હરડેના ફાયદા, જે રીતે ફળોનો રાજા કેરી છે, અનાજનો રાજા ઘઉં છે એ જ રીતે ઔષધિનો રાજા હરડે છે.

0
1322

આયુર્વેદથી જોડાયેલી ચરક સહિતમાં આયુર્વેદની ઉપયોગીતા વિષે જણાવવામાં આવ્યું છે. આની સાથે જ આમ પ્રાચીન કાળથી ચાલી આવેલ આયુર્વેદિક પદ્ધતિ અને આમ જોડાયેલી જડી બુટીઓ વિષે જાણકારી આપી છે જે ઔષધિનું કામ કરે છે. આ ઔષધિઓમાં એક ઔષધિ છે જે રાજા ગણાય તે છે હરડે.

હરડેને અંગ્રેજીમાં ચેબુલિસ મિરબોલાનના નામથી જાણવામાં આવે છે. આ ફળમાં વિટામિન સી અને ખનીજની ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના સિવાય આમ ઘણા સ્વાસ્થ્ય લાભ જોવા મળે છે જેવી એલર્જીમાં, મોં માં સોજો, પેઢામાં સોજો, દાંતના દુઃખાવામાં ફાયદાકારક હોય છે. આવો વિસ્તારથી જાણીએ હરડેના ફાયદા વિષે.

ત્વચાની એલર્જીમાં લાભકારક :

હરડેનો ઉકાળો ત્વચા સંબંધી એલર્જી માં ખુબ લાભકારક હોય છે. આ માટે હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત એઉપથી દિવસમાં બે વાર કરો. આનાથી તમારી ત્વચા એનર્જીને ખુબ જલ્દી આરામ મળે છે.

ઘૂળમાં થવા વાળી એલર્જીમાં ફાયદાકારક :

જો કોઈ ધૂળના કારણે એલર્જી થઇ જાય છે કે પછી કંઈક ખાદ્યા પછી એલર્જી થવા લાગે છે. ત્યારે એનર્જી વાળા ભાગની સફાઈ હરડે દ્વારા તૈયાર ઉકાળાથી કરો. તમને ફર્ક જાતે દેખાવવા લાગશે.

ફંગસ એલર્જીમાં ફાયદાકારક :

ફન્ગસ એલર્જી કે સંક્ર્મણ હોવા પર હરડેનું ફળ અને હળદળથી તૈયાર લેપ પ્રભાવિત ભાગ પર દિવસમાં બે વાર લગાવો. ત્વચા પુરી રીતે સામાન્ય હોવા સુધી આ લેપનો ઉપયોગ નિયમિત રૂપથી કરતા રહો.

સ્વાસ્થ્યવર્ધક ટોનિક :

હરડે એક સ્વાસ્થ્ય વર્ધક ટોનિક હોય છે જેનો પ્રયોગ કરવાથી તમારા વાળ કાળા, ચમકીલા અને વધારે આકર્ષિત દેખાવા લાગે છે. વાળને કાળા કરવા માટે હરડેના ફળને નારિયળ તેલમાં ઉકાળો. આને ત્યાર સુધી ઉકાળો જ્યારે સુધી આ સારી રીતે મિક્ષ થઇ જાય, મિક્ષ થઇ ગયા પછી આ લેપ તૈયાર છે. હવે આ લેપને પોતાના વાળ પર લગાવો કે પછી નિયમિત રૂપથી ત્રણ થી ચાર ગ્રામ હરડે પાઉડરમાં એક ગ્લાસ પાણીની સાથે સેવન કરો. આનાથી તમને ખૂબ ફાયદા મળે છે.

મોં માં સોજામાં ફાયદાકારક :

જયારે કોઈ મોં માં સોજો આવી જાય છે ત્યારે પાણીથી સાથે કોગળા કરવા જોઈએ. આનાથી મોં માં સોજામાં ફાયદો મળે છે. આના સિવાય હરડેનો લેપ પાતળી ચાસની સાથે મિક્ષ કરીને કોગળા કરવાથી પેઢામાં સોજામાં ખુબ આરામ મળે છે.

દાંતમાં દુ;ખાવો થવા પર :

જ્યારે પણ દાંતમાં દુ:ખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને પોતાના દાંત પર લગાવવાથી દાંતનો દુ:ખાવો ઓછો થવા લાગે છે.

કબજિયાતમાં ફાયદાકારક :

હરડેનું પલ્પ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ગુણકારી હોય છે. આ પલ્પમાં ચપટી ભર મીઠું મિક્ષ કરીને ખાવો. આના સિવાય અડધો ગ્રામ લવિંગ કે તજની સાથે સેવન કરો. તમને ફર્ક જાતે જ દેખાવા લાગશે.

વજન ઓછું કરવામાં મદદગાર :

હરડેનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજનને ઓછું કરવામાં મદદ મળે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે જ અન્ય સમસ્યાઓ થી છુટકારો આપે છે અને ધીરે ધીરે તમારા વજનને ઓછું કરે છે.

તમને આ માહિતી કેવી લાગી?  કોમેન્ટ દ્વારા જણાવો અને હા લાઇક અને શેર કરવાનું ના ભૂલાય. જરૂર લાઇક અને શેર કરજો. બીજાને આ માહિતી ઘણી ઉપયોગી થઇ શકે છે.