મહેનત કર્યા પછી પણ પૈસા નથી કમાતા, તો કરો શનિદેવનો આ ખાસ ઉપાય.

0
1086

પૈસાની જરૂર આજના જમાનામાં દરેકને હોય જ છે. આ મોંઘવારીના સમયમાં ઓછા પૈસાથી કોઈનું ઘર સારી રીતે નથી ચાલી શકતું. એ કારણ છે કે લોકો આ પૈસા મેળવવા રાત દિવસ મહેનત કરતા રહે છે. આમ તો ઘણા લોકોનું નસીબ એટલું ખરાબ હોય છે કે સખ્ત મહેનત કરવા છતાંપણ તેને ઈચ્છા મુજબ પૈસા નથી મળી શકતા.

અને બીજા લોકો એવા પણ હોય છે, જે ઘણી ઓછી મહેનત કરવા છતાંપણ પૈસામાં રમતા હોય છે. તેને તમે તેનું સારું નસીબ કહી શકો છો. જો તમારી સાથે પણ સ્થિતિ કાંઈક એવી છે કે મહેનત કરવા છતાંપણ ઈચ્છા મુજબ ધન નથી મળી રહ્યું તો ચિંતા ન કરશો. આજે અમે તમને શનિદેવનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ધનના આગમનના તમામ રસ્તા ખોલી નાખશે.

સામાન્ય રીતે ધન સંબંધી સમસ્યાઓ માટે આપણે ધનની દેવી માં લક્ષ્મીજીની આરાધના કરીએ છીએ. આમ તો જયારે તમારી ઉપર ખરાબ ગ્રહનો પડછાયો અને દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડી રહ્યું તો પહેલા તમારે શનિદેવને મનાવીને તમારા એ ખરાબ નસીબને દુર કરવું પડશે. ત્યાર પછી તમને તમારી મહેનત મુજબ પૈસા જરૂર મળશે. તો આવો જાણીએ કે તેના માટે ક્યા ઉપાય કરવાના રહેશે.

પૈસા માટે કરો શનિદેવના આ ઉપાય :

શનિવારના દિવસે ઘરમાં લોટનો એક દીવડો તૈયાર કરો. તે દીવડા માટે જયારે તમે લોટ બાંધો તો તેમાં હળદર પણ ભેળવી દો. આવી રીતે લોટમાંથી બનેલા પીળા રંગનો દીવડો તૈયાર થઇ જશે. હવે તમારે આ દીવડામાં કાળા તલના ૩ દાણા અને સરસીયાનું તેલ નાખવાનું છે. તેમાં તમે રૂ માંથી બનેલી એક વાટ બનાવીને મૂકી દો. હવે એક પીપળાના પાંદડા લો અને તેની ઉપર એક ૧૦ રૂપિયાનો સિક્કો મુકો. આ સિક્કા ઉપર તમે તમારો દીવડો મૂકી દો અને શનિદેવ સામે પ્રગટાવો.

ત્યાર પછી તમે શનિદેવની આરતી કરો. હવે તેની સામે માથું નમાવીને હાથ જોડી તેને તમારી પૈસાની સમસ્યા જણાવો. હવે જે સિક્કો તમે ઉપયોગ કર્યો હતો તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. તેનાથી તમારા ઘરના પૈસાની તંગી નહિ રહે. સાથે જ પૈસા સાથે જોડાયેલા ઘણા રસ્તા તમારા માટે ખુલી જશે. આ ઉપાય એ વાત નક્કી કરી દેશે કે તમારા રસ્તામાં આગળ પણ કોઈ અડચણ ન આવે. ખાસ કરીને પૈસાનીં બાબતમાં તમારો માર્ગ સરળ રહેશે.

તે ઉપાય ઉપરાંત તમે શનિવારના દિવસે ઉપવાસ પણ રાખી શકો છો. તેનાથી શનિદેવ પ્રસન્ન થઇ જશે. આ ઉપાય તમે ઓછામાં ઓછું ૩ મહિનામાં ફરીથી કરતા રહો. તેનાથી તેની અસર ક્યારેય પૂરી નહિ થાય અને તમારૂ નસીબ ચમકતું રહેશે. તે ઉપરાંત તમે માં લક્ષ્મીજીની આરાધના પણ કરી શકો છો. જો તમે શનિદેવ અને લક્ષ્મીજી બંનેને પ્રસન્ન કરી લેશો, તો તમારા માટે તે ઘણું લાભદાયક સાબિત થશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.