જોક્સ :
પીન્ટુ કેરી ખરીદવા ગયો.
પીન્ટુ : એક કિલો કેરી કેટલામાં આપીશ ભાઈ?
કેરી વાળો : ૫૦ રૂપિયામાં.
પીન્ટુ : ૨૦ રૂપિયામાં આપીશ.
કેરી વાળો : ૨૦ રૂપિયામાં તો તેની ખાલી ગોટલી મળે.
પીન્ટુ : તો લે આ ૩૦ રૂપિયા અને મને કેરી આપી દે, ગોટલી તું રાખી લે.
જોક્સ :
ટીના – પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.
બીના – કેમ શું થયું?
ટીના – જો ને, બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી. હવે એ મને જરા પણ ગમતો નથી. પુરુષો કેટલા જલ્દી બદલાઈ જાય છે.
જોક્સ :
છોકરો : ડાર્લિંગ, તારું નામ હાથ પર લખાવું કે દિલ પર?
છોકરી : નકામી જગ્યાએ શું કામ લખાવે છે,
સાચો પ્રેમ કરતો હોય તો પ્રોપર્ટીના કાગળ પર લખાવ.
સીધી વાત, ઝીરો બકવાસ.
જોક્સ :
ટપ્પુ અમેરિકાનો સિટીઝન બની ગયો, પછી ભારત આવતા પહેલા તેના મિત્ર પપ્પુને ફોન પર વાત કરી રહ્યો છે.
ટપ્પુ – યાર, પપ્પુ હું 5 વર્ષ પછી ભારત આવી રહ્યો છું. બોલ તારા માટે શું લાવું?
પપ્પુ – હવે બધે બધું મળી જ રહે છે. પણ જો તું લાવવા માંગતો હોય, તો એક જ વસ્તુ મને જોઈએ છે.
ટપ્પુ – અરે, તું બોલ દોસ્ત, તું કહેશે એ હું લઈ આવીશ.
પપ્પુ – એમ!! પેલા વચન આપ કે તું લઈને જ આવીશ. એ વગર નહિ આવે.
ટપ્પુ – હા બસ, તું કહેશે એ લીધા વગર હું ભારત નહીં આવું.
પપ્પુ – સારું, તો પેલું ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ બધા બોલતા હોય છે એ મારા માટે લઈ આવજે.
ટપ્પુ એ ભારતનો પ્રવાસ કેન્સલ કરી દીધો.

જોક્સ :
ચિન્ટુ : જો મને બીજું મગજ લગાવવાની જરૂર પડી તો હું તારું મગજ પસંદ કરીશ.
પીન્ટુ : એટલે તું માને છે કે મારી પાસે જીનીયસ જેવું મગજ છે, બરાબર ને?
ચિન્ટુ : ના, મને એવું મગજ જોઈએ જે પહેલા ક્યારેય વપરાયું ન હોય.
જોક્સ :
પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,
સર – માણસે એની પત્નીને એના વિચાર અને વર્તનથી વાકેફ રાખવી જોઈએ?
પપ્પુ – એ સમયની બરબાદી છે સર, પત્નીને એના પતિના વિચારો વિશે તો ખબર જ હોય છે.
અને વાત રહી વર્તનની તો તેને એના પાડોશી પતિના વર્તનની રજેરજ ખબર પહોંચાડતા જ હોય છે.
પપ્પુને ખુશ થઈને નોકરીએ રાખી લીધો.
જોક્સ :
શિક્ષક : કયું પક્ષી સૌથી ઝડપથી ઉડે છે?
પપ્પુ : ગધેડો.
શિક્ષક : નાલાયક, ગધેડો પક્ષી થોડી છે.
તારા પપ્પાને સ્કુલમાં બોલાવવા પડશે, શું કરે છે તે?
વિદ્યાર્થી : તે પાર્લામેન્ટના મેમ્બર છે.
જોક્સ :
પપ્પુ અને ટીના એ લગ્ન કરવાનું નક્કી કર્યું. આથી પપ્પુ વકીલ પાસે કોર્ટ મેરેજની જાણકારી લેવા ગયો.
પપ્પુ – સાહેબ, મારે સિવિલ મેરેજ કરવા છે. કેટલી ફી ભરવી પડશે.
વકીલ – જો ફોર્મના સો રૂપિયા, એફિડેવિટ એવું કરવાના 400 રૂપિયા, એમ મારી ફી ટોટલ 500 રૂપિયા અને આખી જિંદગી દર મહિનાનો પૂરો પગાર બોનસમાં.
જોક્સ :
ટીચર : ચાલો ન્યુટનનો નિયમ સંભળાવો.
ટપ્પુ : સર આખો નથી આવડતો, પણ છેલ્લી લાઈન યાદ છે.
ટીચર : જેટલું યાદ છે એટલું બોલ.
ટપ્પુ : અને આને કહે છે ન્યુટનનો નિયમ.
જોક્સ :
ઘરમાં ખર્ચા વધી ગયા હોવાથી પપ્પુ ચિંતામાં હતો.
પપ્પુ – (જોરથી) તું આજે ફરી ઓનલાઈન નવી સાડી મંગાવી?
મને કહેશે કે આ સાડીના પૈસા હું ક્યાંથી લાવીશ?
ટીના – ડાર્લિંગ, તે જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ?
જોક્સ :
એક નાના શહેરનો છોકરો દિલ્લી ફરવા ગયો.
ફરીને પોતાના શહેરમાં પાછો આવ્યો અને મિત્રોને કહ્યું,
તમને ખબર છે દિલ્લીમાં લગ્નમાં જેટલી ભીડ થાય છે,
તેના કરતા વધારે ભીડ તો આપણે ત્યાં જ્યારે ટ્રાન્સફોર્મર રીપેર થતું હોય ત્યારે તેને જોવા વાળાની હોય છે.
જોક્સ :
પપ્પુ પ્રેમ વિશે ટપ્પુને પૂછી રહ્યો છે.
પપ્પુ – યાર, મને સમજાતું નથી કે બધા કહે છે કે મહોબ્બતમાં દિલની ધડકન તેજ થઈ જાય છે,
પણ એવું તો દોડવાથી પણ થાય છે, તો મહોબ્બતે કયો જાદુ કર્યો?
જોક્સ :
લગ્નની ચોથી એનિવર્સરી પર પતિ : આજે કાંઈ નવું કરીએ.
પત્ની : આજે કોઈ ફિલ્મ જોવા જઈએ.
પતિ : કઈ?
પત્ની : કોઈ હોરર ફિલ્મ જોવા જઈએ.
પતિ : તેના માટે બહાર જવાની જરૂર નથી. આપણા લગ્નની સીડી લગાવીને જોઈ લઈએ.
પતિના પગમાં પાટા આવી ગયા.