મજેદાર જોક્સ : ટીચર : ભૂરા માની લે તારી પાસે 10 ચોકલેટ છે. ભૂરો : શું કામ માનું. ટીચર : માની લે ને તારા બાપ …

0
1904

જોક્સ :

શિક્ષક : ન્યૂટનનો બીજો નિયમ કહો.

એક વિદ્યાર્થી : સર, મને થોડો થોડો યાદ છે.

શિક્ષક : વાંધો નહીં, જેટલો યાદ છે એટલો જણાવ.

વિદ્યાર્થી : …અને આને ન્યુટનનો બીજો નિયમ કહે છે.

જોક્સ :

પત્ની : એક વાત કહો… આ કૂતરો કેમ પુછડી હલાવે છે.

ચાલાક પતિ : કેમ કે પુછડીમાં એટલી તાકાત નથી કે એ કૂતરાને હલાવી શકે.

ગજબ બેઇજ્જતી હે રે.

જોક્સ :

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ :

આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો?

તો મેં કહ્યુ હું એકનો એક છું.

પપ્પા ઉત્સુકતાથી બોલ્યા : તો પછી શિક્ષકે શું કહ્યું?

પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.

જોક્સ :

આ જનરેશનનાં માં બાપ :

બેસ્ટ ઓફ લક બેટા ચિન્ટુ, સરખી રીતે પેપર લખજે અને શર્મા અંકલની છોકરીને પાછળ પાડી દે જે. રેન્ક તારો જ આવવો જોઈએ. બાય દીકરા ઓલ ધ બેસ્ટ.

આપડી વખતે :

સીધે સીધીનો પેપર દેવા ભેગીનો થાજે,

ને ગમે એમ તેત્રીસ માર્કનું કરીને બારો નીકળજે,

ને પેપર પતે એટલે સીધો ઘરે હોં,

બાર જો ક્યાંય ભટકવા ગ્યો છે તો…

ટાંટિયા તોડી નાખીશ.

જોક્સ :

રિંકી : તારી દિલ્હીની સફર કેવી રહી?

ચિંકી : અરે! તને શું કહું! રસ્તામાં એક જગ્યાએ મારા પિતા પાણી લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા,

અને તે આવે એ પહેલા જ ટ્રેન ચાલુ થઈ ગઈ. તે ત્યાં જ રહી ગયા.

રિંકી : હું તારું દુઃખ સમજી શકું છું, તારે આટલી લાંબી મુસાફરી પાણી વગર કરવી પડી હશે.

જોક્સ :

છગન : કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને બેઠો તો.

મગન : આ શું કરે છે? તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડી દાંટો તોય વાકી ને વાકી જ રે.

છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,

હું તો પાઈપ વાંકો કરું છું.

જોક્સ :

ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ દોડી રહેલા રમેશને જોઈને દિનેશ બોલ્યો :

તું ઝિબ્રા ક્રોસિંગ પર આમ થી તેમ શા માટે દોડી રહ્યો છે?

રમેશ : હું આટલો મોટો પિયાનો વગાડવાની કોશિશ કરી રહ્યો છું.

જોક્સ :

સ્વેગ તો બાકી કૂતરાનો હો…

બે કરોડની ગાડી ઉપર પણ બે સેકંડમાં મુતરીને જતો રે.

જોક્સ :

શિક્ષક : બાળકો, તમને ખબર છે કયામત ક્યારે આવશે?

પપ્પુ : હા સર.

શિક્ષક : તો મને કહે કે ક્યારે આવશે?

પપ્પુ : જ્યારે વેલેન્ટાઈન ડે અને રક્ષાબંધન એક જ દિવસે આવશે.

જોક્સ :

જૂના જમાનામાં રાજા યુ ધમાંથી પાછો ફરે તો એકાદ પટરાણી લેતો આવે,

તો પણ રાણી સહન કરી લેતી.

ને હવે તો ઓફિસથી ઘરે આવતા, જો કોબીને બદલે ફ્લાવર લઈ આવે તોય ઘરમાં તપેલી ઉડે છે.

જોક્સ :

ટીચર : હાલ ભૂરા.. માની લે તારી પાસે 10 ચોકલેટ છે.

ભૂરો : શું કામ માનું?

ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?

ભૂરો : ઓકે.

ટીચર : હા તો… હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?

ભૂરો : 15.

ટીચર : એ કઈ રીતે?

ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?