હાલમાં દેશમાંથી લાલ ઘોડાને કાળો રંગ કરીને રૂ. 22.65 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અન્ય એક કિસ્સામાં પણ સારી નસ્લના ઘોડા બતાવીને સામાન્ય ઘોડા મોકલીને 37.41 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
પહેલો કેસ થાણા સિટી સુનામનો છે. અહીં રમેશ કુમારે જણાવ્યું કે, તે વોર્ડ નંબર-14 મોહલ્લો હરચરણ, નગર લહરાગાગામાં રહે છે. તેમને જતિન્દરપાલ સિંહ સેખો (રહેવાસી સુંદર સિટી સુનામ), લખવિન્દર સિંહ (રહેવાસી સિંહપુરા સુનામ) અને લચરા ખાના ઉર્ફે ગોગા ખાન (રહેવાસી લેહલ કલાં) એ મિલીભગતથી લાલ રંગનો ઘોડો વેચ્યો. જ્યારે તેઓએ તેને ઘરે જઈને નવડાવ્યો, ત્યારે તે કાળો થઈ ગયો. આરોપીઓએ તેમની પાસેથી લગભગ 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
રમેશે જણાવ્યું કે, તેમણે આરોપી પાસેથી 22 લાખ 65 હજાર રૂપિયામાં એક ઘોડો ખરીદ્યો હતો. આ માટે સાત લાખ 65 હજાર રોકડમાં અને બાકીની રકમ બે ચેક દ્વારા ચૂકવવામાં આવી હતી. લચરા ખાને આ ઘોડાનો સોદો કરાવ્યો હતો. તેમણે કાળા રંગનો ઘોડો ખરીદ્યો પણ તેને ઘરે જઈને નવડાવ્યો તો તેનો કાળો રંગ નીકળી ગયો. ખરેખર તો ઘોડો લાલ રંગનો હતો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધ્યો છે.

મારવાડી અને નુકરા નસલના ઘોડા બતાવીને બીજા ઘોડા મોકલ્યા, 37. 41 લાખની છેતરપિંડી :
સંગરુરના થાના ચીમામાં વાસુ શર્મા (રહેવાસી વોર્ડ નંબર 27 મોગા) એ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે, તે સ્ટડ ફાર્મ માટે ઘોડા ખરીદે અને વેચે છે. ઘોડાઓના દલાલો વિક્કી અને બગ્ગાએ તેમને કહ્યું હતું કે, સુખચૈન સિંહ અને બિંદર સિંહ (રહેવાસી ઝાડોના) પાસે મારવાડી ઘોડો અને ફરમાન સિંહ સંધુ (રહેવાસી અટાલા) પાસે નુકરા ઘોડો છે, જે વેચી રહ્યા છે. તેમણે બંનેના ઘોડા જોયા અને તેમનો સોદો 37 લાખ 41 હજાર રૂપિયામાં થયો.
તેમણે સુખચૈન સિંહને 9 લાખ રૂપિયા રોકડા અને ફરમાન સિંહને 15 લાખ રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા. આ પછી બાકીની રકમ પણ તેમને આપવામાં આવી હતી. આ પછી આરોપીઓ દ્વારા તેમના ઘરે મોકલવામાં આવેલા ઘોડા પહેલા બતાવેલા ઘોડા ન હતા. ઉપરોક્ત તમામે એકબીજાની મીલીભગતથી હલકી ગુણવત્તાના અને ઓછી કિંમતના ઘોડાઓ તેમને લાખોમાં વેચી રૂપિયાની છેતરપિંડી કરી છે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.