કાર શીખી ગયા હોય કે શીખતા હોય આ 5 ટિપ્સ તમને માસ્ટર બનાવી દેશે જાણો કારની ટીપ્સ

0
2228

જો તમે હાલ માં જ કાર ચલાવવાનું શરુ કર્યું છે અથવા શરુ કરવા માંગો છો તો તમારે કેટલીક સામાન્ય વાતોને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમે ડ્રાઇવિંગ કરતા આ વસ્તુઓ ને યાદ રાખશો તો તમે પણ એક એક્સપિરિયન્સ ડ્રાઈવર ની જેમ કાર ચલાવવા લાગશો. આ વાતો કાર ચલાવનારા ઓ માટે છે તે ભલે શીખેલા હોય કે શીખતા હોય આ કેટલીક સામાન્ય વાતોને હમેશા યાદ રાખવું જ પડે છે. અહીંયા અમે એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે નક્કી કરવું કે આગળ વાળી કાર કેટલી દૂર છે.

જે કાર તમે ચલાવી રહ્યા છો અને જે કાર તમારી આગળ ચાલી રહી છે, તેના વચ્ચેની દુરી ને કેવી રીતે નક્કી કરવું. આ એક કોમન ઈશ્યુ છે જે દરેક કાર ચલાવવા અને શીખવા વાળા ની સામે આવે છે. દુરી જાણવી ખુબ મુશ્કિલ હોય છે કે સાચી દુરી કેટલી છે. જયારે કોઈ કાર એક સુરક્ષિત દુરી પર તમારાથી આગળ હોય તો તમારે રસ્તાના સ્ટ્રીયપ ને જોવો જોઈએ. રસ્તાની સ્ટ્રીપ ને તમારી કાર અને આગળ વાળાની ગાડી ના વચ્ચે જુઓ.

જયારે તમારી આગળ વાળી કાર ઉભી હોય કે ધીમી ગતિ થી ચાલી રહી હોય તો આ સુનિશ્ચિત કરી લો કે તમારી કાર અને આગળ વાળા ની કાર ના વચ્ચે રહેલ રસ્તાના સ્ટ્રીપ દરેક સમયે દેખાતા રહે. આનાથી તમે બંને ના વચ્ચેનું અંતર સમજી શકો છો અને જો સ્ટ્રીપ દેખાતી નથી તો સમજી લો કે તમારે બ્રેક લગાવવા ની છે આ ખુબ સરળ અને પ્રભાવશાળી રીત છે.

કાર ટર્નિંગ લેતા સમયે જોવું

જયારે કાર ટર્નીંગ લેવાના સમયે હમેશા તમને વીજળીનો થાંભલો અથવા ટેલિફોન પોલ અથવા ઝાડ રસ્તાના કિનારે જોવા મળે છે જે બિલકુલ ખૂણા પર 90 ડિગ્રી ટર્ન પર રહે છે. ઠોકાયા વિના કે ઘસરકા પડ્યા વિના ટર્ન લેવી હોય તો થાંભલા કે ઝાડ થી થોડી દુરીથી ટર્ન લેવો. જો વાત ઓફિસ, મોલ વગેરેની હોય તો પાર્કિંગ માટે પણ કામ આવે છે. જ્યાં પિલર લાગેલા હોય છે.(આમાં તમારો દરેક અનુભવ યાદ રાખી ને પહેલા માં થયેલી ભૂલો ને સુધારો )

ઇનર રિયર વ્યુ અને વિંગ મિરર નો ઉપયોગ કરો

જયારે તમે કાર ચાવતા શીખી રહ્યા છો તો મોટાભાગના લોકો આગળ રસ્તા પર વધારે ફોક્સ રાખે છે અને આજુ બાજુ જોવાનું ભૂલી જાય છે. અચાનક ડાબી કે જમણી બાજુ થી આવવા વાળા વાહન થી શીખવા વાળનું ધ્યાન ભટકી જાય છે અને તે એક્સીડેન્ટ કરી નાખે છે. આનાથી બચવા માટે હમેશા ઇનર વ્યુ મિરર અને વિંગ મિરર ને ચેક કરતા રહો. એવી કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ માં ન શીખતાં જ્યાં  વિંગ મિરર વિના કાર ચલાવવાનું શીખવાડે છે.

