હિન્દૂ ધર્મ અનુસાર નવરાત્રીનો તહેવાર શરુ થઈ ગયો છે. આ તહેવાર સંપૂર્ણ રીતે માતા રાનીને સમર્પિત હોય છે, એટલે કે સીધા શબ્દમાં વાત કરીએ તો નવરાત્રીના નવ દિવસમાં લોકો માતા રાણીને ખુશ કરવા માટે નવ દિવસ સુધી વ્રત રાખે છે. આમાં અષ્ટમીનો દિવસ પણ આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસે કન્યાઓને ઘરે બોલાવીને કન્યા પૂજન કરવામાં આવે છે.
હમણાં દેશમાં નવરાત્રીનો તહેવાર શરુ થઇ ગયો છે. આ તહેવાર શરુ થવાના પહેલાથી જ માતાના આગમનની તૈયારી કરી દેવામાં આવે છે. જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન પુરા નવ દિવસ સુધી માતા રાણીની અલગ અલગ રૂપોમાં પૂજા કરવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રી ૨૬ સપ્ટેમ્બર શરુ થઇ ગઈ છે.

એ વાત તો બધાને ખબર છે કે છોકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એટલે સીધા શબ્દમાં કહીએ તો અષ્ટમીના દિવસે કન્યાઓને માતાનું રૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે, અને તેમને ભોજન કરાવવામાં આવે છે. આમ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે રીતે નવરાત્રીમાં માતાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે અષ્ટમીના દિવસે નવ કન્યાઓને ઘરમાં બોલાવીને તેની પૂજા કરવામાં આવે છે.
પૂજા કરવાની સાથે જ તેમને ભોજન કરાવવામાં આવે છે, જણાવી દઈએ કે આ દિવસ ખાસ પ્રકારના પકવાન બનાવામાં આવે છે. આના સિવાય કન્યાને કંઈક ભેટ પણ આપવામાં આવે છે. હા, આવું કરવાથી માતા રાણી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. આમ પણ કન્યાને માતાનું રૂપ માનવામાં આવે છે. એવામાં અષ્ટમી વાળા દિવસે તેમને ભોજન કરાવ્યા પછી તેમના પગે પડીને આશીર્વાદ લેવામાં આવે છે.
આ બધું કરવાથી નવરાત્રીના વ્રત સફળ થઇ જાય છે. માતા રાણી પોતાના ભક્તોની મનોકામના જલ્દી પૂર્ણ કરે છે. હિન્દૂ ધર્મ અનુસાર જે લોકો નવરાત્રી દરમિયાન પુરા નવ દિવસ સુધી વ્રત કરે છે અને પછી તે પોતાના ઘરે કન્યાને બોલાવીને કન્યા પૂજન કરે છે, તેમને માતા રાણી આશીર્વાદ આપે છે.
તમે ઘણીવાર જોયું હશે કે અષ્ટમીના દિવસે નવ કન્યાઓની સાથે એક બાળક એટલે કે છોકરો પણ બોલાવવામાં આવે છે. જણાવી દઈએ કે અષ્ટમીના દિવસે નવ કન્યાઓ સાથે એક છોકરો હોવો ખુબ જરૂરી છે. તે એટલા માટે કારણ કે એક બાળક હનુમાનજીનું રૂપ માનવામાં આવે છે.
જે રીતે માતા રાણીની પૂજા ભૈરવ બાબાના દર્શન કાર્ય વિના અધૂરી હોય છે. તેવી જ રીતે કન્યાઓ સાથે એક બાળક ભોજન કરાવવું પણ ખુબ જરૂરી છે. આનાથી તમારી પૂજા સફળ થઇ જશે. કન્યા પૂજન દરમિયાન નવ કન્યાઓ સાથે એક બાળક હોવું શુભ માનવામાં આવે છે
એટલા માટે થઇ શકે તો અષ્ટમીના દિવસે નવ કન્યાઓ સાથે એક બાળકને પોતાના ઘરે જમવા જરૂર બોલાવો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)