મજેદાર જોક્સ : છોકરો છોકરીને કારમાં લઇ ગયો, છોકરી : ક્યાં જવાનું છે. છોકરો : લોન્ગ ડ્રાઈવ પર…

0
3133

ભલું આ તણાવ ભરેલા જીવનમાં કોણ નથી ચાહતું? કે બે પળ માટે ખુલીને હસી શકે. પરંતુ અફસોસની વાત તો એ છે કે આ ટેંશન ભરેલા જીવનમાં આ તક બધાને મુશ્કેલથી મળે છે. તમને જણાવી દઈએ કે જોક્સ હસાવવાનું કામ કરે છે. માટે આજે અમે તમારા માટે થોડા જોક્સ લઈને આવ્યા છીએ, જે તમને ખુબ હસાવશે. હાં, એમ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા જોક્સ વાયરલ થતા રહે છે. પરંતુ અમે આ જોક્સ ખાસ પસંદ કરીને લાવ્યા છીએ જે તમને હસાવીને થોડા સમય માટે તમને તણાવ મુક્ત કરી દેશે.

જોક્સ : 1

છોકરો પોતાની કારમાં છોકરીને બેસાડીને લઈ જઈ રહ્યો હતો.

છોકરી : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

છોકરો : લોન્ગ ડ્રાઈવ પર.

છોકરી : ઓહ, તો પહેલા કેમ ન કહ્યું?

છોકરો : મને પણ હમણાં જ ખબર પડી.

છોકરી : કઈ રીતે?

છોકરો : બ્રેક નથી લાગી રહી.

જોક્સ : 2

છોકરો : ચલતી હે ક્યા 9 સે 12?

છોકરી : હા, ચાલ.

છોકરો : ક્યાં?

છોકરી : પ્રિન્સિપાલ પાસે.

છોકરો : લે હવે પોતાની બહેન સાથે મજાક પણ ના કરી શકું?

છોકરી : અરે નહીં ગાંડા, રજા માંગવા માટે.

જોક્સ : 3

બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી.

પહેલી છોકરી : આજ પછી હું ક્યારેય કોઈ છોકરા પણ વિશ્વાસ નહીં કરું. બધા છોકરા જુઠ્ઠા અને દગો આપવા વાળા હોય છે.

બીજી છોકરી : કેમ શું થયું? તારા બોયફ્રેન્ડે તને કંઈ કહ્યું?

પહેલી છોકરી : નામ ન લે એ જુઠ્ઠાનું, દગાબાજનું. હું તો આજ પછી એનું મોઢું પણ નહીં જોવ.

બીજી છોકરી (હેરાનીથી) : કેમ, એવું શું થઈ ગયું? શું તે એને કોઈ બીજી છોકરી સાથે પકડી લીધો?

પહેલી છોકરી : અરે નહીં, એણે મને મારા બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધો, જોકે એણે મને ગઈકાલે કહ્યું હતું કે તે થોડા દિવસો માટે શહેરની બહાર જઈ રહ્યો છે.

જોક્સ : 4

છોકરીનો ફોન આવે છોકરા પર.

છોકરો : હાં, કેટલાનું રિચાર્જ કરાવું?

છોકરી : તને શું લાગે છે હું દરેક વખતે રિચાર્જ કરાવવા માટે જ ફોન કરું છું?

છોકરો : તો?

છોકરી : 2 ડ્રેસ અપાવને.

જોક્સ : 5

એક છોકરો ક્લાસમાં છોકરીને રોજ છુપાઈ છુપાઈને જોતો હતો.

એક દિવસ છોકરો બોલ્યો : આઈ લવ યુ.

છોકરી : જો હું પણ આઈ લવ યુ બોલું તો તને કેવું લાગશે?

છોકરો : જાનમ, હું તો એ ખુશીમાં મ-રી-જ-ઈ-શ.

છોકરી ઘણી ચાલાક નીકળી,

તીરછી નજર ફેરવીને બોલી : જા નથી બોલતી, જીવી લે પોતાનું જીવન.

જોક્સ : 6

છોકરી : સુઈ ગયો મારા શોના?

છોકરો : હાં.

છોકરી : તો પછી રિપ્લાય કઈ રીતે કર્યો મારા શોના એ?

છોકરો : હું શોનાનો બાપ છું વહુરાણી, તું પણ સુઈ જા હવે.

કાલે પરીક્ષા છે તારા શોનાની. જો એ નાપાસ થઈ ગયો, તો હું તારા શોનાને એટલો મા-રી-શ કે સુવા લાયક નહીં રહેશે, સમજી.

જોક્સ : 7

ગર્લફ્રેન્ડ : કાલે મારા લગ્ન છે, માટે તારે જે કરવું હોય તે આજે કરી લે.

બોયફ્રેન્ડ : સારું, તો પછી સૌથી પહેલા તું તારું મગજ શાંત કર અને મારુ ટેંશન લેવાનું છોડી દે.

મેં પહેલાથી તારી નાની બહેનને પટાવી લીધી છે.

જોક્સ : 8

છોકરો : તું ઘણી સુંદર છે.

છોકરી : અરે જાનુ, શું હવે તું પણ.

છોકરો : તું તો એકદમ પરી જેવી છે.

છોકરી : સાચે?

છોકરો : હાં.

છોકરી : સારું, અને શું કરી રહ્યો છે અત્યારે તું?

છોકરો : મજાક.

જોક્સ : 9

એક છોકરી હતી. ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અને કહેતી હતી,

હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ જેની પાસે ઔડી કાર હોય.

આજે તે ઘણા સમય પછી પોતાના પતિની બાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.

કસમથી મને રડવું આવી ગયું.