કાર ને રિવર્સ કરતા સમયે

કાર ને રિવર્સ કરતા સમયે તમારે પાછળ જોવું કે માથાને બહાર કાઢી ને જોવા કરતા મિરર અથવા કેમેરો હોય તો તેનો ઉપયોગ કરતા શીખો. જ્યાં ખુબ નજીકનો મામલો હોય અને તમારા મન માં કોઈ શક છે તો કાચને નીચે કરી બહાર જોઈ શકો છો કે કઈ વસ્તુ કેટલી દૂર છે. આમ કોઈ ખોટુ નથી. બંપર ને નુકશાન પહુચડવા કરતા સારું છે કે તમે ચેક કરી લો.

કેવું બેસવાનું છે જરૂરી

બધા સીટિંગ પોજીશન ખુબ જરૂરી છે. એક્સપિરિયન્સ ડ્રાઈવર પણ સાચી રીતે બેસતો નથી અને કમ્ફર્ટ અને કંટ્રોલ ઓછું કરવાના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. સુનિશ્ચિત કરો કે તમારી કમર સીધી છે. સીટ પોજીશન એવી હોવી જોઈએ જ્યાં થી તમે બધી જગ્યા સરળતાથી અને આરામથી જોઈ શકો.

કેટલીક અન્ય જરૂરી ટિપ્સ :

1. પોતાની કાર ના વિષે પુરી જાણકારી રાખો

ડ્રાઇવિંગ શરુ કરતા પહેલા તમારે પોતાની કાર વિષે પુરી જાણકારી રાખવી જોઈએ. સૌથી પહેલા કાર માં ગિયર ઇડજસ્ટમેન્ટ વિષે જાણી લો. સાથે જ ક્લચ અને બ્રેક પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ વાતનું ધ્યાન જરૂર રાખો કે ઝડપી સ્પીડમાં ક્યારે પણ અચાનક લોઅર ગિયર અથવા રિવર્સ ગિયર નો ઉપયોગ કરવો નહિ. સ્પીડ મુજબ કાર ના ગિયર શિફ્ટ કરતા રહો અને રિવર્સ કરવા માટે પહેલા કારને રોકી લો, ત્યારેજ રિવર્સ ગિયર લગાવો.

2. ડ્રાઇવિંગ કરતા સમયે મગજ શાંત રાખવું

ક્યારે પણ તણાવમાં ટેન્સન માં ડ્રાઈવ કરવું નહિ. ડ્રાઈવ કરતા સમયે મગજ શાંત રાખો. બગડેલ મૂળથી ડ્રાઈવ કરવાથી મામલો બગડી શકે છે. ગાડી ચલાવતા સમયે નિયમ નું પૂરું પાલન કરવું જોઈએ.

3. ધ્યાન ન ભટકવા દો

ડ્રાઈવર સીટ પર બેસ્યા પછી ખુબ એકાગ્રતા ની જરૂરત હોય છે. સૌથી પહેલા કારની રિયર વ્યુ મિરર ને પોતાના મુજબ એડજસ્ટ કરી લો. સીટ બેલ્ટ જરૂર લગાવો. પોતાનું ધ્યાન બિલકુલ ભટકવા દેવાનું નથી. આ દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા ખુબ વધી ગઈ છે, એવામાં કારને બિલકુલ સાવધાની પૂર્વક ચલાવો. ટ્રાફિક નિયમોનું પુરી રીતે પાલન કરો.

