મજેદાર જોક્સ : શિક્ષક : સેમેસ્ટર સિસ્ટમનો ફાયદો શું છે, તે મને કહો. વિદ્યાર્થી : લાભ ખબર નથી પણ….

0
6812

જોક્સ :

અનુપમાને અનુજ આંખે પાટા બાંધીને ડાયમંડ શોપમાં શોપિંગ માટે લઈ જાય છે.

સાલુ અમને તો કોઈ આ રીતે શાકભાજીની દુકાનમાં ય નથી લઈ જતું.

જોક્સ :

રિંકી : તારી દિલ્હીની મુસાફરી કેવી રહી?

ચિંકી : અરે! કહી નથી શકતી! રસ્તામાં મારા પિતા પાણી લેવા સ્ટેશન પર ઉતર્યા હતા, અને ટ્રેન ચાલુ થઈ અને તે સ્ટેશન પર જ રહી ગયા.

રિંકી : હું તારી પીડા સમજી શકું છું. તારે આટલી લાંબી મુસાફરી પાણી વગર જ કરવી પડી હશે.

ચિંકી ચપ્પલ લઈને રિંકીની પાછળ દોડી.

જોક્સ :

યાર… ત્રા-સ છે ભાઈ.. આ અનુપમા બનાવનારા પોતાની ટી.આર.પી. વધારવાના ચક્કરમાં એટલો જોરદાર પ્લોટ લઈ આવે છે કે સીધા રહેતા પતિઓ પણ હંમેશા શંકાની રડારમાં જ રહે છે.

બૈરાંઓને એમ જ થાય છે કે મારો પતિ પણ આવો જ છે.

જોક્સ :

શિક્ષક (વિદ્યાર્થીને) : સેમેસ્ટર સિસ્ટમનો ફાયદો શું છે, તે મને કહો?

વિદ્યાર્થી : લાભ ખબર નથી, પણ અપમાન વર્ષમાં બે વાર થાય છે.

જોક્સ :

વિચારો, આજથી 26 વર્ષ પહેલા બ્રાહ્મણ છોકરી અનુપમા જોષીના ઇન્ટરકાસ્ટ લગ્ન વાણીયા વનરાજ શાહ સાથે થયા હતા,

તો એનું ફેમિલી કેટલું એડવાન્સ હશે?

અને હવે બીજોય વાણિયો જ છે!

જોક્સ :

પતિ : સાંભળો છો? જેણે આપણા લગ્ન કરાવ્યા હતા તે સંબંધી ગુ-જ-રી ગયા છે.

પત્ની : હા તેમને એક ને એક દિવસ તેમના કર્મોનું ફળ મળવાનું જ હતું.

જોક્સ :

આખરે વનરાજને એની પ્રેમિકાનું નય પણ પત્નીનું લોઇ સેટ થયું,

એ ઉપરથી સાબિત થાય કે પત્ની પતિનું લોઇ પ્રેમિકા કરતા વધુ પીવે છે.

જોક્સ :

પિતા : તારું પેપર કેવું હતું?

પુત્ર : પહેલો પ્રશ્ન ચૂકી ગયો,

ત્રીજો આવડ્યો નહિ,

ચોથો લખવાનો ભૂલી ગયો,

પાંચમોં તો જોયો ન હતો.

પિતા : બીજા પ્રશ્નનું શું થયું?

પુત્ર : ફક્ત એક જ ખોટો પડશે.

જોક્સ :

એક ભારતીય નારી, ત્રણ પરિવારનું ટેન્શન એક સાથે લઈને જીવતી હોય છે.

એક પોતાનું ખુદનું,

બીજું પિયરનું,

ત્રીજુ અનુપમાનું.

જોક્સ :

પિતા : દીકરા 5 પછી શું આવે છે?

પુત્ર : 6 અને 7 પપ્પા!

પિતા : શાબાશ… દીકરા, તું બહુ હોશિયાર છે. 6, 7 પછી શું આવે.

પુત્ર : 8, 9, 10.

પિતા : અને એ પછી?

પુત્ર : એ પછી ગુલામ, બેગમ અને બાદશાહ!

જોક્સ :

માણસોય ખરા છે…

વાંઢાવ જુવાનીયાની લવ સ્ટોરી કે રોમાંસ જોવા કરતા વધુ મજા આધેડવયની ઉંમરના પૈણેલા, ડિવોર્સી કે એકસ્ટ્રા મેરિટલઅફેરની લવ સ્ટોરી જોવાનું વધુ પસંદ કરે છે.

જેમ કે અનુપમા.

જોક્સ :

બે માણસો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા…

પહેલો : 14 ફેબ્રુઆરીએ શું આવે છે?

બીજો : તું પરણેલો છે કે પછી તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?

પહેલો : હું પરણેલો છું.

બીજો : તો તારા માટે મહાવીર જયંતિ છે.

જોક્સ :

ગંભીર હાલતમાં પહોંચેલા દર્દી વિદાય લેતાં ડોક્ટર બોલ્યા,

કાલે હું તમને પાછો મળીશ.

દર્દી : જરૂર, આપ તો મને મળશો જ. પણ હું આપને મળી શકીશ ખરો?

જોક્સ :

એકવાર એક કીડી હાથીની પીઠ પર ક્યાંક જઈ રહી હતી.

રસ્તામાં એક જૂનો પુલ આવ્યો.

પુલ જોઇને હાથીના પગ ધ્રુજવા લાગ્યા.

એટલે કીડીએ પૂછ્યું : ભાઈ, તું પુલ પાર કરશે કે મારે  નીચે ઉતરવું પડશે?