આ 2 રાશિઓએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ કાળા દોરા, મંગળ કરી દે છે બરબાદ

0
933

જીવનમાં આવવા લાગે છે દરિદ્રતા, જયારે આ બે રાશિના લોકો પહેરે છે કાળા દોરા, જાણો કઈ છે તે રાશિ

કાળો દોરો મોટાભાગના લોકો તેના કાંડા કે પગમાં બાંધે છે. ઘણા લોકો તેને સારા દેખાવા માટે પહેરે છે, જયારે કેટલીક ખરાબ નજર કે તુટકાથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે. જ્યોતિષના જાણકારોના માનવા મુજબ કાળો રંગ ખરાબ નજર કે ખરાબ શક્તિઓથી બચાવે છે. માન્યતા છે કે જયારે કોઈ ખરાબ નજરથી કોઈને જુવે છે, તો તેનાથી બચવા માટે કાળું ટપકું કે કાળા રંગનો ઉપયોગ સારો રહે છે. સાથે જ માનવામાં આવે છે કે કાળો દોરો નજર લગાવવા વાળાનું ધ્યાન ભંગ કરી દે છે. જેથી માણસ ખરાબ નજરની અસરથી બચી જાય છે. પણ દરેકે કાળો દોરો ન પહેરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ બે રાશિઓના લોકોએ કાળા રંગનો દોરો ધારણ ન કરવો જોઈએ. આગળ જાણીએ તેની પાછળના મુખ્ય કારણ.

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના સ્વામી મંગળ દેવ છે. મંગળ દેવને કાળો રંગ નથી પસંદ. તેથી જો આ રાશિના લોકો કાળા રંગનો દોરો બાંધે છે, તો તેના જીવનમાં પરેશાનીઓ આવે છે. સાથે જ કાળા રંગના ઉપયોગથી મનમાં બેચેની, કારણ વગર મન ઉદાસ રહેવા જેવી તકલીફો વેઠવી પડે છે. એ કારણ છે કે મેષ રાશિ વાળાએ કાળો દોરો ન પહેરવો જોએઈ. મેષ રાશિ માટે લાલ રંગનો ઉપયોગ શુભ રહે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના સ્વામી પણ મંગળ ગ્રહ છે. આ રાશિના લોકોને કાળા રંગનો ઉપયોગ ખુબ અશુભ રહે છે. જ્યોતિષ મુજબ વૃશ્ચિક રાશિ વાળા જો કાળા રંગનો દોરો બાંધે છે, તો મંગળદેવ નારાજ થઇ જાય છે. જેની સીધી અસર જીવન ઉપર પડે છે. તેથી વૃશ્ચિક રાશિના લોકોએ પણ કાળા રંગથી દુર રહેવું જોઈએ. ખાસ કરીને કાળો દોરો બાંધવાથી મંગળની શુભ અસર પણ સમાપ્ત થઇ જાય છે. જેથી જીવનમાં ગરીબી આવવા લાગે છે. વૃશ્ચિક રાશિ વાળાએ લાલ રંગનો દોરો પહેરવો શુભ છે.

કઈ રાશિના લોકો બાંધે કાળો દોરો

તુલા અને કુંભ રાશિના લોકોએ કાળો દોરો પહેરવો શુભ છે. એવું એટલા માટે કેમ કે કુંભ અને તુલા રાશિઓ ઉપર શનીની અસર રહે છે. તુલા અને કુંભ રાશિના લોકોએ કાળો દોરો બાંધવાથી જીવનમાં પ્રગતી થાય છે. સાથે જ પૈસા સાથે જોડાયેલી સમસ્યાનો સામનો નહિ કરવો પડે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતું.)