એક સેકેંડ માટેનો ભટકાવ અકસ્માતનું કારણ બની શકે છે એટલા માટે ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલ  નો ઉપયોગ કરવો જોઈએ નહિ. દા-રૂ પી ને ગાડી ચલાવવી ઘાતક સાબિત થઇ શકે છે એટલા માટે ક્યારેય પણ દા-રૂ પી ને કોઈ પણ ગાડી ચલાવી નહિ. નવા ડ્રાઈવરે કાર ચલાવતી સમયે ખાવાનું, પીવાનું અને વધારે વાતો કરવી અને મોટા અવાજે ગીત સાંભળવાથી બચવું જોઈએ.

4. સ્ટીયરીંગ ને સારી રીતે પકડો

સ્ટીયરીંગ ને પકડવાની કોઈ ખાસ રીત હોતી નથી, પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે સ્ટિયરિંગ વ્હીલ પર તમારો પૂરો કંટ્રોલ રહે. મોટાભાગના રિસર્ચર નુ માનવાનું છે કે ‘9 o’clock અને 3 o’clock’ પોજિશન સૌથી શ્રેષ્ઠ હોય છે. સ્ટિયરિંગ પર કંટ્રોલ હોવું ખુબ જરૂરી છે, આનું ધ્યાન હમેશા રાખો.(એટલે કે બન્ને હાથ સામ સામે નહિ પણ એક ઉપર એક સાઈડ માં)

5 ટર્ન કરતા પહેલા સિગ્નલ આપો

ટર્ન ઈંડીકેટર નો સાચો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. ક્યાંય પણ રોકાવું કે ટર્ન લેતા પહેલા પાછળથી અને આગળ થી આવી રહેલ ગાડીને ટર્ન ઈંડીકેટર ના માધ્યમ થી ઈશારો કરવો જરૂરી છે. ટર્ન ઇન્ડિકેટર ને નિયમિત ઉપયોગ કરવાનો છે. આના મદદ થી અકસ્માતથી બચી શકાય છે.

6. ગાડી ઝડપી ચાલાવાની નથી

ઘણી વાર જોવામાં આવ્યું છે કે ઘણા નવા ડ્રાઈવર ગાડી ખુબ ઝડપી ચલાવવા લાગે છે. નવા ડ્રાઈવરે આનાથી બચવું જોઈએ. જ્યા સુધી પુરી રીતે આત્મવિશ્વાસ ન આવે ત્યાર સુધી ગાડીની સ્પીડ ધીમી રાખો. આમ પણ ઝડપી ડ્રાઇવિંગ અકસ્માત નું કારણ બની શકે છે, એટલા માટે ગાડીને ઝડપી ચલાવવી નહિ. સીટી માં ક્યારેય ખાલી રોડ જોઈ સ્પીડ નાં વધારો.

7. સામે વાળી ગાડીથી દુરી બનાવીને રાખો

હમેશા પોતાની આગળ ચાલી રહેલ બીજી ગાડીઓથી ઉચિત અંતર બનાવી રાખો. ઘણી વાર આગળ ચાલી રહેલ ગાડી અચાનક રોકાઈ જાય અથવા ટર્ન લઇ શકે છે, એવામાં તમારે પણ તમારી ગાડીને અચાનક રોકવી પડે છે. સુરક્ષાના માટે આ ખુબ જરૂરી છે.

8. વગર કામે હોર્ન વગાડો નહિ

હોર્ન પોતાની આસપાસ અને ગાડીના સામે ચાલી રહેલ લોકો ના અલર્ટ માટે વગાડવામાં આવે છે. ક્યારેય પણ વગર કામનો હોર્ન વગાડવો નહિ. આનાથી ઘણા લોકોને પરેશાની થાય છે. ખાસ કરીને હોસ્પિટલ અને સ્કૂલ ની આસપાસ ‘નો હોર્ન’ વાળા વિસ્તારમાં આનો ઉપયોગ કરવો નહિ.