણ ભરેલા હોય છે, પરંતુ જો આ ફોટા પર તમારું મગજ દોડાવવામાં આવે તો તેનાથી તમારી માનસિક કસરત થઈ જાય છે. તાજેતરના દિવસોમાં, એવો જ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના મગજને મૂંઝવણમાં મૂકી દીધા છે.

ઘણા ઓપ્ટિકલ ઈલ્યુઝન તો એવા પણ હોય છે, જેને ઉકેલવામાં મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે. પણ અમુક લોકો એવા હોય છે જેમના મગજની બત્તી ઝડપથી ચાલુ થઈ જાય છે અને તેઓ એ ઓપ્ટિકલ ઈલ્યુઝનને ઉકેલવામાં સક્ષમ હોય છે. અન્ય લોકો તેને ઉકેલવામાં માથું ખંજવાળતા રહી જાય છે. અમે તમારા માટે એવી જ એક મગજનું દહીં કરતી ઓપ્ટિકલ ઈલ્યુઝન ચેલેન્જ લઈને આવ્યા છીએ, જેમાં પાંદડાની વચ્ચે છુપાયેલા એક જંતુને શોધવાનું છે.

અહીં જુઓ ફોટો :

વાયરલ થઈ રહેલા ઓપ્ટિકલ ઈલ્યુઝન વાળા ફોટામાં પાંદડાની વચ્ચે રહેલા એક જંતુને શોધવાનું છે. તેના માટે તમારે તમારા મગજના ઘોડા દોડાવવાના છે અને પાંદડાઓમાં છુપાયેલા જંતુને 10 સેકન્ડમાં શોધવાનું છે. જો તમે આ ફોટાને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ બગીચાનો ફોટો છે. આમાં તમને છોડના પાંદડા દેખાશે. આ પાંદડાઓ પર ક્યાંક એક જંતુ બેઠું છે. તેને શોધવું મુશ્કેલ કાર્ય છે. તમે પણ તે છુપાયેલા જંતુને શોધવાનો પ્રયત્ન કરી જુઓ.

અહીં આ ઓપ્ટિકલ ઈલ્યુઝનનો જવાબ છે :

જો તમને આ ફોટામાં જંતુ નથી મળી રહ્યું, તો ફોટાને થોડું વધારે ધ્યાનથી જુઓ તમને જવાબ આપોઆપ મળી જશે. તેમ છતાં પણ તમને જંતુ નથી મળી રહ્યું અને તમારા મગજનું દહીં બની ગયું છે, તો ચાલો તમારું કામ થોડું સરળ બનાવીએ અને કહીએ કે તે જંતુ ક્યાં છુપાયેલું છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ પાંદડાઓની વચ્ચે તે જંતુને શોધવું મુશ્કેલ છે, કારણ કે તે જંતુનો રંગ પણ પાંદડા જેવો જ લીલો છે. તે જંતુને શોધવા માટે, તમારે ફોટાની વચ્ચેના ભાગમાં જોવું પડશે. અહીં તમે લીલા રંગનું જંતુ દેખાશે. નીચેના ફોટામાં તેનો જવાબ આપવામાં આવ્યો છે.