ધર્મરાજે પૂછ્યું, સૌથી પહેલા કોની પૂજા કરું, જાણો ભીષ્મ પિતામહએ તેનો શું જવાબ આપ્યો.
જ્યારે રાજા યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો ત્યારે આતિથ્યને લાયક મહર્ષિઓ અને બ્રાહ્મણોએ યજ્ઞશાળાની વેદીમાં પ્રવેશ કર્યો. ધર્મરાજાની રાજ્યલક્ષ્મી અને યજ્ઞ વિધિને જોઈને દેવર્ષિ નારદ ખૂબ જ પ્રસન્ન થયા. તેમને રાજાઓનું મિલન એવું લાગ્યું કે જાણે આ સ્વરૂપોમાં દેવો જ ભેગા થયા હોય. તેમણે મનમાંને મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું.
તેઓ વિચારવા લાગ્યા, ધન્ય છે અંતર્યામી ભગવાન નારાયણને. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેમણે ક્ષત્રિયોમાં અવતાર લીધો. જેમણે પહેલા દેવતાઓને આજ્ઞા કરી હતી કે, તમે પૃથ્વી પર અવતાર લઈને દુષ્ટોના સં-હા-ર-નું કાર્ય પૂર્ણ કરો અને પછી પોતાના લોકમાં આવી જાઓ. એવા જ કલ્યાણકારી જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશમાં અવતાર લીધો છે.
દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણના વિચારોમાં મગ્ન રહ્યા. તે જ સમયે ભીષ્મ પિતામહએ યુધિષ્ઠિરને કહ્યું, રાજન, હવે જે રાજાઓ આવ્યા છે, તેઓને તમારે યોગ્ય સત્કાર આપવું જોઈએ. આચાર્યો, ઋષિમુનિઓ, સંબંધીઓ, રાજાઓ અને પ્રિયજનો, જો તેઓ વર્ષમાં એકવાર અહીં આવે તો વિશેષ પૂજા અને પ્રાર્થના કરવી જોઈએ. આ બધા લોકો અહીં આપણે ત્યાં ઘણા સમય પછી આવ્યા છે, તેથી તમે આ બધાની અલગ-અલગ પૂજા કરો, અને જે સર્વશ્રેષ્ઠ હોય તેમની સૌથી પહેલા.

ધર્મરાજે પૂછ્યું, આવેલામાંથી સૌથી પહેલા કોની પૂજા કરું?
ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મને પૂછ્યું, પિતામાહ, તમે બિલકુલ સાચા છો, હવે તમે જ મને કહો કે આ જે સજ્જનો આવ્યા છે, તેમાં સૌથી પહેલા કોની પૂજા કરવી જોઈએ? તમે કોને સૌથી શ્રેષ્ઠ અને પૂજા યોગ્ય માનો છો?
ભીષ્મે કહ્યું, ફક્ત ભગવાન કૃષ્ણ જ તેને લાયક છે :
યુધિષ્ઠિરના પૂછવા પર શાંતનુ નંદન ભીષ્મે કહ્યું, હે ધર્મરાજા, યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ પૂજા માટે સૌથી લાયક છે. ભીષ્મે આગળ કહ્યું કે, શું તમે નથી જોતા કે શ્રી કૃષ્ણ પોતાના તેજ, શક્તિ અને પરાક્રમથી એવી રીતે ઝળહળી રહ્યા છે, જેમ આકાશમાં નાના નાના તારાઓમાં ભાસ્કર ભગવાન સૂર્ય ઝળહળે છે.
જે રીતે અંધકારથી ઢંકાયેલી જગ્યામાં સૂર્યના આવવાથી, હવા વગરની જગ્યાએ વાયુના પ્રવાહથી જીવન, જ્યોતિથી ઝળહળી ઉઠે છે, તેવી જ રીતે આજે આપણી આ સભામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે, જેના કારણે આ સભા આનંદ અને પ્રસન્નતાથી ભરપૂર છે. તેમણે કહ્યું કે, આજે મને આ દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણ સમાન બીજું કોઈ દેખાતું નથી અને તેઓ સ્વયં અહીં હાજર છે, તેથી તેમની પૂજા કરવામાં કોઈ વિલંબ ન કરવો જોઈએ.
સહદેવે અર્ધ્યદાન કરીને કરી શ્રીકૃષ્ણની પૂજા :
ભીષ્મ પિતામહનો આદેશ મળતાં જ પ્રતાપી સહદેવે વિધિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણને અર્ધ્ય અર્પણ કર્યું અને શ્રી કૃષ્ણએ પણ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે તેનો સ્વીકાર કર્યો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.