મહિનો પૂરો થાય એ પહેલાં ખાલી થઈ જાય છે ખિસ્સા, તો આ ગ્રહ હોઈ શકે છે કારણ, જાણો વિસ્તારથી.

0
231

જો તમારી આવક જલ્દી જ ખલાસ થઈ જાય છે, તો પૈસા બચાવવા માટે કરો આ એક કામ, થશે સારો લાભ.

મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થાય ત્યાં સુધીમાં ઘણા લોકોના ખિસ્સા ખાલી થઈ જાય છે. પૈસા તેમના હાથમાં ટકતા નથી. પણ તેનું કારણ શું છે? કુંડળીનો છઠ્ઠો ભાવ મુખ્યત્વે પૈસાની બચત સાથે સંકળાયેલ છે અને કુંડળીનો અગિયારમો ભાવ આવકને નિયંત્રિત કરે છે. ધનની આવક અને ખર્ચ બુધ ગ્રહ દ્વારા નિયંત્રિત થાય છે, તેથી અહીં બુધની સ્થિતિ પણ મહત્વપૂર્ણ બને છે. તેની સાથે શુક્ર, ગુરુ અને મંગળની સ્થિતિ પણ જોવી જરૂરી છે. તો જ તમે તમારી બચતની ગણતરી કરી શકશો.

પૈસાની બચત ક્યારે નથી થતી?

કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો પૈસાની બચત થતી નથી. આ સિવાય શુક્રની વધુ પડતી પ્રબળતાથી પણ પૈસાની બચત થતી નથી. છઠ્ઠા ભાવના સ્વામીનું બગડવું અને વાયુ તત્વ નબળું પડવાથી બચત પર પણ અસર પડે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, જો તમે ઘરમાં યોગ્ય જગ્યાએ પૈસા ન રાખો અને પન્ના કે પુખરાજ રત્નને ખોટી રીતે પહેરો તો પણ બચત થતી નથી.

પૈસાની બચત ક્યારે થાય છે?

કુંડળીમાં બુધ કે ગુરુ બળવાન હોય ત્યારે પૈસાની બચત થાય છે. જ્યારે શનિ ધન ભાવની નજીક હોય ત્યારે પણ બેંક-બેલેન્સ સારું રહે છે. કુંડળીમાં પૃથ્વી તત્વનું વર્ચસ્વ હોય તો પણ પૈસાની બચત થાય છે. આ સિવાય ઘરમાં રસોડું અને તિજોરી વ્યવસ્થિત રીતે રાખવાથી અને પૈસાનો અમુક ભાગ દાન કરવાથી પણ પૈસાની બચત થાય છે.

પૈસા બચાવવા શું કરવું?

જ્યોતિષની સલાહ લીધા પછી પન્ના અથવા પુખરાજ પહેરો. આનાથી પૈસાની બચત થશે. રસોડાને ચોખ્ખું રાખવાથી પણ ઘરમાં પૈસાની અછત નથી આવતી. હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ ખુલતા કબાટમાં પૈસા રાખો. હળદરને પીળા કપડામાં બાંધીને રસોડામાં રાખો અને શનિવારે ગરીબોને સિક્કા દાન કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.