મજેદાર જોક્સ : છગન : તને ખબર છે, મારી પત્ની દેવી છે. મગન : દેવી તો…

0
3206

જોક્સ :

છોકરીને જોઈને રસ્તા પર રખડતો એક છોકરો બોલ્યો : મારી સાથે આવીશ?

છોકરી : ક્યાં?

છોકરો : તું જ્યાં કહે ત્યાં?

છોકરી : ઠીક છે, તો ચાલ પોલીસ સ્ટેશન જઈએ.

છોકરો : અરે બહેન શું હું મજાક પણ નહીં કરી શકું.

જોક્સ :

દિનેશ : આજે જીવનમાં પહેલી વખત એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ઉડી.

મિત્ર : કેમ અત્યાર સુધી એલાર્મનો અવાજ કાને નહોતો પડતો.

દિનેશ :-ના, એવું નથી પણ આજે પત્નીએ ઘડિયાળ છુટ્ટી ફેંકી ને મારા માથા પર વાગી.

જોક્સ :

મચ્છરનો દીકરો આજે પહેલી વખત ઉડવા ગયો અને આખી રાત બહાર રોકાઈને સવારે પાછો આવ્યો.

તેના પિતાએ પૂછ્યું : કેવો અનુભવ રહ્યો?

દીકરાએ કહ્યું : અદ્ભુત… દરેક જણ તાળીઓના ગડગડાટથી મારું સ્વાગત કરી રહ્યા હતા.

જોક્સ :

છગન : તને ખબર છે, મારી પત્ની દેવી છે.

મગન : દેવી તો મારેય છે, પણ લ્યે કોણ?

જોક્સ :

શિક્ષક : તું શાળામાં આટલો મોડો કેમ આવ્યો?

બાળક : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.

શિક્ષક : તો તું કેમ મોડો આવ્યો?

બાળક : મારું એક બુટ મારી મમ્મી પાસે અને બીજું મારા પપ્પા પાસે હતું.

જોક્સ :

ભૂરો કીડા, મકોડા અને પશુપંખી વેચતા દુકાનદારને ત્યાં ગયો.

ભૂરો : તમે માંકડ અને ઊંદર રાખો છો?

દુકાનદાર : હા, કેટલા આપું?

ભૂરો : 200 માંકડ અને 80 ઊંદર.

દુકાનદાર : 200 માંકડ! 80 ઊંદર! આટલા બધાનું તમારે શું કરવું છે?

ભૂરો : ઘર ખાલી કરવાનું છે. મકાનમાલિકે કહ્યું છે કે, ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.

જોક્સ :

છગન મગનને કહી રહ્યો હતો, લોખંડ લોખંડને કાપે છે,

હીરો હીરાને કાપે છે.

ત્યારે જ પાછળથી એક કૂતરો આવ્યો અને છગનને કરડી ગયો.

મગન કાંઈ પૂછે એ પહેલા જ છગન ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યો.

જોક્સ :

છોકરી : તું મને કેટલો પ્રેમ કરે છે?

પ્રેમી : શાહજહાં મુમતાઝને કરતો એટલો.

છોકરી : તો મારા માટે તાજમહેલ બંધાવ.

પ્રેમી : મેં જમીન ખરીદી લીધી છે, બસ તારા ઉપર જવાની રાહ જોઈ રહ્યો છું.

જોક્સ :

પપ્પુ : લગ્ન એટલે શું?

મોન્ટી : લગ્ન એક એવું ગઠબંધન છે જેમાં 2 લોકો મળીને તે સમસ્યાઓના ઉકેલ માટે આખી જીંદગી પ્રયાસ કરે છે,

જે પહેલા ક્યારેય નહોતું.

જોક્સ :

ભારતમાં બાળકો બોર્નવિટાથી સફળ થાય છે.

પુરુષો રજનીગંધાથી અને

મહિલાઓ ફેર એન્ડ લવલીથી.

બાકી ડીગ્રી બિગ્રી બધું મોહ માયા છે.

જોક્સ :

દર્દી : ડોક્ટર સાહેબ, ઝાડા-ઉલટીએ હાલત ખરાબ કરી દીધી છે.

ડોક્ટર : કેવા થાય છે?

દર્દી : એટલા પાતળા કે તમે તેનાથી કોગળા કરી શકો છો.

ડોક્ટર બેભાન થઈ ગયો.

જોક્સ :

પત્નીએ પતિને પૂછ્યું : મને કહો કે તમે મૂર્ખ છો કે હું?

પતિ (શાંત ચિત્તે) : ડાર્લિંગ એ વાત બધા જાણે છે કે તું બહુ તેજ બુદ્ધિનો માલિક છે.

એટલા માટે એવું ક્યારેય ન થઈ શકે કે તું કોઈ મૂર્ખ સાથે લગ્ન કરે.

આટલું કહીને પતિએ પોતાને બચાવી લીધો.

જોક્સને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.