મજેદાર જોક્સ : છોકરો-મને ઓળખ્યો. છોકરી-ના. છોકરો : અરે આપણે બંને એક જ ક્લાસમાં હતા. છોકરી બોલી …

0
4211

જોક્સ :

પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે?

અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો, મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.

(સમજાય તેને સલામ)

જોક્સ :

મોન્ટુએ એરટેલ ઓફિસ પર ફોન કર્યો.

મોન્ટુ : મારા ફોનનું બિલ ખૂબ વધારે આવે છે, હું આટલી વાત પણ નથી કરતો.

એરટેલવાળા : સારું, તમારો પ્લાન શું છે?

મોન્ટુ : હું હમણાં તો બજારમાં આવ્યો છું, સાંજે ઈંગ્લીશ પીવાનો પ્લાન છે,

તમે જણાવો તમારો શું પ્લાન છે?

જોક્સ :

છોકરી એક છોકરા સાથે ચેટ કરી રહી હતી.

છોકરી : તમે ખબર છે દુનિયામાં માતા-પિતાથી વધુ મહત્વનું કાંઈ નથી.

છોકરો : સારું તો ચાલ આપણે બંને માતા-પિતા બની જઈએ.

છોકરીએ તેને તરત જ બ્લોક કરી દીધો.

જોક્સ :

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો.

પતિ : ભાઈ, તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો?

પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.

જોક્સ :

પપ્પુ : આ ટ્રેન કેમ નથી ચાલતી?

ટીટી : અરે ભારે વર્ષાને કારણે ટ્રેન મોડી પડી છે.

પપ્પુ : જો વર્ષા એટલી જ ભારે છે તો તેને ટ્રેનમાંથી ઉતારી કેમ નથી દેતા?

જોક્સ :

બસમાં એક છોકરાની નજર પાછળની સીટ પર બેસેલી છોકરી પર પડી.

છોકરો : મને ઓળખ્યો.

છોકરી : ના.

છોકરો : અરે આપણે બંને એક જ ક્લાસમાં ભણતા હતા.

છોકરી : ભણતી તો હું હતી, તું તો રોજ મરઘો બનતો હતો.

બધા પેસેન્જર ખડખડાટ હસ્યા.

જોક્સ :

પતિ (પત્નીને) : આજે મેં મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.

પત્ની : આ બહુ સારું કર્યું. હવે મારે વારંવાર કહેવું નહિ પડે કે તમારું ધ્યાન રાખજો.

જોક્સ :

પતિ : જજ સાહેબ, મારે મારી પત્ની સાથે છૂટાછેડા લેવા છે, તે છુટ્ટા વાસણો ફેંકે છે?

જજ : તેમણે હમણાંથી આવું શરૂ કર્યું છે જે પહેલેથી જ આવું કરે છે?

પતિ : પહેલેથી જ.

જજ : તો આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે?

પતિ : કારણ કે હવે તેનો નિશાનો પાક્કો થઇ ગયો છે.

જોક્સ :

શિક્ષકે પૂછ્યું : કવિતા અને નિબંધમાં શું તફાવત હોય છે?

મગન : પ્રેમિકાના મુખમાંથી નીકળેલો શબ્દ એટલે કવિતા,

અને પત્નીના મુખમાંથી નીકળેલા શબ્દ એટલે નિબંધ.

શિક્ષકે પપ્પુને વર્ગનો મોનિટર બનાવી દીધો.

જોક્સ :

પત્ની : આજે ફરી દા-રૂ પીધો ને,

ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?

પતિ : 12 માં 5 ઓછા.

પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે સમય જોવાનું પણ ભાન નથી રહેતું,

ઘડિયાળમાં 7 વાગ્યા અને તમને 12 માં 5 ઓછા દેખાય છે.

પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે તો કેટલા વધે?

પત્ની : 7.

પતિ : હવે બોલ કોને ભાન નથી રહેતું?