નાનકડો બોન્સાઈ છોડ આપે છે ઘણા બધા લાભ, જાણો તેને ઘરમાં ક્યાં રાખવો જોઈએ.
આજકાલ લોકો પોતાના ઘરોમાં બોન્સાઈ (બોંસાઈ) ના છોડ રાખવાનું ખૂબ પસંદ કરે છે. તેને ઘરમાં લગાવવાથી સુંદરતા વધે છે. તેમજ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. ઘરમાં બોન્સાઈનો છોડ લગાવવો વાસ્તુમાં શુભ માનવામાં આવે છે. પરંતુ જો તેને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. ઘરમાં બોન્સાઈ વાવવાના ઘણા ફાયદા છે. ચાલો તેના વિષે જાણીએ.
શાંતિ માટે : વાસ્તુ શાસ્ત્રમાં એવા લોકો માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે. અથવા તો આ લોકો બહુ જલ્દી કોઈ વસ્તુથી હતાશ થઈ જાય છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે ઘરમાં બોન્સાઈનો છોડ રાખો. તેને ઘરમાં ચોક્કસ દિશામાં રાખવાથી ગુસ્સા પર નિયંત્રણ મેળવી શકાય છે. આ સાથે મન પણ શાંત રહે છે.
ઘરની હવા પણ શુદ્ધ થાય છે : વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરમાં બોન્સાઈનો છોડ લગાવવાથી ઘરની હવા પણ શુદ્ધ રહે છે. ઘરમાં રહેલા ઝે-રી તત્વોને દૂર કરે છે અને ઘરની અંદર સ્વચ્છ હવા આવતી રહે છે.

સ્વાસ્થ્ય પણ સારું રાખે છે : કહેવાય છે કે ઘરમાં બોન્સાઈનો છોડ રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી તે પરિવારના સભ્યોને બીમારીઓથી બચાવે છે. તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે : જો કોઈ વ્યક્તિ કોઈ બાબત પર તરત જ નિર્ણય લઈ શકતો નથી અથવા નિર્ણય લીધા પછી પસ્તાવો કરે છે, તો તે વ્યક્તિને ઘરમાં બોન્સાઈનો છોડ રાખવાની સલાહ આપવામાં આવે છે. કહેવાય છે કે બોન્સાઈનો છોડ આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં બોન્સાઈનો છોડ લગાવવાથી વ્યક્તિ ધૈર્યવાન બને છે. તણાવ દૂર થાય છે અને વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.