કેમ બિલાડીનો રસ્તા કાપવો માનવામાં આવે છે અશુભ? શું હકીકતમાં બિલાડી હોય છે અશુભ?

0
827

તમે બિલાડીઓને એક પાલતું જાનવર માનો છો? તમારા માંથી ઘણા ઓછા લોકો હશે જે બિલાડીને પેટ (Pet) ની જેમ રાખતા હશો. મોટા ભાગના લોકો ઘરમાં કુતરા પાળતા હોય છે. કેમ કે તે ઘણા જ વફાદાર અને સારા હોય છે. પરંતુ ઘણા લોકો બિલાડીઓને પાળેલી નથી માનતા.

હંમેશા વડીલોના મોઢે સાંભળ્યું હશે કે બિલાડી રસ્તામાં આડી ઉતરે તો તે રસ્તેથી ન જવું જોઈએ. તેવામાં કુતરા કે બીજા કોઈ જાનવર માટે કેમ નથી કહેવામાં આવતું? શું ખરેખર બિલાડીઓ અપશુકનિયાળ હોય છે, કે પછી જુના જમાનામાં ફેલાવવામાં આવેલો ભ્રમ છે જેને લોકો આજે પણ માને છે. જાણો કેમ બિલાડીને રસ્તામાં આડી ઉતરવી માનવામાં આવે છે ખરાબ.

આ કારણે બિલાડીનું રસ્તામાં આડી ઉતરવી માને છે ખરાબ :

ઘણા સમય પહેલાથી જ બિલાડીને ચુડેલ અને ડાયનનું રૂપ ગણવામાં આવ્યું છે. એવું કહેવા પાછળ એ કારણ હોઈ શકે છે કે અંધારામાં પણ તેની આંખો ચમકે છે, અને તે કોઈ ડાયન જેવી દેખાય છે. બિલાડીની અંદર જલ્દી ડર જોવા પણ નથી મળતો અને તેની ચતુરાઈના કિસ્સા તો ઘણા જ જુના છે.

ઈજીપ્તની પ્રાચીન વાર્તાઓમાં આ વાતનો ખુલાસો થયેલો છે કે પહેલા રાણીઓ બિલાડીઓને જ પોતાની સાથે રાખતી હતી. અને તે તેને પોતાની એક સારી સહેલી સમજતી હતી. છતાંપણ તેમના દ્વારા પણ બિલાડીઓ તરફના કોઈ પણ કિસ્સામાં વફાદારીની વાત નથી કરવામાં આવી.

બિલાડીઓ ડાયનનું રૂપ હોય છે :

બિલાડીઓએ ક્યારે પણ વફાદારી નથી બતાવી. કદાચ એ કારણે જ તેને ડાયન કહેવામાં આવે છે. પરંતુ તેનું શુભ અશુભ સાથે કોઈ લેવા દેવા નથી. પહેલાના જમાનામાં લોકો એવું માનતા હતા કે બિલાડીઓ શૈતાની શક્તિને ઓળખે છે. કેમ કે તે પોતે પણ ખરાબ હોય છે. તે સાચું નથી.

બિલાડીઓ અને કુતરા બન્નેમાં સિક્સ સેંસ હોય છે. જે કોઈપણ થનારી અઘટિત ઘટનાને ઓળખી લે છે, અને તે વિચિત્ર હરકતો કરવા લાગે છે. તે કારણે જ બિલાડીઓને ચુડેલ કે ડાયનનું રૂપ માનવામાં આવતું હતું.

બિલાડીના મ-રુ-ત્યુથી લાગે છે પાપ :

તમે પહેલા વાર્તાઓમાં વાચ્યું હશે કે બિલાડીનું મ-રુ-ત્યુ અશુભ માનવામાં આવતું હતું. અને જેના હાથે બિલાડી મ-રી હોય તેને બિલાડીના વજન જેટલા વજનની બિલાડી દાન કરવી પડે છે. કોઈપણના હાથે કોઈપણ જાનવરનું મ-ર-વું ખરાબ છે. પરંતુ એ સત્ય બિલાડી સુધી જ રાખવામાં આવ્યું છે. તે દાન બ્રાહ્મણોના હાથે થતું હતું એટલા માટે તે તેમના દ્વારા બનાવેલી વાર્તાઓ હોઈ શકે છે.

બિલાડી રસ્તામાં આડી ઉતરવી :

બિલાડી રસ્તામાં આડી ઉતરતા લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે. તે એકદમથી ખોટું લાગતું હોય છે. તેની પાછળ એ વાત હોઈ શકે છે કે મિશ્રના લોકો બિલાડીઓને પાસે રાખતા હતા અને મ-ર્યા-પ-છી તે તેની સાથે દફનાવવામાં આવતી હતી. જેના કારણે લોકો બિલાડીને મ-રુ-ત્યુનો એક સંકેત સમજવા લાગ્યા.

ત્યાર પછીથી આ ધારણા બનવા લાગી કે જો તમે ક્યાયથી જઈ રહ્યા હો અને બિલાડી રસ્તામાં આડ ઉતરી જાય તો તેનો અર્થ તમારી સાથે કંઈક અશુભ થવાનું છે.

બિલાડી સાથે લોકો પોતાનાપણું નથી અનુભવી શકતા. કદાચ એ કારણથી તેને અશુભ અને ખરાબ ગણાવીને તેને પાળતા નથી કે તેને જોતા જ ડરી જતા રહે છે. બિલાડીઓની આંખો ચમકે છે અને તે અંધારાથી નથી ડરતી. કદાચ એ પણ એક કારણ છે કે લોકોને બોલાડી એક રહસ્યમય જાનવર લાગે છે.

તમે બિલાડીને એક જાનવર તરીકે પસંદ કરો કે ન કરો, પરંતુ તેનું શુભ અશુભ સાથે કોઈ લેવા દેવા નથી. બિલાડી રસ્તામાં આડી ઉતરવાથી શુભ કે અશુભનું કોઈ લેવા દેવા નથી.