મહાશિવરાત્રીના દિવસે ઘરની આ દિશામાં લગાવો બીલીનો છોડ, ઘર પરિવારમાં આવશે સુખ સમૃદ્ધિ.

0
1036

આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે કરો વાસ્તુ દોષ માટેના આ ઉપાયો, ઘરમાં રહેશે શાંતિ, સભ્યોના વિચારો થશે શુદ્ધ.

મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ 2022, ગુરુવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસથી જ સૃષ્ટિની શરૂઆત થઈ હતી. તેમજ ઘણી માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા એવું માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની પૂજા કરવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે જેના દ્વારા આ દોષો દૂર કરી શકાય છે.

મહાશિવરાત્રિના દિવસે વાસ્તુ દોષ માટે કરો આ ઉપાયો :

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવલિંગનો જળથી અભિષેક કરો. અભિષેક કર્યા પછી જલધારીનું પાણી ઘરે લાવવું અને ‘ૐ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ’ મંત્રનો જાપ કરતા કરતા આ પાણીને ઘરમાં છાંટવું. તેનાથી ઘરમાં ખુશીઓ આવશે.

જો તમે ઘરમાં કલેશ, રોગ કે અન્ય કોઈ સમસ્યાથી પરેશાન છો તો શિવરાત્રિના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રુદ્રાભિષેક કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલીનો છોડ રોપો અને જળ અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે સાંજે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રિના દિવસે ઘરના કલેશ દૂર કરવા માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં શિવજીના પરિવારનો ફોટો લગાવો. આના કારણે ઘરમાં શાંતિ રહે છે અને પરિવારના સભ્યોના વિચારો શુદ્ધ થાય છે.

આ વખતે મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત :

મહાશિવરાત્રિ 1 માર્ચે સવારે 3 વાગીને 16 મિનીટથી શરૂ થશે અને 2 માર્ચે સવારે 10 વાગ્યા સુધી ચાલશે.

પ્રથમ પહોરનું મુહૂર્ત – 1 માર્ચ સાંજે 6 વાગીને 21 મિનીટથી 9 વાગીને 27 મિનીટ સુધી

બીજા પહોરનું મુહૂર્ત – 1 માર્ચ રાત્રે 9 વાગીને 27 મિનીટથી 12 વાગીને 33 મિનીટ સુધી

ત્રીજા પહોરનું મુહૂર્ત – 1 માર્ચ બપોરે 12 વાગીને 33 મિનીટથી 3 વાગીને 39 મિનીટ સુધી

ચોથા પહોરનું મુહૂર્ત – 2 માર્ચ સવારે 3 વાગીને 39 મિનીટથી 6 વાગીને 45 મિનીટ સુધી

પારણાનો સમય – 2 માર્ચે સવારે 6 વાગીને 45 મિનીટ પછી

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.