મજેદાર જોક્સ : છગન : કાલે રાત્રે હું ઘરે મોડેથી પહોંચ્યો તો પત્નીએ પડડો ફાડી નાખ્યો. મગન : સારું થયું, તું તો …

0
5608

જોક્સ :

પિન્ટુ : પપ્પા, તમે મને શાળાએ કેમ મૂકવા આવો છો?

મારા બધા મિત્રોને મુકવા તો તેમની મમ્મી આવે છે.

પપ્પા (મનમાં) : એટલે જ તો હું આવું છું દીકરા.

જોક્સ :

ભોલુ : શું પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે?

શાલુ : હા, પણ પતિ કરોડપતિ હોવો જોઈએ.

જોક્સ :

ડોક્ટર : તમે આવવામાં મોડું કર્યું.

યુવક : શું થયું ડોક્ટર સાહેબ, મારી પાસે કેટલો સમય બાકી છે?

ડોક્ટર : અરે એટલું બધું સિરિયસ નથી, 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી, અને તમે 7 વાગે આવ્યા છો.

જોક્સ :

સાળી : જીજાજી, શું તમે મારા માટે જીવતો સિંહ લાવી શકશો?

જીજાજી : ના, બીજું કંઈક કહે. હું તારા માટે બીજું કંઈ પણ કરી શકું છું.

સાળી : શું હું તમારું ફેસબુક ચેક કરી શકું.

જીજાજી : તે સિંહ ક્યાં છે જેની તું વાત કરી રહી હતી?

જોક્સ :

પોતે હોર્ન મારે અને આગળ વાળો પાછળ વળીને જુએ,

એટલે એમ કે… આગળ જો ને પાછળ શું દાટ્યું છે?

અને પાછળવાળો હોર્ન મારે તો એમ કે…

ઘડીક છાનમુનો મ-ર-ને, બે ઘડીમાં તારા બાપનું શું લૂંટાઈ જવાનું?

ગજબ છે યાર ગુજરાતીઓ.

જોક્સ :

પતિ પત્નીને : આજે 15 વર્ષમાં પહેલીવાર હું એલાર્મ વડે વહેલી સવારે જાગી ગયો.

પત્ની : તે કેવી રીતે?

પતિ : આજે સવારે મને જગાડવા તારી માં એ એલાર્મ કલોક ફેંકી.

જોક્સ :

નર્સ : અભિનંદન… તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે.

સુરેશ : યાર ગજબ જમાનો આવી ગયો છે!

નર્સ : કેમ શું થયું? તમે જ આ બહેનના પતિ છો ને.

સુરેશ : અરે મારી પત્ની અહીં હોસ્પિટલમાં છે અને પુત્રનો જન્મ ઘરે થયો છે.

જોક્સ :

એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.

પરિવારના સભ્યો બંનેને સાથે બેસાડીને બહાર ગયા.

છોકરી : ભાઈ તમારે કેટલી બહેનો છે?

છોકરો : થોડા સમય પહેલા 3 હતી, પણ હવે 4 થઈ ગઈ છે.

જોક્સ :

છગન : કાલે રાત્રે હું ઘરે મોડેથી પહોંચ્યો તો પત્નીએ પડડો ફાડી નાખ્યો.

મગન : સારું થયું, તું તો બચી ગયો.

છગન : ઘરનો નહીં, મારા એક કાનનો પડદા ફાડી નાખ્યો.

જોક્સ :

પિંકુ : મમ્મી, મને સ્કૂલ માંથી કાઢી મુકવામાં આવ્યો છે.

મમ્મી : કેમ?

પિંકુ : મેં એક મચ્છર મા-ર્યુ-એ-ટ-લે.

મમ્મી : આટલી નાની વાત પર આટલો મોટો નિર્ણય!

પિંકુ : મચ્છર પ્રિન્સિપાલના ગાલ પર બેઠું હતું.

જોક્સ :

જ્યારે કાનમાં ઇયરફોન નાખીએ,

ત્યારે જ બધા બોલાવતા હોય એવું લાગે.

સાચું ને?

જોક્સ :

મેં વિચાર્યું હતું કે હું બે લગ્ન કરીશ.

એક પત્ની સાથે ઝગડો થશે તો બીજી સંભાળી લેશે.

પણ રાત્રે સપનું આવ્યું કે એકે મને પકડી રાખ્યો હતો,

અને બીજી મને ધોઈ રહી હતી.

જોક્સ :

પત્ની : શું હું મારા જૂના કપડાં દાન કરી શકું?

પતિ : ફેંકી દે, દાન કરવાની જરૂર નથી.

પત્ની : ના, દુનિયામાં ઘણી બધી ગરીબ અને ભૂખી-તરસી સ્ત્રીઓ છે, તે કોઈને ઉપયોગી થશે.

પતિ : જેને તારી સાઈઝના કપડા આવે, તે ભૂખી-તરસી હશે?