મજેદાર જોક્સ : ભિખારી : દાદી, ખાવા માટે રોટલી આપો. દાદી : હજી બની નથી, પછી આવજે. ભિખારી : આ …

0
2256

જોક્સ :

દાદી : લાગે છે પેલી છોકરને લકવો થઇ ગયો છે,

જો કેવી રીતે તેનો એક હાથ ઉપર થઈ ગયો છે અને તેનું મોં ખેંચાઈ ગયું છે.

પૌત્ર : દાદી એને લકવો નથી થયો, તે સેલ્ફી લઈ રહી છે.

જોક્સ :

શિક્ષક : તું પક્ષીઓ વિશે બધું જાણે છે?

સચિન : હા.

શિક્ષક : સારું તો મને કહે કે કયું પક્ષી ઉડી નથી શકતું?

સચિન : મ-રે-લું પક્ષી.

જોક્સ :

ગઈ કાલે બકાને 200 ની નોટ મળી.

તે ફાઈવ સ્ટાર હોટેલમાં જઈને પેટ ભરીને જામ્યો.

1500 રૂપિયાનું બિલ આવ્યું પછી તેણે મેનેજરને કહ્યું, મારી પાસે પૈસા નથી.

મેનેજરે તેને પોલીસને હવાલે કર્યો.

બકાએ પોલીસને 200 ની નોટ આપી અને ત્યાંથી ચાલતો થયો.

આને કહેવાય છે… ભારતમાં MBA વિના ફાઈનેન્શીયલ મેનેજમેન્ટ.

જોક્સ :

હાઈસ્કૂલમાં ભણતી બે છોકરીઓ એકબીજા સાથે વાતો કરી રહી હતી.

મીના : યાર, મારા પપ્પાએ કહ્યું છે કે આ વખતે તું પરીક્ષામાં નાપાસ થઈશ તો હું તારા લગ્ન કરાવી દઈશ.

ટીના : તો તેં કેટલી તૈયારી કરી છે?

મીના : બસ રિસેપ્શન માટે ડ્રેસ લેવાનો બાકી છે.

જોક્સ :

ભિખારી : દાદી, ખાવા માટે રોટલી આપો.

દાદી : હજી બની નથી, પછી આવજે.

ભિખારી : ઓકે તો આ મારો મોબાઈલ નંબર લઈ લો, બની જાય તો મિસ કોલ કરી દેજો.

દાદી : અરે મિસ કોલ શું કરવો, વોટ્સ એપ છે ને… હું તેમાં મોકલી દઈશ, તું ડાઉનલોડ કરી લેજે.

જોક્સ :

શિક્ષક : 15 ફળોના નામ બોલ.

મોન્ટી : કેરી, કેળા, જામફળ.

શિક્ષક : સરસ, બીજા 12 ફળોના નામ બોલ.

મોન્ટી : એક ડઝન સંતરા.

જોક્સ :

ચિન્ટુએ પાડોશી મિત્ર મિન્ટુને કહ્યું, આજે સવારે તારા કૂતરાએ મારી બુક ફાડી નાખી.

મિન્ટુ : ઓકે, હું તેને સજા આપીશ.

ચિન્ટુ : રહેવા દે ભાઈ, મેં સજા આપી દીધી છે.

મિન્ટુ (ચોંકીને) : કેવી રીતે?

ચિન્ટુ : હું તેના વાટકામાંથી બધું દૂધ પી ગયો.

જોક્સ :

એક બાળક રડતું હતું.

તેના પિતાએ રડવાનું કારણ પૂછ્યું તો બાળકે કહ્યું : 10 રૂપિયા આપો, પછી કહીશ.

પિતાએ પુત્રને 10 રૂપિયા આપ્યા અને કહ્યું : હવે કહે, કેમ રડતો હતો?

બાળકે કહ્યું : હું 10 રૂપિયા માટે રડતો હતો, જે મને મળી ગયા.

જોક્સ :

એકવાર કોઈએ પૂછ્યું કે, લગ્ન ક્યારે થાય છે?

મેં કહ્યું : જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,

રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,

તમારો મંગળ નબળો હોય,

અને ભગવાને પણ તમારી મજા લેવાનું નક્કી કર્યું હોય,

ત્યારે લગ્ન થાય છે.

જોક્સ :

એક જમાનો હતો જ્યારે લોકો તેમના ઘરના દરવાજા પર લખતા હતા – અતિથિ દેવો ભવ,

કે પછી – શુભ લાભ,

કે પછી – તમારું સ્વાગત છે.

અને હવે લખે છે – કૂતરાઓથી સાવધાન.

જોક્સ :

છગન તેની પત્નીને : ડાર્લિંગ, હું તને ખૂબ પ્રેમ કરું છું.

પત્ની : તો શું હું તને પ્રેમ નથી કરતી?

અરે તમારા માટે હું આખી દુનિયા સાથે લ-ડી શકું છું.

છગન : પણ ડાર્લિંગ તું તો કાયમ મારી સાથે જ લ-ડ-તી રહે છે?

પત્ની : અરે તમે જ તો મારી દુનિયા છો.