જોક્સ :
ભૂરો એના મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો. અને બાપુ એને જોઈ રહ્યા.
બાપુ : અલ્યા શું કરે છે?
ભૂરો : સેવ કરું છું.
બાપુ : તે એક કામ કર, અઢીસો ગ્રામ મારીય કરજે ભેગાભેગી.
જોક્સ :
બાળક : પપ્પા આપણા નવા પાડોશી બહુ ગરીબ છે.
પપ્પા : તમે કેવી રીતે ખબર પડી?
બાળક : તેમનો પુત્ર એક રૂપિયાનો સિક્કો ગળી ગયો,
તેઓ એ આંટીની હાલત ખરાબ થઈ ગઈ.

જોક્સ :
બે ચોર ચોરી કરીને પૈસા ગણી રહ્યા હતા.
એક ચોર બીજાને બોલ્યો : ગણીશ નહી, જલ્દી કર.
બીજો બોલ્યો : અલ્યા પછી તું જ મારી સાથે ઝગડીશ.
પહેલો બોલ્યો : ગણવાની જરૂર નથી, કાલે પેપરમાં સાચી રકમ આવી જ જશે.
જોક્સ :
પત્નીએ એમ્બ્યુલન્સ બોલાવવા ફોન કર્યો.
ઓપરેટર : તમને શું સમસ્યા છે?
પત્ની : મારા પગ પર સાણસી પડી છે.
ઓપરેટર (હસતા હસતા) : અને તમે તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો?
પત્ની : ના, એમ્બ્યુલન્સ મારા પતિ માટે છે, કારણ કે તેમણે આના પર હસવાની જરૂર ન હતી.
ઓપરેટરે હમણાં જ મોકલું છું કહીને ફોન મૂકી દીધો.
જોક્સ :
રાજુ : દૂધ બગડી ન થઈ જાય એ માટે શું ઉપાય કરવો જોઈએ?
ભીખાકાકા : કંઈ નહી બસ દૂધ પી જવાનું.
જોક્સ :
પતિ : તું ઊંઘમાં મને ગાળો આપી રહી હતી?
પત્ની : ના તમને કોઈ ગેરસમજ થઈ છે.
પતિ : કેવી ગેરસમજ?
પત્ની : એ જ કે “હું ઊંઘમાં હતી”.
જોક્સ :
છગન : તને ખબર છે મારો કૂતરો સો સુધીની ગણતરી કરી શકે છે?
મગન : હા, ખબર છે.
છગન : તને કોણે કહ્યુ?
મગન : મારા કૂતરાએ.
જોક્સ :
પત્નીએ પતિને કહ્યું : મને ઓછામાં ઓછું ગોલ્ડની કોઈ નાની વસ્તુ તો લઈ આપો.
પતિ : આ લે નાની ગોલ્ડ ફ્લેક.
જોક્સ :
ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈ ત્યારે શું કરે છે?
નેહા : હું માત્ર જોતી જ રહું છું અને જ્યારે હું થાકી જાઉં છું ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.
જોક્સ :
માં : દીકરા, તું તારા વાળ કેમ નથી કપાવતો?
દીકરો : અરે મમ્મી, લાંબા વાળની ફેશન છે.
માં : એ તો ઠીક, પણ કાલે છોકરા વાળા તારી બહેનને જોવા આવ્યા હતા પણ તને પસંદ કરી ગયા છે.
જોક્સ :
ગર્લફ્રેન્ડ : તું એવી પત્નીને શું કહેશે જે સુંદર હોય, બુદ્ધિશાળી હોય, હંમેશા આજ્ઞાનું પાલન કરતી હોય અને ક્યારેય ગુસ્સો ન કરતી હોય?
બોયફ્રેન્ડ : અફવા.
જોક્સ :
છોકરીવાળા છોકરાનું ઘર અને તેમની સ્થિતિ જોવા આવવાના હતા.
પપ્પા : દીકરા, છોકરી વાળા આવી રહ્યા છે, તેમની સામે લાંબી લાંબી ફેંક જે.
છોકરીવાળા આવીને બેઠા કે દીકરાએ તરત કહ્યું : પપ્પા, ચાવી આપો આપણું પ્લેન તડકામાં રાખ્યું છે તેને અંદર પાર્ક કરી દઉં.
આ સાંભળી છોકરીવાળા પાણી પીવા પણ ના રોકાયા.
જોક્સ :
રમેશ : લોકો કહે છે કે વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.
સુરેશ : હા, એટલે તો હું એવી છોકરી શોધું છું જે પૈસાદાર હોય!