ક્યારેય વિચાર્યું છે કે મંદિરોમાં પ્રવેશ કરતા પહેલા કેમ નમન કરવામાં આવે છે મંદિરના પગથીયાને.

0
948

ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યાં વ્યક્તિને આત્માથી લઈને આધ્યાત્મ સુધીની શુદ્ધિ મળે છે. મંદિરમાં જઈને વ્યક્તિના મનને શાંતિ મળે છે. પરંતુ તે ઉપરાંત પણ ઘણી એવી વસ્તુ હોય છે જે દરેક વ્યક્તિ કરે છે. જેમાંથી પહેલું છે જેમાં જયારે તમે ક્યાયથી પણ પસાર થઇ રહ્યા છો, અને રસ્તામાં મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ જોવા મળે છે. તો તે જોઇને માથું નમાવીને પ્રણામ કરવું વ્યક્તિની એવી ટેવમાં જોડાયેલી છે. જેને કોઈપણ નથી ભૂલતા.

તેમાં આવે છે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા મંદિરની સીડીઓને સ્પર્શ કરવો, અને મંદિરના દરવાજા ઉપર લાગેલી ઘંટડીને વગાડવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે એવું કેમ કરીએ છીએ? કે માત્ર વડીલો દ્વારા કરવામાં આવેલી વસ્તુને આંખ મોઢું બંધ કરીને બસ ચલાવતા આવી રહ્યા છીએ.

મંદિરમાં પ્રવેશ પહેલા ઘંટડી વગાડવી, પહેલી સીડીને સ્પર્શ કરી માથું લગાડવું, આ એવા કામ છે જે સદીઓથી કાયમ છે. કોઈને તેની પાછળના સત્ય અને એવું કરવાના કારણની ખબર નહીં હોય. ખરેખર હવે તમે પણ વિચારી રહ્યા હશો, તો આવો અમે તમને જણાવીએ છીએ કે એવું કરવા પાછળનું સાચું કારણ શું છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ આપણામાં ભગવાનની પૂજા શરુ થઇ જાય છે. અને તેમના સન્માનમાં આપણે સીડીઓને સ્પર્શ કરીએ છીએ. અને અમુક લોકોનું માનવું છે કે એમ કરવાથી મંદિરમાં પ્રવેશ કરતા પહેલા, બીજી પૂજા અર્ચના શરુ કરતા પહેલા ભગવાનની અનુમતી લઈએ છીએ, અને તેમને સન્માન આપીએ છીએ.

આ બન્ને વાતોથી સ્પષ્ટ થાય છે કે, આપણે એવું એટલા માટે કરીએ છીએ જેથી દેવતા પોતાના વિનમ્ર સ્વભાવનો પરિચય આપી શકે. મંદિરના દ્વારની પહેલી સીડી તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે.

હિંદુ મંદિરોને એક વિશેષ પ્રણાલીનું અનુસરણ કરીને બનાવવામાં આવે છે. જેના મુજબ તમામ મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે. મંદિરને બનાવવામાં ઘણા વેદોનું ધ્યાન રાખીને જ તેનું નિર્માણ કરવામાં આવે છે.

હિંદુ મંદિર વાસ્તુકળા, સ્થાપત્ય વેદ ઉપર આધારિત છે. આ વેદ મુજબ મંદિરોને એવી રીતે બનાવવું જોઈએ કે બનાવવામાં આવે કે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર દેવતાના પગ હોય.

એટલા માટે મંદિરના પ્રવેશ દ્વારને સ્પર્શ કરી માથું નમાવવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે તમે ઈશ્વરના પગને સ્પર્શી રહ્યા છો. એટલે કે તમે જયારે મંદિરમાં પ્રવેશથી પહેલા પહેલી સીડીને સ્પર્શ કરો છો, તો ધ્યાન રાખશો કે તમે ભગવાનના પગને સ્પર્શ કરી રહ્યા છો.

હવે વાત કરીએ મંદિરમાં પ્રવેશ પહેલા ઘંટડી વગાડવાની, તો તેની પાછળ એ સત્ય માનવામાં આવે છે, કે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર લાગેલી ઘંટડી વગાડવાથી ઈશ્વરના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ હોય છે. સાથે જ જે સ્થળે અને મંદિરોમાં રોજ ઘંટડી વાગે છે તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)