આજના સમયમાં કોઈને હસાવવું ઘણું જ અઘરું કામ સમજવામાં આવે છે. કોઈનું દિલ દુખાડવું તો સરળ છે પણ તેને ખુશી આપવી અઘરી છે. સોસીયલ મીડિયા ઉપર ઘણા જોક્સ એવા હોય છે. જે આપણેને હસવા માટે મજબુર કરી દે છે. જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી, જે લોકો દુ:ખી કે પછી બીમાર હોય છે તે લોકો માટે જોક્સ કોઈ દવા જેવું કામ કરે છે.
આજે અમે એવા જ મજાના જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ જે સોસીયલ મીડિયા ઉપર ઘણા ટ્રેડમાં છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમે પણ તમારું હસવાનું નહી રોકી શકો. તો રાહ કોની છે, આવો શરુ કરીએ હસવા હસાવવાની આ કડી.
૧) એક બનારસીના તપથી પ્રસન્ન થઈને ભગવાન
તેને અમૃત આપે છે, પરંતુ તે ના કહી દે છે.
ભગવાન : કેમ વત્સ અમૃત કેમ નથી પી રહ્યો?
બનારસી : અત્યારે આ પાન ખાવ છું પ્રભુ.
૨) એક દિવસ પદુષણથી આખી દુનિયા ખલાસ થઇ જશે,
બચશે માત્ર મોઢા ઉપર કપડું બાંધીને જતી છોકરીઓ.
૩) પત્ની ટપ્પુને : તમારે એક અઠવાડિયું થઇ ગયું છે, તે પ્રેમ નથી કર્યો.
ટપ્પુ : તારી બહેનના લગ્ન છે ને?
પત્ની : તો શું થયું?
ટપ્પુ : હું તેમાં પ્રેક્ટીસ કરી રહ્યો છું.
૪) માં થી મોટું કોઈ એલાર્મ નથી દુનિયામાં
૭ વાગ્યે ઉઠાડવા માટે કહે છે ૬ વાગ્યે ઉઠાડીને કહે છે.
૮ વાગી ગયા છે

૫) ક્લાસમાં બધા છોકરા પપ્પુને ફઈ ફઈ કહેતા હતા.
એક દિવસ પપ્પુએ તેની તેની ફરિયાદ માસ્તરજી પાસે કરી દીધી.
ટીચર એ બધા છોકરાઓને પૂછ્યું. જે છોકરા તેને ફઈ ફઈ કહે છે તે ઉભા થઇ જાય.
એક છોકરાને છોડીને બધા છોકરા ઉભા થઇ ગયા.
ટીચર એ તે છોકરાને પૂછ્યું, “શું તું તેને ફઈ નથી કહેતો?
છોકરો બોલ્યો, “સર હું જ છું ફૂવાજી”
૬) સાસુ : જાનૈયા આટલા ખુશ થઈને પાગલની જેમ કેમ નાચી રહ્યા છે.
વહુ : કેમ કે તેમને કહ્યું છે દહેજના પૈસામાંથી બધાનું ઉધાર ચૂકવી દઈશ.
૭) પત્ની : સાંભળો જી.. ડોકટરે મને એક મહિનો આરામ કરવા માટે સ્વિત્ઝરલેન્ડ કે પેરીસ જવાનું કહ્યું છે. આપણે ક્યાં જઈશું?
પતી : બીજા ડોક્ટર પાસે.
૮) પત્ની : શરમ નથી આવતી, બીજી સ્ત્રીને ધારી ધારીને જોઈ રહ્યો છે. હવે તું પરણિત છો.
પતી : એવું ક્યાં લખ્યું છે કે ઉપવાસ હોય તો ખાવાના મેનુમાં ન જોઈ શકાય.
૯) પતી : આજે શું બનાવવાનું છે?
પત્ની : GST
પતી : શું?
પત્ની : ગરમા ગરમ સેવ ટમેટા.
૧૦) પત્નીએ પોતાનીમાંને ફોન કર્યો મમ્મી મારો તેમની સાથે ઝગડો થઇ ગયો છે,
હું ૩-૪ મહિના માટે ઘરે આવી રહી છું.
માં એ કહ્યું : દીકરી ઝગડો તે નાલાયકે કર્યો છે, તો સજા તેને જ મળવી જોઈએ.
તું રોકાઈ જા હું ૫-૬ મહિના માટે ત્યાં આવી જાઉ છું.
11) કુંડળી મેળવવી છે તો સાસુ-નણંદ અને વહુની મેળવવી જોઈએ.
છોકરા શું છે? ભગવાનની ઈચ્છા
સમજીને ગુજરાન કરી જ લેશે.
12) જ્યોતિષ : તારું નામ સંતા છે?
સંતા : હા.
જ્યોતિષ : તારે એક છોકરો છે?
તે હમણાં 5 કિલો ઘઉં ખરીદ્યા છે?
સંતા : તમે તો અંતરયામિ છો.
જ્યોતિષ : ગધેડા, આવતે વખતે કુંડળી લાવજે રાશનકાર્ડ નહિ.
૧૩) તોફાનની રાહ ન જુવો
પત્ની સાથે બહાર ડીનરનો કાયક્રમ બનાવો,
પત્નીના તૈયાર થયા પછી કેન્સલ કરી દો
તોફાન પોતાની જાતે આવી જશે.
14) એકદમ નવા જજ : તે પોલીસ ઓફિસરના ખિસ્સામાં
માચીસની સળગતી દીવાસળી કેમ મૂકી?
પપ્પુ : તેમણે કહ્યું હતું,
જામીન લેવા છે? તો પહેલા ખિસ્સું ગરમ કરો.
૧૫) પતિ અને પત્ની દુકાન પાસેથી નીકળ્યા ત્યારે એક ફકીરે કહ્યું
એ સુંદર શરીર વાળી આંધળાને 5 રૂપિયા આપી દે..
પતિએ પત્ની તરફ જોયું અને કહ્યું આપી દે ખરેખર આંધળો છે.