જાણો શા માટે બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી જોઈએ, તેનાથી શું લાભ થાય છે.
બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી ખૂબ જ લાભકારક છે. તેને રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ડોલ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, તેને થોડી ભરેલી રાખવી જોઈએ. ઘરનું બાથરૂમ જોવામાં સામાન્ય લાગે છે, પરંતુ તેમાં અનેક ખામીઓ પણ ઉત્પન્ન થાય છે, જે જીવન ઉપર શુભ અને અશુભ અસર કરે છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે.
બાથરૂમ એ ઘરનો જરૂરી ભાગ છે. આ સ્થાન તમારા નાણાકીય લાભ સાથે પણ જોડાયેલું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી ખૂબ જ ફાયદાકારક છે. આ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. ડોલ ખાલી ન રાખવી જોઈએ, તે હંમેશા થોડું પાણી ભરેલું હોવું જોઈએ. આમ કરવાથી પૈસા આવતા રહે છે.
બાથરૂમના દરવાજાની સામે અરીસો ન લગાવવો જોઈએ, તેનાથી અશુભ અસર વધે છે. જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજો ખોલો છો ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા અરીસા સાથે અથડાઈને ઘરમાં પાછી આવે છે. એવું જોવામાં આવે છે કે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી આપણે તેનો દરવાજો ખુલ્લો છોડી દઈએ છીએ. ખુલ્લા દરવાજા શુભ માનવામાં આવતા નથી. તે નકારાત્મક ઉર્જાને આકર્ષવાનું કામ કરે છે.
જો તમારા બેડરૂમમાં બાથરૂમ કે ટોયલેટ હોય તો દરવાજો હંમેશા બંધ રાખો. વાસ્તુ અનુસાર, બેડરૂમ અને બાથરૂમ બે અલગ-અલગ પ્રકારની ઉર્જા છે અને એકબીજા સાથે અથડાવું સારું માનવામાં આવતું નથી. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
ઘરનું સંડાસ કેવું હોવું જોઈએ? જો બાથરૂમ કે સંડાસમાં પાણીનો બગાડ થાય છે, તો તેનાથી પણ અનેક પ્રકારની વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. આનાથી પૈસા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે નળને હંમેશા સારી રીતે બંધ રાખવો જોઈએ. જો બાથરૂમના નળનું પાણી ટપકશે તો તે ટપકતા પાણીથી ઘરની શાંતિ અને સંપત્તિ બંને વહી જશે. જો તમે વહેતા પાણીને બચાવશો, તો તમારો ચંદ્ર બળવાન બનશે અને તમને શુભ પરિણામ મળશે.

આજકાલ બાથરૂમ અને ટોયલેટ એકસાથે બનાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. લોકો તેને આધુનિક જીવનશૈલી સાથે સંબંધિત પણ જુએ છે અને તેને યોગ્ય માને છે. વાસ્તુ શાસ્ત્રમાં બાથરૂમ અને શૌચાલય એકસાથે હોવું યોગ્ય માનવામાં આવતું નથી. જેના કારણે પરિવારના સભ્યોમાં મનભેદ, વાદ-વિવાદ, રોગ, આર્થિક સમસ્યા રહે છે.
વાસ્તુ અનુસાર બાથરૂમ એ ચંદ્રનો વાસ છે અને શૌચાલય રાહુનું નિવાસસ્થાન છે. ચંદ્ર મન અને જળ નો કારક છે, રાહુ કાળો પડછાયો અને વિષય નો કારક છે. જો બંને સાથે હશે તો ચંદ્ર અને રાહુનું ગ્રહણ દોષ બની જશે. રાહુના પ્રભાવથી બાથરૂમનું પાણી ઝેર બની જશે અને તેનાથી સ્નાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થશે.
આર્થિક સમસ્યાઓથી બચવા માટે ધ્યાન રાખો કે સંડાસનો દરવાજો તે દિશામાં ન હોવો જોઈએ, જે ઘરના મંદિર અથવા રસોડાની સામે ખુલે છે. બાથરૂમ ઉત્તર અને પૂર્વ દિશામાં અને સંડાસ દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ અને નેઋત્યના મધ્યમાં બનાવવું જોઈએ. પરંતુ જો બંનેને એકસાથે જોડવામાં આવે તો તેને પશ્ચિમ અને ઉત્તર વાયવ્ય ખૂણામાં બનાવવું શ્રેષ્ઠ છે. બાથરૂમમાં ફ્લોરનો ઢોળાવ, પાણીનો પ્રવાહ ઉત્તર અને પૂર્વ દિશા તરફ જ હોવો જોઈએ.
સંડાસમાં બેઠક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે સંડાસ કરતી વખતે તમારું મોઢું દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશામાં ક્યારેય નહીં, કારણ કે પૂર્વ દિશા સૂર્ય ભગવાનની દિશા છે અને એવું માનવામાં આવે છે કે તે બાજુ શૌચ કરતી વખતે તેમનું અપમાન થાય છે. આ કારણે જાતકને કાયદાકીય અડચણો અને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.
સંયુક્ત રીતે બનાવેલા સંડાસ અને બાથરૂમ અથવા ફક્ત અલગ બાથરૂમના નિર્માણમાં, એ નોંધવું જોઈએ કે પાણીના નળ, નાહવાનો ફુવારો ઈશાન, ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવવા જોઈએ અને સ્નાન કરતી વખતે, વ્યક્તિનું મોઢું ઉત્તર, ઈશાન અથવા પૂર્વ તરફ હોવું જોઈએ.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.